SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૨ વિશ્વ અજાયબી : દુઃખી-દરિદ્રોનો પણ ઉદ્ધાર કરેલ. તેમણે કરેલ અનેક સુકત્યોના કારણે આજે હિન્દુસ્તાનમાં વીરસંવતની જેમ વિક્રમ સંવત પણ ચાલી રહ્યો છે. (૬૦) માણેકચંદ શેઠ : ઉજ્જૈન નગરીના નિવાસી જેમણે આચાર્ય ભગવંત અને મુનિ મહાત્માઓના ઉપશમભાવની પરીક્ષા આશાતના કરી કરીને, પાછળથી માતા અને પત્નીના રોષથી પશ્ચાત્તાપ કરી સદા માટે સદાચારી બની જનાર બન્યા. આજ આત્માએ શત્રુંજયની પગપાળા એકાકી યાત્રા ઉપવાસ અને નવકાર જાપ સાથે કરતાં મગરવાડા નિકટ અપમૃત્યુથી પ્રાણ છોડ્યા, પણ ધર્મપ્રભાવે માણિભદ્રવીર બન્યા. | (૬૧) વ્યસની સાળવી : દરરોજ દારૂ પીવાની લતવાળો આ માણસ ઉપાશ્રયમાં આવી જિનવાણીનું શ્રવણ નશામાં કરવા લાગ્યો અને ગુરુમુખે ગંઠસી પચ્ચખાણની વાતો સાંભળી ખૂબ મનને મનાવી દોરીને ગાંઠ મારી દારૂબંધી અને ગાંઠ ખોલી દીધા પછી દારૂ પીવાની પ્રતિજ્ઞા લીધી, તેવી નાજુક અને નકામી ગણાતી પ્રતિજ્ઞા કસોટીએ ચડી, મરણ આવ્યું પણ ટેક પાળી શત્રુંજયરક્ષક કપર્દિયક્ષ દેવ બની ગયો. (૬૨) ગંધાર શ્રાવક : પોતાના ઉપકારી ગુરુદેવના પધારવાના સમાચાર સાંભળતાં જ આ ગુરુના ભક્ત શ્રાવકે ખબર આપનારને ચાવીના જૂડા આપી દીધેલ, પણ ભાગ્ય ફૂટેલા હોવાથી ઊંચામાલવાળા ગોડાઉનની ચાવી હાથમાં ન લેતાં ખબરદારે મોટો ચાવીનો ઝૂડો લીધો, તેમાંથી દોરડા મળ્યા, છતાંય તે પછી ગંધાર શ્રાવકે સ્વાગતયાત્રામાં લાખ્ખો ખર્ચી નાખ્યા હતા. (૬૩) મોતીશા શેઠ : નિકટના ભૂતકાળમાં થઈ ગયેલ મુંબઈ, સુરત, પાલિતાણા ઇત્યાદિ સ્થાનોનાં જિનાલયો, ઉપાશ્રયો, સાધર્મિકો તથા ધાર્મિકો માટેના ઉદાર સખાવતી શ્રેષ્ઠ મોતીશા જેમનું બાંધેલું બાવન જિનાલય મુંબઈ ભાયખલામાં છે તથા શત્રુંજયે મોતીશાની અલાયદી ટૂંક પણ છે, આખીય ગલીનું નામ મોતીશા લેન છે. (૬૪) શાંતિદાસ શેઠ : બાદશાહ અકબરના માનીતા ઝવેરી તેમણે વિચરણ કરતા અનેક પંચમહાવ્રતધારી ગુરુદેવોની સલાહથી અને ખાસ તો મુક્તિસાગર મહાત્માના માર્ગદર્શનથી શાસનસેવા, શત્રુંજય, શિખરજી, પાવાપુરી વગેરે તીર્થોની રક્ષા, છરીપાલિત સંઘો વગેરેનાં સુકૃત કર્યા છે. તેમના જ પુત્ર લક્ષ્મીચંદ અને પૌત્ર ખુશાલચંદે મુસ્લિમ હોદ્દેદારો સાથે મીઠા સંબંધો જાળવી જિનશાસનની સેવા કરી હતી. (૫નરસી કેશવજી વગેરે પાલિતાણાની ટોચે જે નવટૂંકો નિર્માણ પામી છે, તેના ઉદાર સખાવતીઓમાં વંથલીના સવચંદ શેઠની ટૂંક (વિ.સં. ૧૬૭૫), લક્ષ્મીચંદ ભંડારીની છીપાવસહી ટૂંક (સં. ૧૭૯૧), પ્રેમચંદ લવજી મોદીની પ્રેમવસહી ટૂંક (સં. ૧૮૪૩) ઉજમબાઈની નંદીશ્વર ટૂંક (સં. ૧૮૮૯), શ્રી હેમાભાઈ શેઠની હેમવસહી ટૂંક (સં. ૧૮૮૬), શ્રી સાકરચંદ પ્રેમચંદની સાકરવસહી (સં. ૧૮૯૪), શ્રી બાલાભાઈની બાલાવસહી (સં. ૧૮૯૩), નરસી કેશવજીની ખરતરવસહી (સં. ૧૯૨૧) મોતીશાની ટૂંક (સં. ૧૯૯૩) પ્રખ્યાત છે. સિદ્ધગિરિ તીર્થે અનેક શ્રાવકોએ વહાવેલી દાન-ગંગા જિનાલયો-જિનપ્રતિમા રૂપે જોવા મળશે. (દદ) વિક્રમસિંહ વગેરે બારોટો : વાઘણ સામે પડી તીર્થરક્ષા કરનાર ભાવસાર વિક્રમસિંહની જેમ મુસ્લિમ મહમદ બાદશાહના આક્રમણ સમયે એંસી જેટલા બારોટોએ પોતાનાં જીવતાં બલિદાન આપી દઈ કરેલી તીર્થરક્ષા ઉપરાંત અલ્લાઉદ્દીન ખીલજીના શત્રુંજયવિરોધી અભિયાન સમયે જૈન ગુરુદેવો અને જૈન શ્રાવકોના આશીર્વાદ-અભિનંદન સાથે સુજાતા, અર્જુન, અમર વગેરે પચાસ જેટલા બારોટોએ પોતાના પ્રાણ દાદાજી બારોટની આગેવાની હેઠળ ન્યોછાવર કરીને સંપૂર્ણ પાલિતાણાની રક્ષા કરી છે, જેના પડઘા ભાવનગર, અહમદાવાદ, સુરતથી લઈ સંપૂર્ણ ભારતમાં પડ્યા હતા. જૈનકુળમાં જન્મેલા જોતાં રહી ગયા અને જૈનેતરો જશ ખાટી ગયા છે. (૬૭) અનુપમાદેવી વગેરે શ્રાવિકાઓ : તેજપાળમંત્રીનાં પત્ની અનુપમાદેવી, જેઓ પોતાના ઉદારતાદિ ગુણોથી ષદર્શન-માતા કહેવાતા હતા. ચંપાશ્રાવિકા, જેના છ માસના ઉપવાસથી અકબર બાદશાહ બોધ પામેલ. સુદર્શના કુંવરી, જેણે નવકારની યાદમાં ભરૂચમાં સમડીવિહાર બનાવેલ. નિર્મલા, જે મોદિની સુહાગણ સ્વરૂપવાન પત્ની હતી તેણે વિવિધ પ્યાલામાં દૂધ ભરી રાજાની વિકારવાસનાને ઉપશાંત કરેલ, તે ઉપરાંત ભગવાન વીરના સમયકાળની શ્રમણોપાસિકા સુલસા, રેવતી, મનોરમા, સતી સુભદ્રા, યશોદાદેવી, યશોદયા, યશોમતી, સુદર્શના, સુનંદા વગેરે સ્ત્રીઓ પણ પરમાત્માના શાસનની ઉપાસિકાઓ ગણાઈ છે. નામોની સૂચિ ખૂબ લાંબી થાય પણ અત્રે સંક્ષેપમાં જ ઈગિતમાત્રથી નામો દર્શાવ્યાં છે, જેમનાં જીવન-કવન, ચરિત્ર પ્રસંગો જાણવાં જેવાં છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy