SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ-અનુવાદ દેવો ઉત્પન્ન થયા. પૂર્વભવના સ્નેહના કારણે આમ્રશાલ વનમાં બંને સાથે આમલક૯૫ નામની નગરીમાં ભગવાન વર્ધમાન સ્વામીના થયેલા સમવસરણમાં પોતપોતાના પરિવાર-સહિત આવ્યા. ત્રણ પ્રદક્ષિણા ફરીને ભગવંતને વંદના કરી. અતિભક્તિ-પૂર્ણ માનસથી તેઓએ ત્યાં નાટક પ્રવર્તાવ્યું. તેમાં જવલનદેવ જે ચિતવે, તેવાં રૂપ વિક્ર્વી શકે છે, જ્યારે બીજા દેવને વિપરીત રૂપે થતાં હતાં. ગૌતમ ભગવંત આ વૃત્તાન્ત જાણતા હોવા છતાં પણ ન જાણનારને પ્રતિબોધ કરવા માટે ભગવંતને પૂછતા હતા કે, “ક્યા કારણથી એકને વિપરીત રૂપ થાય છે. ભગવંતે કહ્યું કે, પૂર્વજન્મમાં તેણે માયા-કપટ કરેલાં હતાં, તેનાથી ઉપાર્જન કરેલા કર્મના કારણે તેમ થાય છે, પૂર્વજન્મ સંબંધી સમગ્ર વૃત્તાન્ત જણાવ્યા. તે કર્મને ભયંકર અનુગમ-પાછળ પાછળ કર્મનું આવવાનું થવારૂપ અનુબંધ તેને થશે. તે સાંભળીને અનેક પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા અને વિષધરની વાંકી ગતિ-વિષના વેગ સમાન વિષમ એવા કપટના દોષોથી અનેક લોકો પાછા હઠવા. (૨૬). સંગ્રહગાથાને અક્ષરાર્થ-હુતાશન અને જવલનશિખા નામના પતિ-પત્ની હતાં. જવલન અને દહન નામના તેમના બે પુત્રો હતા. આ ચાર માણસોના કુટુંબને પાટલિપુત્ર નગરમાં ધમશેષ ગુરુ પાસે ભવ-વૈરાગ્ય પ્રાપ્ત થયો અને તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી, તેમની શક્તિ અનુસાર અનશનાદિક તપ અને સમગ્ર સાધુ-સામાચારી સેવતા હતા. બે ભાઈઓમાં જે પ્રથમ જવલન નામને હતું, તે સરલાશય હતો અને સભ્ય પ્રકારે યથાર્થ તપ-પ્રત્રજ્યા કરતો હતો. જ્યારે દહન નામનો બીજો માયાવી હતો. પડિલેહણા, પ્રમાર્જનાદિ સામાચારી જવલનની જેમ કરતો હતો. તેથી શું? તો કે-“હમણાં હું આવું છું” વગેરે કબૂલ કરીને પણ માયાસ્થાન વગેરે સેવન કરીને બીજા મોટાભાઈને ઠગતે હતા. શું અનુપયોગથી ઠગતો હતો ? તેના સમાધાનમાં જણાવે છે કેત્રીજા કષાયરૂપ માયા-પ્રપંચ, ક્રિયા સંબંધી માયા કરતો હતો, નહિં કે પદાર્થ–પ્રજ્ઞાપનાદિ વિષયક માયા. એ પ્રમાણે ક્રિયા-વંચન પણે ઘણે ભાગે તેને સમય પસાર થતો હતો. છેડે દ્રવ્ય-ભાવથી દુર્બળ કરવા લક્ષણ સંલેખના બંનેએ કરી. ત્યાર પછી સૌધર્મ દેવલોકમાં બંને ગયા, બંને ભાઈઓ અત્યંતર પર્ષદામાં પાંચ પલ્યોપમના આયુષ્યવાળા મહર્થિક દેવ થયા. કેઈક સમયે આમલક૯પા નામની નગરીમાં આમ્રશાલ વનમાં મહાવીર ભગવંતનું સમવસરણ થયેલું હતું, ત્યાં અને વંદના માટે આવેલા હતા. નાટકવિધિ બતાવતાં તેઓને વિપર્યાસ થયો. કેવી રીતે ? તો કે “સ્ત્રી, પુરુષ વગેરે પણ રૂ૫ વિકુવશ” એમ ચિંતવતાં એક જવલનદેવને ઈચ્છા પ્રમાણે રૂપ થતું હતું. જ્યારે બીજા દહનને ચિંતવેલા રૂપ કરતાં પ્રતિકુલ રૂપ થતું હતું. ત્યારે ગૌતમ ભગવંતે આ સ્વરૂપ પોતે જાણતા હોવા છતાં પર્ષદાના બેધ માટે પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! ઉલટું કેમ થયું?” ભગવંતે પ્રરૂપણું કરી કે, આ ક્રિયાવિષયક ઠગવાને અપરાધ કર્યો હતે. આગલા ભવની ચારિત્રની ક્રિયામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy