SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૪ ભીષણ સંસારનાં અનેક ભયસ્થાનોથી બચવાનો મૂંગો સાદ કરતી દીવાદાંડીની ગરજ સારે છે અને એ દીવાદાંડી સમગ્ર સંસારના જીવોને માટે મહાન ઉપકારક બની રહે છે. ખરેખર પ્રભુએ પ્રરૂપેલી આ દિવ્ય વાણીનો સાક્ષાત્કાર જોવો હોય તો પૂ. સા. પદ્મયશાશ્રીજી મ. સા.માં જોવા મળે. જરા પણ પ્રમાદ એમના જીવનમાં જોવા નહીં મળે. સતત વાંચન-જાપસ્વાધ્યાયમાં જ રત રહેનારાં કદી શારીરિક સ્વાસ્થ્યની ચિંતા પણ નથી કરતાં. અત્યંત નાદુરસ્ત તબિયતમાં પણ જ્યારે જુઓ ત્યારે તેમના હાથમાં પુસ્તક જ જોવા મળે. સ્વાધ્યાય સાથે જાપની પણ એમના જીવનમાં એટલી જ પ્રધાનતા છે. સંયમજીવનનાં ૫૮ વર્ષ દરમ્યાન તેઓશ્રીએ જાપ ઘણો કર્યો છે. શ્રી નવકાર મહામંત્રનો જાપ સવા કરોડ, શ્રી શંખેશ્વરપાર્શ્વનાથનો જાપ સવા કરોડથી પણ વધારે, શ્રી ભગવતી પદ્માવતીનો જાપ સવા કરોડથી પણ વધારે, શ્રી નામસ્તવ સૂત્રનો જાપ સવા કરોડથી પણ વધારે, શ્રી અરિહંતપદનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી સિદ્ધપદનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી જ્ઞાનપદનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી ચારિત્ર પદનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી નવપદજીનો જાપ સવા લાખથી પણ વધારે, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ સત્તાવીશ હજારથી પણ વધારે. પૂ. સાધ્વીજી મ.ની પ્રેરણાથી તેઓશ્રીનાં પરમ વિનયી શિષ્યા સા. ઋજુકલાશ્રીજીના મૂળવતન સંસારી ગામ) અમરેલીમાં ‘શ્રી નેમિનાથ જૈન દેરાસર સર્વતોભદ્ર પ્રાસાદ' નામનું શિખરબંધી ભવ્યાતિભવ્ય ગગનચુંબી ઉસંગ જિનાલયનું નિર્માણ થયેલ છે. આવાં શાસનપ્રભાવનાનાં અનેકાનેક કાર્યો કરી પોતાના સંયમજીવનના સાફલ્યને સાર્થક કરી છે. પૂજ્યશ્રીની ૮૦ વર્ષની પાકટ ઉંમરે પણ પોતાનું આવશ્યક કાર્ય પોતાના હાથે જ કરે છે. ડિલેહણ, ગોચરી વગેરે કાપ પણ પોતાના હાથે જ કાઢે છે. સૌનો આદરભાવ માચવે, પૂજ્યશ્રીની પ્રસન્નતા પાસે મસ્તક ઝુકી પડે છે. કોટિશ વંદનાઓ. તેમનું હસતું મુખારવિંદ, સુકલકડી કાયા, દર્દોથી ઘેરાયેલા છે. અનુપમ વાત્સલ્ય, મધુર ભાષા, સંઘના અભ્યુદયની ચિંતા, વિશ્વમૈત્રીની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવા પુરુષાર્થ કરતાં, પ્રેમ, કરુણા ને જીવદયાના ભંડારસમાં પ્રભાવક પૂ. સાધ્વીજી મ.નું સર્વ મંગલકારી માર્ગદર્શન શ્રીસંઘને સુદીર્ઘ સમય સુધી મળતું રહે અને તે માટે Jain Education International વિશ્વ અજાયબી : તેઓશ્રી નિરામય દીર્ઘાયુષ્ય પામો એવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. પ્રેરણાનો સ્રોત એટલે પૂજ્ય બા મહારાજ : પદ્મલત્તાશ્રીજી પૂજ્ય બા મહારાજ સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજી મ. ની તબિયતમાં છેલ્લા દિવસોમાં દિન-પ્રતિદિન ક્ષીણતા વધતી ગઈ છે. પરાણે બોલી શકાય તેમ છતાં જાગૃતિ ઘણી હાથમાં નવકારવાળી હોય કે ન હોય પણ જાપ તો ચાલતો જ હોય. બહારથી બીજાને લાગે કે બા. મ. નિદ્રામાં છે પણ જ્યાં પૂછવામાં આવે તો કહે જાપ ચાલે છે. પ્રતિક્રમણ-ચૈત્યવન્દન વગેરે ક્રિયા ચાલતી હોય ત્યારે આંખ મીંચેલી હોય પણ સૂત્રમાં કે સ્તુતિ-સ્તવનમાં કાંઈ રહી જાય તો તરત જ તેઓ બોલે. જ્યારે પણ સ્ફૂર્તિમાં આવે ત્યારે વાત એક જ “મને કંઈક સંભળાવો.” આપણે પૂછીએ કે “શું સાંભળવું છે?” તો જવાબમાં કહે-“આપને જે સંભળાવવું હોય તે” પછી સ્તુતિ-સ્તવન-સ્તોત્ર જે કાંઈ સંભળાવીએ તે રસથી સાંભળે. રોગની અસર શરીર સુધી જ સીમિત રહી છે અને મન તથા આત્મા તો એનાથી સાવ જ અલિપ્ત છે. બહુ ઓછામાં જોવા મળે તેવી સ્વસ્થતા ૯૧ વર્ષની વયે અને આવી બિમારી વચ્ચે પણ તેઓ જે ટકાવી રહ્યાં છે કે ટકાવી શક્યાં છે. તે તેમણે આજ દિન સુધી સરળતાપૂર્વકભાવની અત્યંત વિશુદ્ધિ સાથે કરેલી આરાધનાની ફલશ્રુતિ છે. એકની એક જગ્યાએ દિવસોના દિવસો જ નહીં પણ મહિનાઓ સુધી સૂતાં જ રહેવાનું હોય અને તે ય પડખું ફેરવ્યા વગર તો કોને બેચેની કે કંટાળો ન આવે પણ એમને એમાંનું કાંઈ જ નથી. જ્યારે જુઓ ત્યારે એવી જ સ્વસ્થતા અને પ્રસન્નતા. આ જોઈને વગર ઉપદેશે જ કેટલાય આત્માઓ પ્રતિબોધ પામીને-પ્રેરણા લઈને જાય. આ બધાં લક્ષણો એમની હળુકર્મિતા કે આસન્ન મોક્ષગામિતાના પુરાવારૂપ હોય એવું આપણને લાગે. માતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy