SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ ખેતી, વાહનવ્યવહાર, વેપાર-ઉદ્યોગના વિકાસ સરળ બને, જ્યારે પહાડી વિસ્તારમાં આ માટે કુદરતે અનેક પ્રતિકૂળતાએ ઊભી કરી છે. ઉત્તમ પ્રકારનું ભૌગોલિક સ્થાન, વિશિષ્ટ જીવનતરાહ નિર્માણ કરવામાં એક મહત્ત્વનું પરિબળ ખની રહે છે, જ્યારે પ્રતિકૂળ ભૌગેાલિક સ્થાન આર્થિક વિકાસમાં અવરાધ રૂપ નીવડે છે. વિવિધ પ્રકારની આબેહવાને લીધે માનવ સંસ્કૃતિના વિકાસ પણ ભિન્ન ભિન્ન થયા છે. ટૂંકમાં આ બધાં ઉપરથી એમ કહી શકાય કે ભૌગોલિક પરિખળા જ કુદરતવાદના મુખ્ય આધારસ્ત ંભ બની રહે છે. (૩) પ્રાચીન વિચારસરણીઃ પ્રાચીન સમયના ગ્રીક વિદ્યાના કુદરતવાદ માટે ટેકા સમાન છે. માનવીના વાતાવરણ જેરુ ગાઢ સંબંધ છે, અને માનવી કુદરતી પરિબળાથી કદાપિ બચી શકતા નથી, વાસ્તવમાં માનવી પ્રાકૃતિક વાતાવરણના દાસ છે, જે વાતાવરણને અનુકૂળ પાતાનુ જીવન બનાવે છે. પ્રાકૃતિક વાતાવરણનું ઉલ્લંઘન કરવાથી તેના વિનાશ સાય છે. હિપેાક્રેટસે એશિયાના ભાગવિલાસી અને આરામદાયક જીવન માટે વાતાવરણને જ માન્યું' છે, પર`તુ યુરોપમાં વાતાવરણ જીવન માટે ઘણુ. જ કઠિન છે, જ્યાં માનવીને સખત પ્રયત્ન કરવા પડે છે. જવામદાર હિરાડાટસે મિસરની સંસ્કૃતિના વિકાસ માટે પ્રાકૃતિક પરિસ્થિતિને જ જવાખદાર ગણાવી છે. મિસરની ઉપજાઉ માટી, નાઈલ નદીનુ' પાણી, સ્વચ્છ આકાશ વગેરેએ ત્યાં ઝડપી વિકાસ કરવાની શકયતા ઊભી કરી, તેવી જ રીતે રસ્તે એ પણ એશિયા અને યુરોપના માનવીના માનસિક ગુણાના તફાવત માટે વિભિન્ન પ્રકારનું પ્રાકૃતિક વાતાવરણ ક્રાણુ રૂપ જણાવ્યું છે. તેણે તેના ‘રાજનીતિ ’ પુસ્તકમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે યુરોપના ઠ'ડા પ્રદેશના વિસ્તારમાં લેાકેા ચાક્કસ બહાદુર હોય છે, પરંતુ વિચાર અને નિર્માણુ કળાની ખાખતમાં નિધન હોય છે. બીજી ખાજુ એશિયાવાસીઓ વિચારશીલ અને ચતુર હોય છે, પરંતુ તેમનામાં કામ કરવાની તમન્નાના અભાવ જોવા મળે છે. ફ્યુસિડાઇસે પણ યુનાનની સંસ્કૃતિના વિકાસ માટે ત્યાંના વાતાવરણને જ જવાબદાર માન્યું છે. ܕ પ્રાચીન સમયના મહાન ભગેાળવેત્તા મા રામન રાજ્યની ચડતી અને પડતી માટે દેશના આકાર, ઊંચાઈ, Jain Education Intemational વિશ્વની અસ્મિતા આમેહવા વગેરેને જવાબદાર ગણાવે છે. એરિસ્ટોટલ પણ યુરોપ કરતાં એશિયાના લેાકેા આળસુ અને સતાષી જીવન જીવનારાં ગણાવે છે. કારણ કે યુરોપમાં પ્રાકૃતિક પરિબળાની અસર વધુ વર્તાય છે. ટૂંકમાં પ્રાચીન સમયમાં માનવીના જીવન પર વાતાવરણની અસર પ્રત્યક્ષ વર્તાય છે તે દરેકનુ... વિષયવસ્તુ છે. (૪) મધ્યયુગની વિચારસરણીઃ ફ્રેન્ચ ભૂગેાળવેત્તા જિન બેોડિન જણાવે છે કે ઉત્તર તેમ જ દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં વસતા લેાકેા ‘િમતવાન, ઘાતકી અને સાહસિક હોય છે. એના માટે તે ભૌગોલિક પરિસ્થિતિને જ જવાબદાર માને છે. આનાથી વિરુદ્ધ ઉષ્ણ કટિખંધના પ્રદેશમાં રહેતાં માનવીએ ધ્રુવ પ્રદેશના જેવાં વિશેષ લક્ષા જોવા મળે છે. માનવી જેવા નહીં, પરંતુ સાહિષ્ણુતા, માનવતા વગેરે તેના પછી માન્ચેસ્કયુ પણ લગભગ ડીન પ્રકારના વિચારને જ ટેકા આપે છે. માનવીના જીવનના ઘડતર માટે તેએ આખેડુવા અને જમીનના સહારો લે છે. આમેાહવા અને જમીન પ્રમાણે માનવી પોતાનુ જીવન મનાવે છે. ભારત જેવા ગરમ દેશની આમાહવાવાળા પ્રદેશમાં ગંગા-બ્રહ્મપુત્રા-સતલજના મેદાનની ફળદ્રુપ જમીનમાં વસતા લેાકેા આળસુ, ધર્મપ્રિય, સંતાષી બન્યા છે. કારણ કે દેશની ગરમ આબેહવા માનવીની કાર્ય - શક્તિમાં ઘટાડો કરે છે. નીચેનાં ફળદ્રુપ કાંપનાં મેદાનમાં એછી મહેનતે પાક ઉત્પન્ન થાય છે, જેથી નવરાશના સમય પણ વિશેષ રહેતા હોવાથી ભારતવાસીએ સદીએથી ધમપ્રિય બન્યા છે. આ રીતે ભૌગાલિક પરિસ્થિતિ અનુસાર માનવજીવન ઘડાય છે તેમ આ સમય દરમ્યાન દરેક ભૂગાળવેત્તા માનવા તૈયાર છે, પણ તેમની આ બધી માન્યતાઓ અને ક્ષક્ષણેાના અભ્યાસ સામાન્ય ગણી શકાય. પેાતાના કેટલાક અનુભવા ઉપથી તારણા દર્શાવવા પ્રયત્ન કર્યો છે. વળી આ સમયે ઇતિહાસકારા અને રાજ્યશાસ્ત્રીએ ભૂગેાળવેત્તા કરતાં આ પ્રકારની તારણ શક્તિ દર્શાવવામાં વધુ જાગૃત હતા. આ સમય દરમ્યાન હજી ભૂંગાળનું જ્ઞાન સૈદ્ધાંતિક રીતે બહાર નહોતુ. આથ્યું, તેમ જ જે જ્ઞાન હતું તે બધુ' જ વર્ણનાત્મક જ હતુ. આ સમયે ભૂગળવેત્તાઓના સંશાધનના માનવ અને કુદરત વચ્ચેના સબ`ધ સ્પષ્ટ ન હતા, તેમ છતાં કેટલાકે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy