SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૫૮૫ મુનિ સાથે બે ઘડી પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મ.સા. SKIP, , અચાનક પત્રકારના સંબંધે હું એક ઉપાશ્રયમાં જઈ ચડ્યો, ત્યાં એક પરિપક્વ ઉંમરના મુનિ ગ્રંથનું વાંચન કરતા હતા. મુનિનું લલાટ ચમકતું હતું આંખોમાં અમી હતાં કાયામાં સાધનાની છાંટ દેખાતી હતી. રજા લઈ ઔચિત્ય સાચવી તેઓની પાસે આવવાનું કારણ દર્શાવી મને જ્ઞાનગોષ્ઠી કરવી છે આપની બે ઘડી મુલાકાત લેવી છે, થોડા પ્રશ્નો પૂછવા છે, એવી ઇચ્છા દર્શાવી. JM કાર મુનિ સ્વભાવે શાંત હતા, માયાળુ ને મમતાળુ હતા. ધીર ને ગંભીર પણ હતા, પ્રથમ પરિચયમાં મારા ઉપર સારી છાપ પડી. મને પ્રશ્ન પૂછવા માટે અનુમતિ આપી સાથે નમ્રતા પણ દર્શાવી કે મારામાં યોગ્યતા હશે તેવા પ્રશ્નોના જવાબ આપીશ. પહેલી જ ક્ષણ મારા માટે અવિસ્મય આશ્ચર્યકારી બની, મારો ફેરો સફળ થશે તેવો વિશ્વાસ થયો, મેં મુનિને જીવન સંબંધિ, આચાર સંબંધિ, ઉપકરણ અને વિધિવિધાન સંબંધી પ્રશ્નો પૂછ્યા, તેનો સંક્ષિપ્ત સાર કાંઈક આવો હતો. | શ્રમણધર્મમાં જયણા સાચવવાનાં ઉપકરણો આમ જુઓ તો શ્રમણજીવનનો સંપૂર્ણ ગણવેશ જયણાની જાળવણીના ધ્યેયપૂર્વક નક્કી કરાયેલો છે. સીધી કે આડકતરી રીતે લગભગ બધાં જ ઉપકરણો જયણા માટેના જ કહી શકાય તેમ છે. ઓઘો, દંડાસણ, પૂંજણી, રજોહરણ, ચરવાળી, સૂપડી, કામળી, સંથારો, મુહપત્તિ વગેરે. આ બધા મુખ્ય ઉપકરણો જયણાના પાલનમાં વિશેષ રીતે સહાયક બનતાં હોય છે. ગોચરીનાં વાહક કાષ્ટપાત્રો ગણાયાં છે. તાપણી, ચેતનો, પાત્રા આદિ ગૌતમસ્વામીના પાત્રા” એ નામે ઓળખાય છે. આ પાત્રો લાકડામાંથી બને છે તેના ઉપર રંગ કરવામાં આવે છે અને સારી રીતે ધોઈ શકાય છે. આ લેખમાળાનું આલેખન કર્યું છે પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરીશભદ્રવિજયજી મહારાજશ્રીએ. પૂજ્યશ્રીની જન્મભૂમિ મુરબાડ, પિતા શ્રી અમૃતલાલભાઈ, માતા રૂક્ષ્મણીબહેન, બાર વર્ષની કુમળી વયે સં. ૨00૫માં મહા વદ-૫-મુરબાડ મુકામે સંયમનો સ્વીકાર કર્યો. તેમના સાહિત્યરસથાળમાં ઘણાં જ સચિત્ર પ્રકાશનો તેમજ તત્ત્વબોધ પરીક્ષાનાં પુસ્તકો જગપ્રસિદ્ધ બન્યાં છે. પોતાના સંસારી પરિવારમાં ધર્મભાવના વધે તે માટે પાલિતાણા તીર્થમાં ચાતુર્માસ અને કુંભોજગિરિમાં ૯૯ યાત્રા પણ કરાવી હતી. ઉદાત્ત ધ્યેયથી ઘણા જ્ઞાનની સાધના કરે છે. તેમાં એક આ લેખમાળાના લેખક પ્રવર્તક સાહિત્યોપાસક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy