SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા નિ તેઓએ તેમના વતન ધાનેરામાં તેમના બંગલાઓ બાંધવાનો નવીન વિચાર આજથી ૩૦ વર્ષ પહેલાં વહેતો મૂક્યો હતો. અને આ રીતે પારસ કો. ઓ. ઘઉસિંગ સોસાયટી અસ્તિત્વમાં આવેલ, જેના તેઓ પ્રમુખ હતા. તેઓ ફક્ત ધાનેરાની જ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ન હતા પણ બનાસકાંઠા જિલ્લાનાં નગરો જેવાકે ખીમત, ડીસા, પાલનપુર વગેરે નગરોની સંસ્થાઓ સાથે પા જોડાયેલા હતા. તેઓએ બનાસકાંઠા જીલ્લામાં બહોળા પ્રમાણમાં સામાજિક સેવાઓ કરેલ છે. તેઓ પાલનપુર સમાજકેન્દ્ર, આત્માનંદ જૈનસભા, માટુંગા ગુજરાતી ક્લબ, ઓમ યાલક્ષ્મી કો. સૌ. અને લોનાવાલા કો.ઓ.હા.સો.લિ.ના પ્રમુખ હતા. તેઓ માનવસેવા સંઘ અને એમ. પી. કોલેજ ઓફ ગર્લ્સ (એસ.એન.ડી.ટી.)ના ઉપપ્રમુખ હતા ઉપરાંત બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેઓ ઇ. સ. ૧૯૬૮માં 'રોટરી ક્લબમાં જોડાયા અને ૧૯૮૮૮૯ની સાલમાં પ્રમુખ તરીકે નીમાયા હતા. તેઓ ‘જાયન્ટ ગ્રુપ સોફ સાયન' અને ઉત્તર ગુજરાત સોશ્યલ ગ્રુપ'ના પ્રમુખ હતા. તેઓ સક્રિય રીતે ધી ઇન્ડિયન વેજીટેરિયન કોંગ્રેસ, ઇન્ડિયન કાઉન્સીલ ઓફ સોશ્યલ વેલ્ફેર, ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને શ્રી માટુંગા ગુજરાતી સેવા મંડળ સાથે જોડાયેલા હતા. શૈક્ષણિક કાર્યોમાં તેમણે સ્કૂલ અને કોલેજો બંધાવવામાં મદદ કરીને ફાળો આપેલ છે. તેઓ સક્રિય રીતે શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, એસ.એ. જૈન કોલેજ ઓફ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સૌસાયટી અને શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ-પાલીતાણા સાથે સંકળાયેલા હતા. સવાણી સભાગૃહ (માનવસેવા સંધ દ્વારા બનાવેલ ઓડિટોરિયમ) તેમની કાર્યશીલતાના તેમજ સામાજિક કાર્યોના જીવંત સ્મારક તરીકે યાદગાર બન્યું છે. તેમણે જુદી જુદી ધાર્મિક અને સખાવતી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપેલ છે. તેમનું યોગદાન, ભોજનશાળા, ધર્મશાળાદિ માટે, મકાન બાંધવા અંગે, શંખેશ્વર, મહેસાણા, નાગેશ્વર, અંબાલા વગેરે સ્થાનોમાં અંક્તિ થયેલ છે. તેઓ પ્રતિતિ જૈન સંસ્થાઓ જેવી કે ભારત જૈન સ્મારક શિક્ષણ નિધિ, શ્રી આત્માનંદ જૈન સભા અને મહારાષ્ટ્ર જૈન વિદ્યાભવન સાથે સંકળાયેલા હતા. ઇ. સ. ૧૯૭૭માં તેઓએ પ∞ યાત્રિકો સહિત સ્પેશ્યલ ટ્રેઈન દ્વારા ઉત્તર, પૂર્વ અને પશ્ચિમમાં આવેલા જૈન ધાર્મિક તીર્થોના ૪૦ દિવસ લાંબા યાત્રાપ્રવાસનું આયોજન કરેલુ હતું. તેમની અનેકવિધ સેવાની કદરરૂપે ઇ. સ. ૧૯૭૦માં મહારાષ્ટ્ર સરકારે તેમને જસ્ટીસ ઓફ પીસ' અને પછી “સ્પેશ્યઅલ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ (એસ.ઈ.એમ.) તરીકે નિમણૂંક કરી હતી. તેમને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં તેમની સેવાની કદરરૂપે ઇ. સ. ૧૯૮૫માં ઉદ્યોગ રત્ન' તેમજ ઇ. સ. ૧૯૮૬માં શિરોમણિ Jain Education International toot એવોર્ડ’ ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રી ગ્યાની ઝૈલસિંહના હસ્તે અર્પણ કરવામાં આવેલ હતો. ઇ. સ. ૧૯૮૯માં નહેરુ સેનેટરી એક્સલન્સ એવોર્ડ અને ઈ. સ. ૧૯૯૧માં ગ્લોરી ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો. વિશાળ હૃદય તથા ઉત્તમ ગુણોના કારણે જ્ઞાતિ તથા સમાજમાં તેઓ એક અજોડ વ્યક્તિ તરીકે ઉપસી આવ્યા છે. જરૂરિયાતમંદ તેમજ યોગ્ય વ્યક્તિને મદદ કરવાના કારણે તેઓ સમાજના બધા વર્ગોમાં સન્માનીય બન્યા હતા. અંતે લાંબી બિમારી બાદ તા. ૧૨ જૂન ૧૯૯૩ના રોજ આ ઝળહળતો તારો ખરી પડતાં જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી. તેમને વ્યાપારિક, સામાજિક તથા સખાવતી ત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ મરણોત્તર “માનવ સેવા પુરસ્કાર" પણ આપવામાં આવ્યો હતો. જૈન સમાજનું ગૌરવ શેઠ શ્રી રતિલાલ મણિલાલ નાણાવટી ગરવી ગુજરાતની પુણ્યભૂમિમાં અનેક નવરત્નોએ જન્મ લઈ જીવન ધન્ય બનાવ્યું છે. તેમાંના એક શ્રી રતિલાલ મણિલાલ નાણાવટીએ અમદાવાદના એક સુશિક્ષિત અને સંસ્કારી કુટુંબમાં જન્મ લઈ તેનો સુંદર વારસો જાળવી રાખ્યો છે. તેમના પિતામહ ૉ. બાલાભાઈ નાણાવટી લાંબી સર્વિસ પછી વડોદરા રાજ્યના ચીફ મેડીકલ ઓફિસર નિમાયા હતા અને છેલ્લે છેલ્લે એમણે વડોદરા નરેશ સ્વ. શ્રી સયાજીરાવ ગાયકવાડના અંગત સિરિયન તરીકે સેવા બજાવી હતી. શ્રીમંત સરકારે તેમને ‘રાજ્યરત્ન’નો સુવર્ણચંદ્રક એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું. તેમના જીવનમાં તેઓએ તવંગર કે ગરીબના કોઈપણ ભેદભાવ વગ૨ ૮૯ વર્ષની ઉંમર સુધી પીડિત અને દુઃખી જનતાની અનન્ય કર્તવ્યબુદ્ધિથી સેવા આપી હતી. શ્રી રતિભાઈના પિતાશ્રી સર મહિલાલ નાણાવટી જેઓ માત્ર ગુજરાતના જ નહિં પરંતુ સમગ્ર ભારતના ગૌરવસમા ગુજરાતી હતા. તેઓથી વડોદરા રાજ્યના નાયબ દીવાન બનેલા. સ્વ. શ્રી સયાજીરાવ ગાયકવાડે તેઓશ્રીને “અરુણાદિત્ય”નો ઇલ્કાબ અર્પણ કર્યો હતો. ત્યારબાદ તેઓ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર થયા. આણંદની સરદાર વલ્લભભાઈ પટેલ વિધાપીઠે તેમને ડૉક્ટર ઓફ લોઝની માનદ્ પદવી એનાયત કરી હતી. તેઓ ૯૦ વર્ષની ઉંમર સુધી યોગસાધના અને સંયમી જીવનથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ગાળીને તા. ૨૯-૭-૬૯ના દિને દેવલોક પામ્યા. શ્રી રતિભાઈનો જન્મ વડોદરા પાસે વસો ગામે થયો હતો. તેઓશ્રીએ પોતાનું શિક્ષણ વર્ષેદરામાં જ લીધું હતું. વ્યાપારક્ષેત્રે મુંબઈમાં, ઇ. સ. ૧૯૨૧માં રંગ, કેમિકલ્સ અને સ્ટોર્સના વેપાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy