SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ સંગ્રહમાંથી જાણી લેવી. પ્રશ્ન-શ્રી આવશ્યકશૂર્ણિનાતે પાઠમાં “નિવૃત્તિ હોય ત્યારે દરેક વખતે સામાયિક કરે” એમ કહ્યું છે, તે જ્યારે નિવ્યાપારિતા અદ્ધ ઘડી કે એક ઘડી જેટલી જ હોય, બે ઘડી જેટલી ન હોય ત્યારે ગાવાનચÉ qgવાલા” એ પચકખાણથી જઘન્યથી પણ જે “બે ઘડી સામાયિક તે હોવું જ જોઈએ. તે વાત કેવી રીતે સંગત થઈ શકે? ઉત્તર:-કહેવું ઠીક છે. તેવી અલ્પનિવૃત્તિ પ્રસંગે શ્રાવક સામાયિક દંડકના ઉચ્ચાર વગેરે વિના જ અદ્ધ ઘડી કે એક એક ઘઠી પર્યત સમતાભાવમાં પ્રવર્તે બે ઘડીનાં સામાયિકનું એમ સંભવે છે. આ બાબતમાં વિશેષ તત્વ તે બહુશ્રુતગમ્ય છે. મહાન ફલ. તથા તેવા તે બે ઘડીનાં સામાયિકનું ફલ શાસ્ત્રકારો જણાવે છે કે-એક માણસ લાખ ખાંડિ સુવર્ણનું દાન કરે અને બીજો માણસ સામાયિક કરે તેમાં દાન કરવાવાળા સામાયિકનાં ફલને પહોંચે નહિ. ૧ સમભાવે સામાયિક કરતો શ્રાવક, બે ઘડીનાં સામાયિકમાં બાણું ક્રેડ-ઓગણસાઠ લાખ-પચીસહજાર-નવસે પચીસ પલ્યોપમ અને એક પલ્યોપમના નવ ભાગ કરી તેમાંના આઠ ભાગ અને નવમા ભાગના પુન: ૭ ભાગ કરીએ તેમને ૧ ભાગ [૯૨૫૯૨૫૯૨૫ ૬૩] એટલા પોપમનું દેવનું આયુષ્ય બાંધે. કોડે જન્મ સુધી તીવ્ર તપ તપતે જીવ જે કર્મ ન ખપાવે તે કર્મ સામાયિકમાં-સમભાવમાં રહેલ જીવ અડધા ક્ષણમાં ખપાવે છે. પરથી જે કોઈ આત્મા મુક્તિ પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વ સામાયિકના મહા મ્યથી મુક્તિભાગી બન્યા છે, એમ જાણવું. પા હોમ, દાન કે તપ કર્યા વિના અને કાંઈ મૂલ્ય આપ્યા વિના માત્ર સમતાથી જ ખરીદેલી એ નિવૃત્તિ=શિવગતિ કેવી આશ્ચર્યજનક છે? Hદા ઈતિ વંદિત્ત સૂત્રની ૨૭મી ગાથાને અર્થ સંપૂર્ણ. ારા આ વ્રતને વિષે શ્રેષ્ઠીપુત્ર ધનમિત્રનું દષ્ટાંત આ પ્રમાણે ૯ મા સામાયિકવ્રત વિષે શ્રેષ્ઠીપુત્ર ધનમિત્રનું સુંદર દષ્ટાંત આ પૃથ્વીને વિષે અનર્થના સમૂહ ઉપજાવનાર શસ્ત્રની માફક નહિ, પરંતુ શાસ્ત્રની માફક મહાન અર્થો પદાર્થોને ધારણ કરવાવાળું ઉત્તમ સાથિંક=સથવારા જેવું સ્વસ્તિકપુર નામે નગર હતું. આ તે નગરમાં શત્રુસમૂહને વશ કરનાર અરવિંદ નામે રાજા હતા. જે રાજા ઋદ્ધિમાં ઈ જેવો અને મહત્તામાં મેરૂ જે હતે. રા તે રાજાને પ્રતાપરૂપી પ્રદીપ, શત્રુઓને પતંગનું સ્થાન આપતો હતે. છતાં આશ્ચર્ય એ હતું કે-શત્રુની સ્ત્રીઓનાં અથજલથી તેઓને અધિક બાળતો હતો ! હા તે રાજાને ઇંદ્રની જેમ મદનમમાં પ્રમુખ આઠ પ્રસિદ્ધ પટ્ટરાણીઓ અને બીજી પાંચસે. રાણીઓ હતી. 18ા અનેક ઉપાય કરવા છતાં એકપણ પુત્ર નહિ થવાથી તે રાજા, રાજ્યઋદ્ધિને ઈશુના સાંઠાની જેમ નિષ્ફળ માનવા લાગ્યા. પણ તે નગરમાં એક વિશિષ્ટ નામે શ્રેષ્ઠીને “જાણે બીજે ધનદ કુબેર હોય તે ધનદ નામે પુત્ર રહે છે. જેની પાસે સે ક્રોડ તે સેનૈયા જ હતા. ! uદા જૈનધર્મને વિષે દઢ અનુરાગી એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy