SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ જૈનસમાજના સુવિખ્યાત ‘કલ્યાણ’ માસિકે પણ પૂજ્યશ્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતો દળદાર વિશેષાંક બહાર પાડેલ. પૂજ્યશ્રીના સંયમજીવનની અનુમોદનાર્થે તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી કુલશીલવિજયજી ગણિવર દ્વારા સદુપદેશિત અમદાવાદ-પાલડી-શાંતિવનના આંગણિયે વિજય રામચન્દ્રસૂરિજી આરાધનાલયમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રસાદમાં પૂજ્યશ્રીના પરમ ગુરુદેવ આ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું ગુરુમંદિર અને પૂજ્યશ્રીની ગુરુપાદુકાથી નિર્મિત આ સ્થાન ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. અનેક ભવ્ય આત્માઓ માટે આલંબનભૂત જીવન જીવનારા મહાપુરુષોનાં ચરણોમાં નતમસ્તકે વંદનાંજલિ ! સૌજન્ય :પૂ.પં.શ્રી કુલશીલવિજયજી મ.સાની પ્રેરણાથી શ્રી પદમશીભાઈ કુંવરજી શાહ, કલકત્તા તરફથી મધુર કંઠી પૂ. પંન્યાસપ્રવર શ્રી કુલશીલ વિજયજી ગણિવર સાંધવ (કચ્છ) ના વતની અને વ્યવસાયાર્થે કલકત્તા મહાનગરમાં સ્થિર થયેલા શ્રી ધનજીભાઈ શિવજીનાં ધર્મપત્ની અ.સૌ. નવલબેનની કુક્ષિએ વિ. સં. ૨૦૦૭ના ભાદરવા વદ ૧૦ ના પુણ્યદિને સુંદર મજાના પુત્રનો જન્મ થયો. નામ તેનું કિશોર પાડવામાં આવ્યું. પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યોદયના કારણે સુસમૃદ્ધ ઘરમાં તો જન્મ થયો પણ તેમના જન્મ પછી ધનજીભાઈનું ઘર ધર્મથી પણ સમૃદ્ધ બનવા પામ્યું. તેમના જન્મ પછી થયેલ તુરંત જ પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સમાગમના કારણે કિશોરકુમારે જીવનમાં ક્યારેય અભક્ષ્યનું ભક્ષણ કે રાત્રિભોજન પણ કરેલ નથી. બાલ્યાવસ્થાથી જ પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીના ખોળામાં બેસવાનું સદ્ભાગ્ય મેળવનારા કિશોરકુમારે વ્યવહારિક અભ્યાસ કરતા ધાર્મિક અભ્યાસ વધુ કરેલ. Jain Education Intemational વિશ્વ અજાયબી : દર ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં રહેવાનું સૌભાગ્ય મેળવનાર કિશોરકુમારે બાલ્યાવસ્થામાં ૨મતગમતની સાથે અનેક પ્રકારની સુંદર આરાધનાઓ બે પ્રતિક્રમણ પંચ પ્રતિક્રમણ નવસ્મરણ ચાર પ્રકરણ છ કર્મગ્રંથ આદિનો અભ્યાસ સહજતાથી કરી લીધો. વિ.સં. ૨૦૧૯ માં પિતાજી ધનજીભાઈ આદિ સપરિવારની સાથે દીક્ષીત બનેલા કિશોરકુમારમાંથી મુનિરાજ શ્રી કુલશીલ વિજયજી તરીકે નામાભિધાન પામેલા બાલમુનિ શ્રી પૂજ્યપાદ પરમગુરુદેવશ્રીજીના લાડીલા હતા તો પૂજ્યપાદ ઉપાધ્યાજી શ્રી ચારિત્રવિજયજી મ. ના કુશળ ઘડતરના કારણે તેમની પાસેથી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા મેળવતાં બાલમુનિની પ્રત્યેક કાર્યોમાં ચોકસાઈ ચીવટ આગવી તરી આવતી હતી. તેમની વ્યવસ્થિત કુશળતાપૂર્વક કામ કરવાની પદ્ધતિની ઘણીવાર પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજી વાચનામાં પ્રશંસા કરતા હતા. બાલ્યાવસ્થાથી જ મધુર કંઠની કુદરતી બક્ષીસ હોવાથી છ અટ્ટાઈ, સત્તાવીસ ભવ, પંચકલ્યાણક, જ્ઞાનપંચમી, મૌન એકાદશી આદિના સ્તવનો સજ્જાયોના રાગો તે સમયના સુવિખ્યાત સંગીતજ્ઞ કેશવલાલ ગૌતમ પાસે એ રાગોની વ્યવસ્થિત પદ્ધતિ શીખી. વિ. સં. ૨૦૨૧-૨૦૨૨-૨૦૨૩ ના લાલબાગ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વમાં જે બુલંદ અને મધુર સ્વરે સ્તવનોનું ગાન કર્યું છે તે સાંભળી હજારોની પર્ષદા ભગવદ્ભક્તિમાં તલ્લીન બની ગયેલ. ન્યાય વિશારદ વર્ધમાન તપોનિધિ પૂ. આ.ભ. ભુવનભાનુ સૂ. મ. વિ. સં. ૨૦૩૦ની સાલમાં ખાસ મુનિ કુલશીલ વિજયજીના કંઠે ગવાતા સ્તવનો. સજ્ઝાયો સાંભળવા માટે વિજય દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં પ્રતિક્રમણની માંડલીમાં પધારતા હતા. પોતના દાદા ગુરુદેવશ્રીજી અને ગુરુદેવશ્રીજીની નિશ્રામાં જ વિચરતા મુનિવરે બાલવયમાં જ વર્ધમાનતપનો પાયો નાખી ૩૯ ઓળીની આરાધના, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, પૌષ દસમી આદિ તપોની આરાધના કરી વિ. સં. ૨૦૪૭ માં મુંબઈ વિક્રોલી તથા વિ. સં. ૨૦૫૧માં અમદાવાદ જ્ઞાનમંદિર વિ. સં. ૨૦૬૧ માં અમદાવાદ શાંતિવન કૃપાસાગરમાં વિડલોની આજ્ઞાથી પૂજ્યશ્રીની નિશ્રામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy