SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ કવિશ્રી ખબરદારની પ્રખ્યાત કાવ્યપંક્તિ- જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'ની ભાવના અને ગુજરાતના સપૂત કનૈયાલાલ મુનશીએ આપેલા ‘ગુજરાતની અસ્મિતા'ના ખ્યાલને ચરિતાર્થ કરતી, દેશ-વિદેશના ગુજરાતીઓ માટેની પોતાની સંસ્થા એટલે ‘વિશ્વગુર્જરી’. આમ જુઓ તો વિશ્વગુર્જરીની કલ્પના કોઈ નવી વાત નથી. છેલ્લી ત્રણ સદીમાંથી ગુજરાતમાંથી દેશ-વિદેશમાં હજારોની અને હવે લાખોની સંખ્યામાં ગુજરાતીઓ જઈને વસ્યા છે તેમને ધ્યાનમાં રાખીને મુ. શ્રી વિનોદચંદ્ર ભાઈ સી. શાહે ઉપરોક્ત ખ્યાલોને સંસ્થાકીય રીતે મૂર્ત સ્વરૂપ આપવાનું નક્કી કર્યું અને તે માટે ઇ. સ. ૧૯૩૦ થી ૧૯૭૧ સુધી ગુજરાતના રાજકારણમાં સક્રિય રહ્યા પછી એ ના. ૧-૫-૧૯૭૨. વિશ્વગુર્જરીની સ્થાપના કરી, સંસ્થાની પૂર્વભૂમિકા જોઈએ તો ખ્યાલ આવશે કે ઇ. સ. ૧૯૬૭ થી ૧૯૭૧ ના ગાળામાં વિનોદચંદ્રભાઈ ગુજરાત રાજ્યના મંત્રીમંડળ સંસદીય સચિવ અને નાયબ પ્રધાન તરીકે રહ્યા તે દરમિયાન બર્માથી જેમને ગુજરાત પાછા ફરવું પડ્યું તેવા ગુજરાતીઓના પ્રશ્નો અંગે તેમના સંપર્કમાં આવવાનું થતાં વિનોદચંદ્રભાઈના મનમાં ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને વતનભૂમિ ગુજરાત સાથે સાંકળતી સંસ્થા ઘરઆંગણે રચવાનો સંકલ્પ ર્યો. જેથી પહેલી મે, ૧૯૭૨ના રોજ અમદાવાદમાં 'વિશ્વગુર્જરી' સંસ્થા સ્થપાઈ. તેમની જ નિશ્રામાં પ્રાદેશિક, ભારતીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિભાસંપન્ન ગુજરાતીઓને વિશ્વગુર્જરી એવોર્ડ અર્પણ કરવાથી ગુજરાતનું ગુણિયલપણું શોભી ઊઠ્યું છે. ઇ. સ. ૧૯૯૮ની ૧૨મી જુલાઈએ તેઓએ વિશ્વગુર્જરીના પ્રમુખ તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. આ જ સંસ્થાનો નિલેનીયમ એવોર્ડ' તેમને આપીને તેમણે કરેલા કાર્યની કદર થઈ, ત્યારબાદ ૮૯ વર્ષની જૈફ વયે તા. ૧૬-૩-૨૦૦૧ના રોજ તેમનું અવસાન થયું. ‘વિશ્વગુર્જરી’ની સ્થાપનાને માંડ ત્રણ મહિના થયા હશે તે ગાળામાં ઓગષ્ટ ૧૯૭૨માં, યુગાન્ડાના સરમુખત્યાર ઇદી અમીને કરેલી હકાલપટ્ટીનો ભોગ બનીને લગભગ ૪૦૦૦ ગુજરાતીઓ વતનભૂમિમાં પાછા ફર્યા તે પૈકીની પ્રથમ સ્ટીમર મુંબઈમાં લાંગરી તે પ્રસંગે વિશ્વગુર્જરીના પ્રમુખ તરીકે વિનોદચંદ્રભાઈ શાહ તથા સંસ્થાના મંત્રી તેમને આવકારવા અને હૂંફ આપવા મુંબઈ પહોંચી ગયા. પુનર્વસવાટના કાર્યમાં તથા નોકરી-ધંધામાં સ્થિર થવામાં, લોન આપવામાં, યુગાન્ડાની બેંકમાં સલવાઈ ગયેલાં નાણાં પરત મેળવવામાં, અમદાવાદમાં યુગાન્ડાપાર્ક નામની વસાહત ઊભી કરવામાં મદદ કરી. સંજોગો બદલાતાં ગુજરાતી ભારતીઓને પુનઃ યુગાન્ડા પાછા ફરવામાં પણ મદદ કરી. બર્મા, યુગાન્ડાની માફક સીર (કોંગો)માંથી, ગલ્લયુદ્ધને કારણે કુવૈતથી પાછા ફરેલા ગુજરાતીઓને પુનર્વસવાટ અને માર્ગદર્શનમાં સંસ્થા દ્વારા યોગ્ય મદદ કરવામાં આવી. Jain Education International બૃહદ્ ગુજરાત ભારતમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓ અને તેમનાં સંતાનોને ગુજરાત દર્શન કરાવવાની યોજનાના પ્રયોગરૂપે 'ઘૂમીએ ગુજરાત'નો પર્યટન પ્રોજેક્ટ રજૂ કર્યો. પિરાજી સાગરા, ગુલામ શેખ, અમીત અંબાલાલ, ખોડીદાસ પરમાર વગેરે ગુજરાતના ૭૧ જેટલા અગ્રીમ ચિત્રકારોની ચિત્રકલાની ચિત્રકૃતિઓનું મૃદ્ધપ્રદર્શન ઇ. સ. ૧૯૩૦માં મુંબઈ ખાતે યોજયું. ગુજરાતન ઉત્તમ સાહિત્ય કૃતિઓનાં પ્રકાશન અને નવોદિત લેખકોને ઉત્તેજન આપવાનો અભિગમ પણ સંસ્થાએ અપનાવ્યો હતો. ગુજરાતની જીવાદોરી સમી નર્મદા યોજના અંગે, સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ની ડિપોઝીટ યોજનામાં નાણાં એકત્ર કરવામાં વિશ્વગુર્જરીએ સહયોગ આપ્યો છે. અંબિકા કોમ્પ્યુટર સેન્ટર અને ઉચ્ચ શિક્ષણ માટેની લોન સ્કોલરશીપ યોજનાનો પ્રારંભ કેનેડાનિવાસી દાનવીર શેઠ થી કાલીદાસ ઝીણાભાઈ દેવાની મદદથી થયો. કવિશ્રી ઉમાશંકર જોષીની પ્રેરણાથી ગુજરાતી ભાષામાં સમૂહમાં ગાઈ શકાય તેવી કૃતિઓ - નર્મદ, નાનાલાલ, ખબરદાર, ઉમાશંકર જોષી, સુંદરમ્, અવિનાશ વ્યાસ વગેરે-ની પ્રથમ ઓડિયો કેસેટ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી', ત્યાર પછી રાષ્ટ્રીય પર્વોને લગતાં ગીતોની દ્વિતીય શ્રેણી, ગુજરાતના સામાજિક પર્વોને લગતી કેસેટની ત્રીજી શ્રેણી, ‘ચલી ચલી રે પતંગ’ આ સંસ્થાએ બહાર પાડી છે. દેશ-વિદેશના ગુજરાતી સમાજે અને અગ્રણી વ્યક્તિઓનો સંપર્ક-સમન્વય કરવાના હેતુથી વિનોદચંદ્રભાઈ તથા સંસ્થાના ટ્રસ્ટીઓએ અવાર-નવાર દેશ-વિદેશના પ્રવાસ ખેડ્યા છે. ઇ. સ. ૧૯૭૫ થી ‘૭૮ સુધી ‘ગુજરાત ઇન્ટરનેશનલ' (ત્રૈમાસિક), દર વર્ષે એવોર્ડ વિતરણ સમારંભ પ્રસંગે કલાત્મક સ્મરણિકાઓ ઉપરાંત ખાસ સ્મરણિકાઓ પણ સંસ્થાએ બહાર પાડેલ છે. ઇ. સ. ૧૯૮૦ થી સંસ્થાના ત્રણ પ્રકારના એવોર્ડ પ્રતિભાશાળી ગુજરાતીઓને એનાયત કરતી રહી છે, સામાન્ય રીતે પ્રતિવર્ષે અમદાવાદમાં નામાંકિત વ્યક્તિઓની ઉપસ્થિિ જાહેર સમારંભમાં ગુજરાતના રાજ્યપાલશ્રીના વરદ્ હસ્તે ‘ગૌરવ પુરસ્કાર' (એવોર્ડ) અર્પણ થાય છે. જેની પાછળ સંકુચિત ભાવના કે પ્રદેશવાદ નથી પરંતુ ગુર્જર અસ્મિતાના આવિષ્કારને બિરદાવવાની, તેમ જ તેવા આવિષ્કારની દ્યોતક પ્રતિભાઓને શોધીને સત્કારવાની નેમ રહેલી છે. ગુજરાતની અને ગુજરાતીઓ માટેની આ વિરલ સંસ્થા રાજકારણથી પર રહી છે. તેમણે ગુજરાત બહાર વસતા લાખો ગુજરાતીભાષી ભારતીઓ માટે વતનભૂમિ ગુજરાતની સાથેની, ઘરઆંગણાની, કડી અને સેતુરૂપ સંસ્થાની, ગુજરાતના ગૌરવની લોકસંસ્થાની ભૂમિકા ભજવી છે. વિશ્વગુર્જરીના ધોરણે For Private & Personal Use Only 1 www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy