SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન અર્પણ કરીને સન્માનિત કર્યા. ઇ.સ. ૧૮૩૨માં બ્રહ્માનંદનું અવસાન થતાં સ્વામી મંદિર મૂળી (જિ. સુરેન્દ્રનગર)ના મહંતપદે ૨૨ વર્ષ સુધી મહંત તરીકે રહ્યા. બાદ ઇ.સ. ૧૮૫૪માં અવસાન. હિન્દી-ગુજરાતી ભાષામાં ૧૨૦૦ થી . વધુ પદોના રચિયતા. દેવાયત પંડિત મહાપંથના સંત-કવિ. પત્ની : દેવળદે. ગુરુ : શોભાજી/સુબાજી કે શંભુજી. તેમના વિશે અનેક ચમત્કારમય દંતકથાઓ સાંપડે છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ, કોઈ બરડા (બીલેસ૨) ના હિરજન બ્રાહ્મણ, કોઈ તેમને વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર, તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખે છે. માર્ગી પંથકના ખોજા કવિ કેશવની રચનાઓ પણ દેવાયતના નામે રચાયેલી હોવાનું નોંધાય છે. અને દેવાયત પરમાર કૃત માર્ગીપંથનાં ભજનો તથા ‘મેદી પુરાણ' જેવો ગ્રંથ એમણે રચ્યો હોવાની નોંધ ખોજા જ્ઞાતિના પુસ્તકોમાંથી મળી આવે છે. અમદાવાદ જિલ્લાના મોડસર ગામે વિ.સં. ૧૮૬૫નો પાળિયો દેવાયત પંડિતના પાળિયા તરીકે પ્રસિદ્ધ છે, તો ભાવનગર જિલ્લાના કોળિયાક ગામે નકળંકનો મેળો ભરાય છે.ત્યાં માલણ નદીને કાંઠે દેવાયત-દેવળદે તથા સાલો અને સૂરોની સમાધિઓ હોવાનું સંભળાય છે. ગુજરાતી ભજનસાહિત્યમાં એમનાં ‘આગમ’પ્રકારનાં ભજનો અદ્વિતીય છે. પોતાની પત્ની દેવલદેને ઉંદેશીને એમણે આ આગમોની રચના કરી છે. તેમના શિષ્ય મંડળમાં દેવતણખી લુહાર, લીરલબાઈ, રબારી ભક્ત હાલો, આહિર ભક્તસૂરો અને કુંભાર ભક્ત ઢાંગો તથા વણવીરનો સમાવેશ થાય છે. દેશળ ભગત (ઇ.સ. ૧૮૭૪-૧૯૨૮) ધ્રાંગધ્રા (જિ. સુરેન્દ્રનગર)ના ભક્ત. ખવાસ જ્ઞાતિમાં ચ્છ વાગડના સણવા/રાસંગપર ગામે જન્મ. પિતા : દેવાભાઈ, માતા : હિરબાઈ, પત્ની : ગંગાબાઈ, સંતાન : મનજી, લાલજી, કલબાઈ, કાનબાઈ, કુંવરબાઈ. ધ્રાંગધ્રા ત્યમાં અજીતસિંહજીના રાજ્યવહીવટ દરમ્યાન પોલીસ ીકેની ફરજ. વાવવાળા નાગાજી નર્મદાગિરિ ગુરુ એમનાગિરિના શિષ્ય. ઇ.સ. ૧૯૨૩માં ધ્રાંગધ્રામાં સંતમેળો. અવસાન : ઇ.સ. ૧૯૨૮ |સં. ૧૯૮૪ ચૈત્ર સુદ ૧૩. Jain Education International નરસિંહ મહેતા (ઇ.સ. ૧૪૦૧-૧૪૮૦) (ઇ.સ. ૧૪૧૪-૧૪૭૪) ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં આદિ કવિનું બિરુદ મેળવનારા સંત-ભક્ત-કવિ. તળાજામાં વડનગરા નાગર જ્ઞાતિના કૃષ્ણદાસ મહેતાને ત્યાં જન્મ. માતા : દયાકુંવર, પત્ની : માણેકબાઈ. ગૃહત્યાગ પછી ગોપનાથની કૃપાથી રાસલીલાનું દર્શન. અનેકવાર ભક્તિની આકરી કસોટીતાવણીમાંથી પાર ઊતર્યા. પુત્ર વિવાહ, પિતાનું શ્રાદ્ધ, પુત્રીનું મામેરું, હૂંડી ને હારમાળા જેવા પ્રસંગોએ ઈશ્વરી સહાય મળતી રહી. જીવનની અંતિમ અવસ્થા એણે માંગરોળમાં ગાળી હોવાની સંભાવના છે. જીવનકાળ દરમ્યાન નિવાસ જૂનાગઢમાં. રચનાઃ ‘સુદામા ચરિત્ર', ‘દાણલીલા', ‘ચાતુરીઓ', ‘વિવાહ', ‘મામેરું', ‘હૂંડી', ‘ઝારીના પદ’ અને ભક્તિ શૃંગારનાં તથા જ્ઞાનનાં પદો જેમાં ‘રાસ સહસ્રપદી’, અને ‘શૃંગારમાળા’ વગેરે રચનાઓ. નાથજીબાપુ (ઇ.સ.ની ૧૮મી સદી મધ્યભાગ) ૨૩૯ દાણીધારની જગ્યા (તા. કાલાવાડ (શીતલા), જિ. જામનગર) ના સ્થાપક સિદ્ધ પુરુષ. જુનાગઢના સંત પ્યારેરામજીના શિષ્ય. જગ્યાની બાજુમાં જ આવેલા ગામ મૂળીલાના ગુર્જર રાજપૂત. મૂળનામ : નાથાજી ચૌહાણ, પિતાઃ સંઘજી. રામાનંદજીની શિષ્ય પરંપરામાં નેનુરામજીના નામથી ઓળખાતા નેનુદ્વારાના સંત પ્યારેરામજી ઇ.સ. ૧૭૧૪ આસપાસ હયાત હશે એમ અનુમાની શકાય છે. દાણીધાર જગ્યામાં નાથજીદાદાની સાથે સમાધિ લેનાર ગુરુભાઈ મગ્નિરામ, ગઢવી નારણદાસ, ગઢવીના માતુશ્રી ભીમાબાઈ, સાધુ હાથીરામ, સાધુ ગોવિંદરામ, સાધુ કરસનદાસ, સાધુ કેશવદાસ, સાધુ ગંગાદાસ, સાધુ પિતાંબરદાસ અને સાધુ પુરણદાસની સમાધિઓ છે. જગ્યાની નજીકમાં થોડે દૂર મોતીરામ નામના કૂતરાની સમાધિ પણ છે. તેમની શિષ્ય પરંપરામાં નાથજીદાદા-કરણદાસજી-લધીરામજી-હરિદાસજી સેવાદાસજી ખોડીદાસજી જદુરામજી ટીડારામજીનરભેરામજી-રામદાસબાપુ અને મનહરદાસજી. (જુન ૧૯૮૧ થી ટ્રસ્ટ રજી. થયું છે.) જીવનમાં અનેક ચમત્કારો કરી પોતાની સાથે અગિયાર અનુયાયીઓને લઈને ઇ.સ. ૧૬૧૧ સં. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy