SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૬૯૧ અમારી ગ્રંથશ્રેણીના આ છેલ્લા પ્રકાશનમાં છેક છેલ્લી ઘડીએ વિવિધ ગચ્છ સમુદાયમાંથી પૂજ્ય સાધ્વી ભગવંતોના ઘણા જીવનચરિત્રો અમને મળ્યા છે પણ સમયના અભાવે તે બધા ચરિત્રો પ્રગટ કરી શકતા નથી. - સૂચિત ગ્રંથશ્રેણીને છેલ્લા ઘણા વર્ષોથી સતત પ્રેરણા-પ્રોત્સાહન આપતા રહ્યા છે તેવા થોડા ચરિત્રો અત્રે મૂકીએ છીએ. ‘વિજયપ્રશસ્તિ,’ ‘હીર સૌભાગ્ય,' “મેઘદૂત,” ‘અભિજ્ઞાન શાંકુતલ,’ ‘શાંતિનાથ મહાકાવ્ય' આદિ અનેક મહાકાવ્યો તેમજ સંસ્કૃત દ્વયાશ્રય, પ્રાકૃત યાશ્રય જેવા કઠિન ગ્રંથોનો અભ્યાસ વર્તમાનમાં પણ ખૂબ સરળતાથી કરાવે તેઓશ્રીની આવી અપૂર્વ સ્વાધ્યાયમગ્નતા અને અપૂર્વ ગ્રહણશકિત જોઈને તીર્થપ્રભાવક આચાર્ય ભગવંતશ્રીએ તેમને ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરવા પ્રેરણા કરી. એ પ્રેરણાને ઝીલી લઈને તેમણે ‘આચારાંગ’–‘સૂયગડાંગ’–‘ઠાણાંગ’– સમવાયાંગ'-ભગવતી–“જ્ઞાતાધર્મકથા-‘ઉપાશક દશાંગ’અંતકૃત્ દશાંગ’–‘અનુત્તરૌપપાતિક દશાંગ’–પ્રશ્ન વ્યાકરણ તથા વિપાક સૂત્ર એ નામનાં ૧૧ અંગસૂત્રો કંઠસ્થ કરી લીધાં! તેમાં આખું ‘ભગવતી સૂત્ર' એકાસણાના તપ પૂર્વક કંઠસ્થ કરેલ. ૧૧ અંગસૂત્રોને કંઠસ્થ કરનાર વિદુષી સાધ્વીજી પૂ. સા. શ્રી રનયૂલાશ્રીજી મ.સા. સંસારથી વિરકત બનેલ પોતાનાં માતુશ્રીના સુસંસ્કારો થી બાલ્યવયમાં જ ૨ા જી મોતી વર્ધમાન તપનો પાયો નાખ્યો અને ત્યારબાદ માત્ર ૧૪ વર્ષની વયે વિ.સં. ૨૦૦૬માં કવિકુલકિરીટ આચાર્ય ભગવંતશ્રીના સમુદાયમાં પોતાની નાની બહેન વસુ સાથે દીક્ષા અંગીકાર કરી. બાલ્યાવસ્થાથી જ તેમનામાં અભ્યાસની લગન હતી અને રોજની 100 ગાથા કંઠસ્થ કરી શકે તેવી તીવ્ર યાદશકિત હતી! વડી દીક્ષાના યોગોદ્વહન વખતે જે દિવસે જે અધ્યયનની અનુજ્ઞા મળે તે દિવસે તે અધ્યયન આખું કંઠસ્થ કરી લે! માત્ર કંઠસ્થ કરી લે એટલું જ નહીં પરંતુ નિયમિત સ્વાધ્યાયના કારણે ગોખેલું પછી પણ હંમેશાં મોઢે હોય! જોતજોતામાં તેમણે ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૬ કર્મગ્રંથ, ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સૂત્ર, જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર, વીતરાગ સ્તોત્ર, અભિધાન ચિંતામણિ કોશ વગેરે નવકારની જેમ કંઠસ્થ કરી લીધા. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તો તેમના જેવા વિદુષી સાધ્વીજી શ્રવણીસંઘમાં ગણ્યા ગાઠયા જ હશે ! - ‘દશવૈકાલિકની ટીકા', ‘ઉત્તરાધ્યયનસૂત્ર'ની ટીકા, પિંડ નિર્યુકિત', “ઓઘ નિયુકિત', “૧૦ પન્ના,’ ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર' જેવા અનેક ગ્રંથો તેમણે વાંચ્યા છે અને વંચાવ્યા સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં છંદોબદ્ધ કાવ્યરચના પણ તેઓ કરી શકે છે. વિક્રમ ભકતામર’ની તેમની રચના ખૂબ જ સુંદર અને વિદ્વભોગ્ય બની છે. જ્ઞાનાભ્યાસ ઉપરાંત ભકિત, વૈયાવચ્ચે, ગુરુ આજ્ઞાપાલન, સહનશીલતા, ન ભાવતાંને નિભાવવાની સુંદર કળા, વગેરે અનેક સગુણોના કારણે તેમણે વિશિષ્ટ ગુરુકૃપા અને સહવર્તી સહુની સારી ચાહના પ્રાપ્ત કરી છે. અનેક શિષ્યા-પ્રશિષ્યાઓના પરિવારથી પરિવરેલાં તેઓશ્રી સ્વોપકાર સાથે વિશિષ્ટ પરોપકાર અને સુંદર શાસન પ્રભાવના કરી રહ્યાં છે. વિદુષી સાધ્વીજી બહેન મહારાજ” પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મ.સા. ઉપરોકત સાધ્વીજીની સાથે ૧૦ વર્ષની ઉંમરે દીક્ષિત થયેલ તેમનાં નાનાં “બહેન મહારાજે પણ પોતાની અપૂર્વ ગ્રહણશકિત દ્વારા પ્રકરણ, ભાષ્ય', “કર્મગ્રંથ', “કમ્મપયડી', Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy