SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ ૪ બૃહદ્ ગુજરાત The Inner Landscape of Gujarat ગુજશવની અસ્મિતાને ઉજાગર કરવા તસ્વીરોના એક બેની અમૂલ્ય ગ્રંથનું વિહંગાવલોકન ગઈકાલ અને સાંપ્રતકાલીન ગુજરાતના જનજીવનના સંસ્કાર, વિધિવિધાન, રૂઢિ પરંપરા, કલાકારી, અને લોકસંસ્કૃતિની રંગીન અને તેજ છાયામાં ઝાંખી કરાવતો એવો અનેકવિધ તસ્વીરોનો એક ગ્રંથ “The Inner Landscape of Gujarat” મુંબઈસ્થિત પાલનપુરની હીરા બજારની પ્રતિષ્ઠિત પેઢી મહેન્દ્ર બ્રધર્સ દ્વારા સને ૨૦૦૧ની સાલમાં પ્રકાશિત થયેલ છે. આ ગ્રંથમાં ગુજરાતના વયસ્ક અને યુવાન એવા ૪૧ તસ્વીરકારોએ ગુજરાતી જનજીવનની લોકસંસ્કૃતિ, કલા અને નિસર્ગની વિવિધ પળો કેમેરાના કસબથી ઝડપી, ગુજરાતની અસ્મિતાનો ખ્યાલ આપ્યો છે. ગ્રંથમાં તસ્વીરોનું સંકલન શ્રી ભાનુ શાહે કર્યું છે. આખાએ ગ્રંથનું સંકલન ડૉ. વિક્રમ મહેતાએ કર્યું છે. બે ખંડમાં વિભક્ત એવા આ ગ્રંથમાં પ્રથમ ખંડમાં “ગુજરાત રાજ્ય” ની અંદર સંમ્મિલિત કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત વિભાગના તળજીવનનું સુંદર પ્રતિબિંબ રજૂ થયું છે. ઘર, ઘોડિયાં અને હાલર હિંચકાથી માંડીને બાળકના સંસ્કાર વિધાન, રમત ગમત અને ઉત્સવ પ્રસંગની મોજ, લગ્નોત્સવમાં વાનેવધતાં લૂગડાં પહેરીને મહાલતા લોકો, ગાડામાં ઊઘલતી જાન, સાંઢડીનો અસ્વાર, વરઘોડો અને માંડવા પરિસરની ઝલક અહીં નિખરી રહી છે. મેળા, ખેલોમાં ઢોલના ધબકારે રમાતો રાસ, ગરબી, હૂડો અને આદિવાસીઓનાં નર્તન સાથે લોકકસબીઓની અંગ કસરતની હેરતભરી રમતો પણ તસ્વીરોમાં ઝીલાણી છે. કચ્છી ભોમના ભૂંગા, કૂબા, સૌરાષ્ટ્રના લોકભરતથી સજાવેલ ગ્રામઘરો, ઉપરાંત ખેતર, પાદર, નદી, નહેરો, સાગર, પાણીશેરડો, લીલાંસૂકાં બીડો, વાંઢે ફરતા માલધારીઓ વગેરેની સાથે તળભોમના નરનારી અને વૃદ્ધોની સાથોસાથ નિત્યજીવનની તસ્વીરો જોઈ શકાય છે. બીજા ખંડમાં ગુજરાતની સંસ્કૃતિનું દર્શન ઝીલાયું છે, જેમાં ઉજ્વલ અને આકાશને આંબતાં મંદિરો, દેરાસરો, મસ્જિદો, સુલતાની-સ્મારકો, કૂપવાવો, કૂવા વગેરે પાવન સ્થાનો માથે જાત્રા જુવારતા શ્રદ્ધાવાન લોકોના થર છે. હિંદુ, જૈન, ઈસ્લામી પરંપરાના કલામય સ્થાપત્યોમાં દેવ, દેવીઓ, ગતિભરી નૃત્ય કન્યાઓ, છંદગતિવાળી વેલો વગેરેની મનરંજિત તસ્વીરો છે. મંદિર, હવેલીઓની ભીંતો પર ચિત્રિત સલાટી, સ્વામિનારાયણી તેમજ લોકશૈલીના રંગીન ચિત્રો સ્થાનને ઉનતતા અર્પે છે. અપભ્રંશ શૈલીના તાડપત્રી પરનાં ચિત્રો, જૈનશૈલીના કલ્પસૂત્રો, વિજ્ઞપ્તિપત્રો, કાગળ પર ચિત્રિત હસ્તપ્રત્રો, કાપડના ઓળિયાચિત્રો મધ્યકાલીન ગુજરાતના ગૌરવરૂપ છે. કાંસાની બહુમૂલ્ય પ્રતિમાઓ, વિવિધ ઘાટના ધાતુપાત્રો, કચ્છ, સૌરાષ્ટ્રી લોકભરત, પીછવાઈ પટોળાં, બાંધણી અને પતંગનું નિર્માણ પણ તસ્વીરમાં ઝીલાયું છે. | ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતો તસ્વીરનો આ બેનમૂન અમૂલ્ય (ગ્રંથની કિંમત રખાઈ નથી) ગ્રંથ પરીખ પરિવારે તૈયાર કરાવી દેશ પરદેશમાં ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવી છે. ધન્યવાદ. -ખોડીદાસ પરમાર (લોકશૈલીનાં ચિત્રકાર) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy