SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ બાળકને મનમાં કાંઈ પણ સંકોચ આણ્યા વગર હાથમાં લઈને પોતાના કમંડલમાંથી પાણી પાઈને શુદ્ધિમાં લાવ્યા. પછી પોતાના મઠમાં લઈ જઈને પાળી પોષી મોટા કર્યા. કહે છે કે, જ્યારે કીલે પોતાના કમંડળમાંથી પાણી લઈને એ અંધ બાળકની આંખ ઉપર છાંટ્યું ત્યારે તેનાં બન્ને નેત્રો ખૂલી ગયા અને દેખતા થયા. ગમે તેમ હો પણ નાભાજીને દયાળુ સાધુઓએ નવજીવન આપ્યું. તેઓ નાભાજીને પોતાના મઠમાં લઈ ગયા. પણ કમનસીબની કહાણી કે તપાસ કરતાં નાભાજી અંત્યજ (હિરજન) જાતિના માલુમ પડ્યા. એ જમાનામાં લોકો છૂતાછૂતમાં ખૂબ માનતા. એ જમાનાની તાસીર કાંઈક જુદી હતી. નાભાજી અંત્યજ જાતિના છે, હવે તેનું કરવું શું? એ વિષે પેલા ભલા અને પરગજુ સાધુઓને મોટો વિચાર થઈ પડ્યો. પણ સુભાગ્યની વાત કે અંત્યજ જાતિ સાથે તે વખતે અંગત વહેવાર કોઈ કરતું નહીં પણ આશ્રય આપવામાં કે સહાય કરવામાં કોઈ જાતનો બાદ ન હતો. આથી અગ્રદાસ અને કીલ જેવા દયાળુ સાધુઓએ નાભાજીને અંત્યજ જાતિના જાણી કાઢી ન મૂક્યા. પણ તેને પોતાના મઠ પાસે એક જૂદી ઝૂંપડી બાંધી આપીને રાખ્યા. નાભાજી ત્યાં રહીને સાધુઓનું એઠું જુદું હોય તે ખાય ને દિવસો કાઢવા લાગ્યા. મઠના સાધુઓ રોજ કથા વાર્તાઓ અને ઈશ્વરભક્તિ કરતા હતા. તે નાભાજી ધ્યાનથી સાંભળતા હતા. એની સ્મરણ શક્તિ સારી હતી કે તે જેટલું સાંભળતા તે બધું યાદ રાખતા. નાભાજી સાધુઓના સંગમાં રહીને કાયમ સાધુનું અનુકરણ કરવા લાગ્યા. તે ધીમે ધીમે લખતા વાંચતા શીખ્યા અને ભજન ગાવા લાગ્યા. અને વાર્તા કરતા થયા. અને જાણે મા શારદાની કૃપા થઈ હોય તેમ કવિતા પણ કરવા લાગ્યા. થોડા વખતમાં નાભાજી મોટા સંત થઈ ગયા. ત્યાર પછી નાભાજીએ પોતાના રક્ષક અગ્રદાસની આજ્ઞાથી ભક્તકાળ અથવા સંતચરિત્ર નામે ગ્રંથ ગ્વાલિયરની હિન્દી ભાષામાં રચ્યો છે. તેમાં શ્રીહરિના તથા ભક્તજનોનાં ચરિત્રનું વર્ણન કર્યું છે. તેમના આ ગ્રંથ ઉપરથી મહીપતિ બાવાએ ભક્તલીલામૃત તથા ભક્ત વિજય વગેરે ગ્રંથો સંવત ૧૮૧૮માં રચ્યા છે. નાભાજીએ છપ્પાચાલની બીજી પણ પુષ્કળ કવિતાઓ રચી છે. મહાકવિ તુલસીદાસનો મેળાપ નાભાજીને વૃંદાવનમાં થયો હતો. તે વખતે નાભાજીએ એ ગ્રંથ રચીને જનમંડળ ઉપર મોટો ઉપકાર કર્યો છે. તેમના જ ગ્રંથ ઉપરથી ઘણાક Jain Education International બૃહદ્ ગુજરાત ચરિત્રકારો હિન્દના પૂર્વના ભક્ત કવિઓનાં વૃતાંત એકઠા ક૨વા શક્તિમાન થયા છે. દુરસાજી આઢા પ્રાતઃ સ્મરણીય ક્ષત્રિય વંશાવતંશ ચિતોડના મહારાણા પ્રતાપસિંહજીના કીર્તિકાવ્ય (બિરુદ છહુતરી) ના કર્તા કવિશ્રી દુ૨સાજી આઢાનો જન્મ સં. ૧૫૯૫ના માઘ સુદી ૧૪ના રોજ મારવાડના સોજીત ગામ પાસે જેતારણ ગામે ચારણ જ્ઞાતિમાં થયો હતો. જેતારણમાં એક જૈન યતિ હતા. તેઓ દુરસાજીની બાલ્યાવસ્થાની ચેષ્ટા જોઈ ઘણા પ્રસન્ન થયા અને દુરસાજીને ભણાવા લાગ્યા. દુરસાજીએ પણ યોગ્ય ગુરુ પાસેથી યોગ્ય વિદ્યા પ્રાપ્ત કરી અને તે કવિતા કરવા લાગ્યા. પણ હવે દુરસાજીનો ભાગ્યોદય થવાનો હતો. તેથી તેઓ સં. ૧૬૧૫૧૬માં પુષ્કરરાજ સ્નાન કરવા ગયા. તે વખતે અકબરશાહના વજીર બહેરામખાનખાનાનો અજમેરમાં મુકામ હતો. ત્યાં દુ૨સાજીએ સલામ લેવા કોશિશ કરી પણ સલામ થઈશકી નહિં. એક દિવસ વજીર બહેરામખાનખાના સાંજને વખતે ફરવા નીકળેલ ત્યારે દુરસાજી જઈ ચડ્યા અને દૂરથી એક દુહો કહ્યો. આ સાંભળી બહેરામખાનખાનાએ દુરસાજીને બોલાવ્યા અને દુહો પાછો ફરી સાંભળ્યો, દુરસાજીએ બીજા દુહા પણ સંભળાવ્યા. આ દુહા સાંભળતા બહેરામ પ્રસન્ન થયા અને દુરસાજીને પોતાને ઉતારે તેડી લાવ્યા. તેના ઉતારાની વ્યવસ્થા કરી. પછી દુરસાજી વિદાય થયા ત્યારે રૂપિયા એક લાખની ક્ષિસ કરી. પણ દુરસાજીએ બાદશાહ અકબરની મુલાકાત કરવાની ઇચ્છા પ્રગટ કરી. એટલે બહેરામખાનખાનાએ બે માસ પછી દિલ્હી આવવાનું કહ્યું. દુરસાજી બે-ત્રણ મહિના પછી દિલ્હી ગયા. બહેરામને મળ્યા. થોડા દિવસ પછી બહેરામ દુરસાજીને બાદશાહ પાસે લઈ ગયા. એક મત એવો પણ છે કે, જોધપુરના ચારણ લાખાજી અકબર પાસે રહેતા અને તેઓની કૃપાથી દુરસાજીને અકબરની સલામ થઈ હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy