SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ તપના તેજથી ઝળાહળાં થયેલાં તપસ્વીરત્નો... * શ્રી ચંદ્રકેવલીએ પૂર્વભવમાં વર્ધમાનતપની આરાધના કરી અને તે જ ભવમાં ૧૦૦ આયંબિલની ઓળી આરાધના કરીને ૮૦૦ ચોવીશી સુધી નામ અમર બનાવી દીધું હતું. * પૂર્વભવમાં ચઢતાં પરિણામે કરેલ પ૦૦ આયંબિલની આરાધનાથી દમયંતીને તે જ ભવમાં નળનો વિયોગ થયો તો પણ, જંગલમાં સગાભાઈના જેવી મદદ મળી ગઈ. * ૪૮ ગાઉના વિસ્તારવાળી દ્વારિકા નગરીને ૧૨ વર્ષ સુધી દ્વિપાયન ઋષિ આયંબિલના પ્રભાવથી બાળી ન શકયો. * બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા, બાળ હત્યા, ગૌહત્યા જેવી ભયંકર ગણાતી હત્યાના કરનાર દૃઢપ્રહારી જેવા જીવો પણ તપના પ્રભાવથી ઘોર કર્મનો ક્ષય કરી સદ્ગતિના સુખને પામ્યા. * રિકેશીબલમુનિના તપ પ્રભાવથી દેવતાઓ પણ આકર્ષાયા હતા. * શ્રી ગૌતમસ્વામી અને સનતકુમાર ચક્રવર્તીને તપથી જ લબ્ધિ પ્રાપ્ત થઈ હતી. * ચક્રવર્તી પણ અમતપના પ્રભાવે માગધ વરદામ વિ. તીર્થના અધિષ્ઠાયક દેવોને વશ કરે છે. * ભ. ઋષભદેવની પુત્રી સુંદરીએ ૬૦,૦૦૦ વર્ષ સુધી અખંડ આયંબિલ કરેલ, જેથી દીક્ષાની અનુમતિ ભરત ચક્રીએ તુરત જ આપી. * પાંચ પાંડવોએ પૂર્વ ભવમાં વર્ધમાન તપની ઓળી કરી હતી. * મહા સતી દ્રોપદીએ પદ્મોતર રાજાની આપત્તિમાંથી મુકત થવા છ મહિના પર્યન્ત છટ્ટના પારણે આયંબિલ ક્યાં હતા. * ચરમ કેવલી જંબૂસ્વામીએ પૂર્વ ભવમાં ૧૨ વર્ષ સુધી છટ્ટના પારણે આયંબિલ કર્યાં હતાં. * ધમ્મિલકુમારે અગડદત્તમુનિના ઉપદેશથી છ મહિના લગાતાર આયંબિલ કર્યાં હતાં. * શ્રેણિક રાજાની રાણી મહાસેન કૃષ્ણાએ દીક્ષા લઈ ૧૪ વર્ષ આયંબિલ કર્યાં હતાં. * આયંબિલ તપના પ્રભાવે અખંડ તાપસને અવધિજ્ઞાન, વૈક્રિયલબ્ધિ અને વીર્ય લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. તે દરરોજ ૧૦૦ નવાં રૂપ બનાવી ૧૦૦ ઘેર જઈને જૈન ધર્મ પમાડતા હતા. *. શ્રીપાલ રાજાએ નવપદની ઓળીની અખંડ આરાધનાથી અખંડ નવનો આંક પ્રાપ્ત કર્યો હતો. ૯૦૦ વર્ષ રાજ્ય ભોગવ્યું. નવ વખત રાજ્ય, નવ લાખ ઘોડા, નવ કરોડ પાયદળ, નવ રાણી, નવ પુત્રો, નવ હજાર રથ પ્રાપ્ત કર્યા હતા. મૃત્યુ બાદ નવમા દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. હીરામોતીના ગોળા સહિત નવપદનું ઉજમણું કરી નવમા ભવે મોક્ષમાં જશે. Jain Education International ACHARYA SDI ACORDAS CHESHMANDIR For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy