SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ સં. ૨૦૩૦માં દાદા અમીચંદજીની પણ દીક્ષા થઈ. તેઓશ્રી મુનિ અરિહંતવિજયજી બન્યા. જાવાલ સ્થિત મકાનનું ‘અરિહંત-જિનોત્તમ જ્ઞાનમંદિર'માં રૂપાંતર કર્યું. કુશાગ્ર બુદ્ધિ અને ગુરુદેવની કૃપાથી વિવિધ ગ્રંથો અને શાસ્ત્રોનો અભ્યાસ કરી, સાહિત્યના અધ્યયન-ચિંતનથી સુમધુર પ્રવચનકારની ખ્યાતિ પામ્યા. પૂ. ગુરુદેવની કૃપાથી વિભૂષિત અને ગુરુદેવના કાર્યકલાપ માર્ગદર્શન અને સાન્નિધ્યમાં અનેક ધર્માનુષ્ઠાનો, પ્રતિષ્ઠા ઉપધાન તપ, મહોત્સવાદિ તેમ જ સમાજના નૈતિક–આધ્યાત્મિક ઉત્થાનનાં શુભ કાર્યોનું પણ સંચાલન કરી રહ્યા છે. તેઓશ્રીના શુભ માર્ગદર્શને ‘સુશીલસંદેશ’ માસિક પત્રિકા પાંચ વર્ષથી પ્રકાશિત થઈ રહી છે, જે જનતામાં ખૂબ પ્રિય બની ચૂકી છે. સહજ કાર્યદક્ષતાથી શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી રવિચંદ્રવિજયજી પણ અનુપમ ભક્તિ અને અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને ગુરુનિશ્રાએ વિહરતાં શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સહયોગ આપી રહ્યા છે. (પરિવારમાં દીક્ષિત ) —દાદા : પૂ.મુનિશ્રી અરિહંતવિજયજી મ૦ —દાદી : પૂ. સાધ્વીશ્રી ભાગ્યલતાશ્રીજી મ૦ માતા : પૂ. સાધ્વીશ્રી દીવ્યપ્રજ્ઞાશ્રીજી મ૦ —બુઆ : પૂ. સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી મ૦ —બુઆ : પૂ. સાધ્વીશ્રી ભવ્યગુણાશ્રીજી મ૦ સૌજન્ય : શ્રી જૈન શાસન સેવા ટ્રસ્ટ, પાલી-રાજસ્થાન તરફથી. માલવમાર્તંડ, પ્રબુદ્ધ પ્રવચનકાર, પ્રખર ચિંતક ૫.પૂ.આચાર્યદેવશ્રી મુક્તિસાગરસૂરિજી માલવમાર્તંડ મ.સા. Jain Education International પૂ. શાસનના આચાર્યશ્રી મુક્તિસાગરસૂરિજી મ.સા. જૈન જગતના એક ઝળહળતા સિતારા છે, પ્રભાવક પુરુષ છે અને જૈન સમાજની અણમોલ અમાનત છે. પોતાના તારણહાર ગુરુદેવના અનન્ય કૃપાપાત્ર શિષ્ય, માલવભૂમિના સપૂત, માળવાની આન-બાન-શાન ૬૨૯ અને માળવાનું ગૌરવ છે. તેઓશ્રી પ્રબુદ્ધ પ્રવચનકાર, ચિંતક, લેખક અને કવિહૃદયી સંત છે. મધ્યપ્રદેશના ઇન્દૌર જિલ્લાના ગૌતમપુરા માટે વિ.સં. ૨૦૧૩, ભાદરવા વદ-૩૦, તા. ૪-૯-૧૯૫૬નો સૂરજ સોનાનો ઊગ્યો હતો. એક તો એ દિવસ ભગવાન મહાવીર જન્મવાચનનો દિવસ અને બાજું એ દિવસે ગામના શ્રી મોતીલાલજી જૈન (સાલેચાબોહરા)નાં પત્ની રેશમબાઈની પવિત્ર કુક્ષિએ એક તેજસ્વી બાળકનો જન્મ થયો. બાળકનું નામ રખાયું મહાવીરકુમાર. નામ પ્રમાણે ગુણ'–મુજબ બાળક ધર્મપ્રેમી થયો. ત્રેવીસ વર્ષની વયે મહાવીર કુમારે વિ.સં. ૨૦૩૪ના મહા સુદ-૧૩, સોમવાર, તા. ૨૦-૨-૧૯૭૮ના રોજ ઉજ્જૈન મુકામે ગુરુદેવ ૫.પૂ. પંન્યાસ શ્રી અભ્યુદયસાગરજી મ.સા.ના સાંનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરી મુક્તિસાગરજી નામ ધારણ કર્યું. જિલ્લા ઉજ્જૈનમાં ફાગણ સુદ-૪ તા. ૧૨-૩-૭૮ના રોજ એમની વડીદીક્ષા થઈ. સં. ૨૦૫૫, માગસર સુદ-૩, તા. ૨૨-૧૧-૧૯૭૮ના રોજ એમને ગણિપદ પ્રાપ્ત થયું. સમ્મેતશિખરજી તીર્થમાં તા. ૧૮-૩-૦૧ના દિને એમને ‘માલવામાર્તંડ’ બિરુદથી સમ્માનિત કરાયા. સં. ૨૦૬૨, મહા સુદ-૧૧ તા. ૮-૨-૨૦૦૬એ બિબડોદ તીર્થ-પૂના (મહારાષ્ટ્ર)માં પંન્યાસ પદ અર્પણ કરવામાં આવ્યું અને અયોધ્યાપુરમ તીર્થ (વલ્લભીપુર-ગુજરાત) મધ્યે સં. ૨૦૬૪, ફાગણ વદ (ગુજ. મહા વદ) ૧૦, રવિવાર તા. ૨૩-૨૦૦૮ના રોજ આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું. પૂ. મુનિશ્રી અચલરત્નસાગરજી મ., પૂ. મુનિશ્રી નમિતસાગરજી મ., પૂ. મુનિશ્રી પાવનસાગરજી એમનાં શિષ્યરત્ન છે. પૂ.સા.શ્રી મુક્તિરેખાશ્રીજી મ. એમનાં સંસારી બહેન અને પૂ.સા.શ્રી અસ્મિતાશ્રીજી મ. એમનાં સંસારી ભાણજી થાય. પૂ.આ. મુક્તિસાગરજી હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના સારા જ્ઞાતા છે. માળવા, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ તેમજ બંગાળમાં બત્રીસ વર્ષમાં લગભગ બાવન હજાર કિ.મી.ની એમની વિહારયાત્રા થઈ. અટ્ટાઈ, માસક્ષમણ, નવપદ ઓળી, વીસસ્થાનક, પોષ દશમી, જ્ઞાનપંચમી, વર્ધમાન તપ, ૨૭ ઓળી અને અનેક છટ્ઠ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy