SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૨ યુદ્ધ મોરચે જઈને નેતાજી સુભાષચંદ્ર બોઝની ખાઝાદ હિંદ ફોજની પ્રવૃત્તિ અંગેની દસ્તાવેજી ઐતિહાસિક સામગ્રી એકઠી કરી જાનના જોખમે ભારતમાં લાવી દીધી તે છે. શ્રી અમૃતલાલ શેઠ એમની સાડાત્રણ દાયકાની કામગીરી પત્રકારિત્વના ક્ષેત્રે વીતાવી હતી. તેમના તીખા તમતમતા લેખોનો સંગ્રહ '‘અંતરનાદ'' નામે પુસ્તકમાં પ્રકાશિત થયેલો છે. (તમારે શું સિદ્ધિના શિખરે પહોંચવું છે. પુસ્તકની નોંધમાંથી) શ્રી મીનુ બરજોરજી દેસાઈ તા. ૧-૭-૧૯૧૯ ના રોજ નવસારી મુકામે જન્મેલા આ મહામનાએ કિશોરવયથી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો. ઇ. સ. ૧૯૪૨ની ક્વીટ ઇન્ડિયા' ચળવળમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો હતો. ‘મુંબઈ સમાચાર'માં જોડાયા તે અગાઉ તેઓ ‘મુંબઈ વર્તમાન'માં સહતંત્રી હતા. ત્યાર પછી તેમણે ‘સાંજ વર્તમાન' માસિક અને વાર્ષિકના તંત્રી તરીકેની કામગીરી બજાવી હતી. તા. ૧-૩-૧૯૬૧ના ‘મુંબઈ સમાચાર'ના જન્મદિનના રોજથી તેઓ સમાચારના તંત્રી તરીકે નિમાયા. સરકારી આમંત્રણથી તેઓશ્રી યુરોપ, પશ્ચિમ જર્મની, સિંગાપુર, મોરેશિયસ ગયા હતા. સંખ્યાબંધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. સાહિત્ય ક્ષેત્રે તેમનો ફાળો ગણનાપાત્ર છે. તેમણે ચોવીસ જેટલાં પુસ્તકો લખ્યાં છે જેમાંથી ‘ગાંધી બાપુ' પુસ્તક માટે ભારત સરકાર તરફથી અને વિદ્યાર્થી નાટિકાઓ' માટે ગુજરાત સાર તરફથી પારિતોષિકો એનાયત થયાં હતાં. શ્રી મીનુ દેસાઈ નિર્મોહી, સિદ્ધાંતવાદી, કામઢા કિંતુ શરમાળ વિરલ વ્યક્તિ હતા. મુંબઈ સમાચાર સ્મૃતિ ગ્રંથના આધારે) કામગીરીમાં કડક પણ હદયે મૃદુ શ્રી સોરાબજી કાપડિયા ગુજરાતી ભાષાના જુનામાં જુના અખબાર ‘મુંબઈ સમાચાર'ના એક વેળાના તંત્રી સોરાબજી પાલન કાપડિયાનો જન્મ ઇ.સ. ૧૮૮૦ના મે માસની ૩મી તારીખે થયો હતો. સતરઅઢાર વર્ષની વયે તેઓ વ્યવસાયમાં જોડાઈ ગયા. પ્રારંભે નવ-દસ વરસ ‘અખબારે સૌદાગર'નામક અખબારમાં વિવિધ કામગીરી બજાવીને ઇ.સ. ૧૯૦૭માં 'સાંજ વર્તમાન પત્રમાં ઉપ-તંત્રી તરીકે જોડાયા. પંદર વર્ષ ત્યાં કામ કર્યા પછી ઇ.સ. ૧૯૨૧માં તેઓશ્રી ‘મુંબઈ સમાચાર’માં જોડાયા અને જીંદગીના અંત સુધી રહીને Jain Education International બૃહદ્ ગુજરાત અખબારી આલમની અવિસ્મરણીય સેવા બજાવી. તા. ૭મી એપ્રિલ ૧૯૬૧ સુધી જીવનના અંત પર્યંત ‘મુંબઈ સમાચાર' પત્ર સાથે સંકળાયેલા હતા. તેઓ શ્રીએ અખબારી વ્યવસાયમાં રિપોર્ટરથી માંડીને તંત્રી તરીકેની સઘળી જવાબદારી સંભાળી હતી.. કામગીરીમાં કંડક પણ હૃદયથી કદ તેવા શ્રી સોરાબજી કાપડિયા પ્રેરણાનાં પુષ્પોનો પમરાટ પ્રસરાવી ગયા છે. (મુંબઈ સમાચાર સ્મૃતિ ગ્રંથના આધારે) સરળ સ્વભાવી શ્રી શાંતિકુમાર જયશંકર ભટ્ટ સંસ્કૃત ભાષા પરત્વેનું પ્રભુત્વ, યોગ પરત્વેની અપૂર્વ ચાહના અને સતત સાધના તથા જીવદયા પ્રેમી શ્રી શાંતિકુમાર જયશંકર ભટ્ટનો જન્મ અમદાવાદ મુકામે તા. ૧૯-૩-૧૯૨૧ના રોજ થયો હતો. ઇ.સ. ૧૯૬૧માં તેઓએ ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિકનું તંત્રીપદ સંભાળ્યું તે અગાઉ તેમણે સમાચાર પત્રમાં સહાયક તંત્રી તરીકેની કામગીરી બજાવી હતી. તેણે સાહિત્યરત્નની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ શ્રી બ્રિટીશ સરકારના આમંત્રણથી એક પત્રકાર તરીકે ઇ.સ. ૧૯૭૦માં યુરોપના પ્રવાસે ગયા હતા. સરળ સ્વભાવી અને સેવાભાવી શ્રી શાંતિકુમાર ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈની સૂચનાથી પ્રભાસ પાટણના સોમનાથ મંદિરની વહીવટી કામગીરી માટે કેટલોક સમય ત્યાં જઈને રહ્યા હતા. અને અપ્રતિમ કાર્યવાી બજાવી હતી. તેઓશ્રીએ દસથી વધુ પુસ્તકો લખ્યાં છે. જેમાં પ્રાણાયામ ત્યા વૈજ્ઞાનિક દૃષ્ટિએ વૃદ્ધાવસ્થા ખાસ નોંધનીય છે. તેઓ એમ. એ., એલ. એલ. બી. સાહિત્યરત્ન ઉપરાંત ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ યોગના યોગાચાર્ય તથા સાયન્ટિફિક યોગ સેન્ટર વડોદરાના અધ્યક્ષ છે. વૃદ્ધોની સમસ્યાઓના નિરાકરણમાં તેઓ સક્રિય સહાય કરતા આવ્યા છે. વૃદ્ધો માટે યોગના ખાસના વર્ગો પણ ચલાવ્યા છે. કવિલેખક અને વિશિષ્ટ યોગાચાર્ય તથા જીવદયા પ્રેમી તરીકેનું તેમનું નિર્મળ અને સાદું જીવન પ્રશંસનીય છે. શ્રી અમૃત ગંગર શ્રી અમૃત ભવાનજી ગંગરનો જન્મ કચ્છના છરારા ગામે ઇ. સ. ૧૯૪૯ના એપ્રિલની ૨૯ મી તારીખે થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પછી તેઓ મુંબઈ યુનિ.માંથી સ્નાતક થયા. ઇ.સ. ૧૯૭૪-૧૯૯૧ દરમિયાન તેમણે લાર્સન એન્ટ ટુબ્રોમાં કામ કર્યું. એ અરસામાં જ ફિલ્મ સોસાયટીની ચળવળમાં સક્રિય રસ લેવા લાગ્યા. સ્ક્રિન યુનિટ ફિલ્મ સોસાયટી અને ફેડરેશન ઓફ ફિલ્મ સોસાયટીના પશ્ચિમ વિભાગના મંત્રી પદે તેઓ રહી ચૂક્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy