SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ વિશ્વ અજાયબી : સૌને અમારા દર્શનમાં સહભાગી બનવાનો સંકલ્પ લઈને બેઠા છીએ. આ વિરાટ ગ્રંથ એ સત્સંકલ્પનું જ ફળ છે. આ અમારી પ્રતિષ્ઠા નથી પણ જૈનશાસનની પ્રતિષ્ઠા બની રહેશે. આ વિરાટ આયોજનમાં શ્રી નેમિસૂરિ સમુદાયના ૫.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તરફથી અમારી સમગ્ર ગ્રંથશ્રેણીને ઠીક ઠીક પ્રોત્સાહક બળ મળ્યું છે. એવું જ પ્રોત્સાહન શ્રી ભક્તિસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી લબ્ધિસૂરિજીનું જ હતું. લબ્લિવિક્રમ સમુદાયના પ્રભાવક આચાર્ય શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા., તદ્ પૂ. સા.શ્રી વાચંયમાશ્રીજી મ.સા., પૂ.સા.શ્રી રત્નસૂલાશ્રીજી મ.સા., પૂ. પ્રવર્તકશ્રી હરિશભદ્રવિજયજી મ., શ્રી રામચંદ્રસૂરિ સમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી મુક્તિચંદ્રસૂરિજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મ.સા., શ્રી ભુવનભાનુસમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા., પ.પૂ.આ.શ્રી રશ્મિરત્નસૂરિજી મ.સા., પૂ.પં.શ્રી ભુવનસુંદરવિજયજી મ.સા., પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા., પૂ. ગણિવર્યશ્રી યશોવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ., શ્રી સાગરાનંદસૂરિ સમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા., નીતિસૂરિ સમુદાયમાંથી પૂ. મુનિશ્રી હાર્દિકરત્નવિજયજી, શ્રી બાપજી મહારાજના સમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા., શ્રી વાગડ સમુદાયમાંથી પૂપં.શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા., ભક્તિસૂરિ સમુદાયમાંથી પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા., શ્રી વલ્લભસૂરિ સમુદાયમાંથી ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા., અચલગચ્છના પૂ. મુનિશ્રી દેવરત્નસાગરજી મ. વગેરે તરફથી ઘણી મોટી હુંફ, પ્રેરણા અને સહયોગ પ્રાપ્ત થયો છે. ગ્રંથને વૈવિધ્યસભર બનાવવામાં જ્યાં જ્યાં માહિતી લીધી છે તે સૌનો ઋણસ્વીકાર કરતાં આનંદ થાય છે. જેનશાસનના અનેક જ્ઞાતાઓએ, શ્રેષ્ઠીઓએ આપેલા સહયોગ માટે પણ અમે સૌના અત્યંત ઋણી છીએ. આ ગ્રંથપ્રકાશનમાં જાણેઅજાણે પણ જૈનધર્મ કે પરંપરા વિરુદ્ધ કોઈપણ જાતનો ઉલ્લેખ થયો હોય કે કોઈપણ વિગતમાં જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો અંત:કરણપૂર્વક ક્ષમા માંગી લઈએ છીએ. ગ્રંથના છાપકામમાં ધર્મપ્રેમી જ્ઞાનચંદજી જૈન તથા તેમના પુત્રો નિજેશભાઈ તથા નિલયભાઈએ ખૂબ જ કાળજી લઈ નોંધપાત્ર સેવા આપી છે. પ્રફરીડિંગના કાર્યમાં પણ ભાવનગરના જાણીતા કવિ રાહી ઓધારિયાનું યોગદાન નોંધપાત્ર રહ્યું. સંબંધકર્તા સૌનો અંતરથી ખૂબ ખૂબ આભાર. નંત સિદ્ધાત્માઓને નમસ્કાર, અનંતાનંદ આત્માઓને સિદ્ધિપદની પ્રાપ્તિ કરાવનાર મહાન ગિરિરાજ શ્રી શત્રુંજય એ જગતનું સર્વશ્રેષ્ઠ મૂલ્યવાન જવાહિર છે. જૈતા સંસ્કૃતિનું દર્શન કરાવતું આ એક અનુપમ નજરાણું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy