SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ (૬૫) ચમત્કારિક ઘટનાઓ : દુનિયામાં સામાન્ય રીતે જે ન બને તેવી ઘટના ચમત્કારમાં ખપાવાય છે, પણ હકીકત એ છે કે સકામ કે અકામ નિર્જરા દ્વારા દેવગતિમાં જનાર અનેક દેવો નવકારની સેવા કરે છે. તેથી નવકારસેવકોની ઇચ્છા દેવો પૂરી કરે છે. (૬૬) રત્નત્રયી-તત્ત્વત્રયી : નવકારનાં પ્રથમ બે પદ દર્શનગુણ વિકાસ માટે, ત્રીજું અને ચોથું જ્ઞાનપદ વિકાસ હેતુ તથા પાંચમું પદ ચારિત્રપદ વિકાસ માટે છે. બીજી તરફ પ્રથમનાં બે પદ દેવતત્ત્વ, પછી ત્રણ ગુરુતત્ત્વ અને અંતિમ ચાર પદ ધર્મતત્ત્વ માટે હોવાથી તેમાં રત્નત્રયી અને તત્ત્વત્રયી બને છે. (૬૭) ઇન્દ્રિયોનું વશીકરણ : ખાલી પેટે કરેલ જાપ બધીય ઇન્દ્રિયોને પણ વશ કરી મનલક્ષી બનાવે છે અને જાપકનું જો મન નવકારના રંગમાં ભીંજાણું તો પછી પ્રાણ પણ ભાવિત થાય છે અને પ્રાણની સશક્ત અસર આત્મા ઉપર પડતાં લખલૂટ કર્મનિર્જરા થાય છે. (૬૮) આત્મશુદ્ધિની ઉપાસના સંપૂર્ણ જિનશાસનની આરાધનાનો સાર છે શુદ્ધ આત્મદ્રવ્યની ઉપલબ્ધિ છે, તે માટે અનેક પ્રકારી આરાધનાઓ પ્રરૂપાયેલ છે. નવકાર જપના સ્મરણ-શરણ તથા સમર્પણથી આત્મશુદ્ધિ શીઘ્ર પ્રગટે છે, કારણ કે તેમાં રહેલ પરમેષ્ઠિઓની શુદ્ધિ ઉત્કટ હોય છે. (૬૯) વિવિધ યોગ-સંયોગ : ભક્તો માટે ભક્તિ, તપસ્વીઓનો તપ, દાનવીરોનું દાન, શીલવંતોનું શીલ, ભાવિકોના ભાવ, જ્ઞાનીઓનું જ્ઞાન, માનવતાનું સન્માન, યોગીઓના યોગ અને ધ્યાનપ્રેમીના ધ્યાન જેવાં ચિરંજીવી તત્ત્વો શ્રીનવકારમાં છુપાયેલાં છે. (૭૦) અરિહંતાણંનો વ્યાપક અર્થ : નમો અરિહંતાણં બોલી ફક્ત જઘન્ય ૧૦ કે ઉત્કૃષ્ટા ૧૭૦ તીર્થંકરોને જ નહીં, પણ જઘન્ય બે કરોડ ને ઉત્કૃષ્ટા નવ કરોડ કેવળીને પણ વંદન થાય છે, કારણ કે તીર્થંકરોની હાજરી હોવાથી તેઓ સામાન્ય કેવળી બની મોક્ષે સિધાવે છે તેવો નિયમ છે. (૭૧) એકમાત્ર શરણ : જે નવકારની બહાર છે તે ધર્મથી વિમુખ છે. જન્મ-જરા અને મૃત્યુ તેનો જ પીછો કરે છે, પણ જે નવકારની સીમામાં પ્રવેશી ગયો છે તે સુરક્ષિત છે, પ્રગતિમાન છે, આરાધક છે અને નિકટભવી જીવાત્મા પણ છે. હેમચંદ્રાકિંવદંતીઓ : કલિકાલસર્વજ્ઞ (૭૨) Jain Education International ૫૬૫ ચાર્યજીના સમકાલીન આચાર્ય જયશેખરસૂરિજીએ કહેવાય છે કે લાગટ ૧૩ વરસ સુધી (મતાંતરે ૧૬ વરસ સુધી) ફક્ત નવકાર ઉપર પ્રવચનપદાર્થો પીરસ્યા હતા. આ. ભ. માનતુંગસૂરિજીએ ‘ભક્તામર’ની જેમ નવકાર બોલીને પણ ચમત્કારદર્શન લોકોને કરાવેલ હતા. (૭૩) ધર્મત્રયનાં ગણિતો : મહામંત્ર નવકારના પ્રથમ પાંચપદથી સંયમશક્તિ વિકસે છે, ચૂલિકાના વિશ્લેષણથી તપશક્તિ ખીલે છે, જ્યારે સંપૂર્ણ નવકારનો જાપ અહિંસાભાવ વધારે છે. તેથી અહિંસા-સંયમ અને તપ એ ત્રણ ભાવો મળી શુદ્ધધર્મની સવિશુદ્ધ આરાધના બની જાય છે. (૭૪) વિવિધ ફળદાતા : સુખ-સમાધિ-સમૃદ્ધિ, સદ્ગુણ-સ્વાસ્થ્ય, સંસ્કાર અને સદાચાર જેવાં ઉત્તમ ફળો તો નવકારના આરાધકોને મળે જ છે, ઉપરાંત જેમ જેમ અનુપ્રેક્ષા દ્વારા નવકારની શોભા વધારવામાં આવે, શ્રી નવકાર વળતામાં કર્મશોધન કરી આત્માની શોભા વધારે છે. (૭૫) પરમેષ્ઠિ વ્યાખ્યા : પંચ પરમેષ્ઠિઓ જગતના શ્રેષ્ઠસ્થાને બિરાજમાન છે, ભલે લોકજગત સમજી ન શકે. તેમાં પણ અરિહંતપ્રભુને પ્રથમ સ્થાન આપતાં તેમના પ્રતિનો ઉચિત વ્યવહાર કૃતજ્ઞતા, સમર્પણ, તીર્થપતિનું ગૌરવ તથા તત્ત્વદૃષ્ટિ સચવાય છે. (૭૬) અસમાધિહર્તા ઃ કર્મોના ઉદયને સંક્રમણ કરવાથી ટાળી શકાય, અબાધાકાળમાં ફેરવી પણ શકાય, પણ જો કાળ વીતી જતાં કર્મોદય જ્યારે જાગે અને તે ઉપર આત્માનો કાબૂ ન રહે ત્યારે વિષમ દશામાં સુષમસમાધિ નવકાર જ બક્ષી શકે છે, તેમાં જાપ ફક્ત કર્મસ્થિતિ જ નહીં કર્મરસ પણ તોડે છે. (૭૭) આલંબન ધ્યાન : જીવની પ્રાથમિક ભૂમિકામાં શ૨ી૨ના સાતકેન્દ્રો, ચિત્રાલંબન, રંગાલંબન, પ્રભુપ્રતિમા પૂજાલંબન, અક્ષરાલંબન વગેરે દ્વારા મનને સ્થિર કરવાના ઉપાયો છે. ધીમે ધીમે અભ્યાસ થતાં જાપના આલંબન-રૂપ નવકારવાળી, હાથના વેઢા વગેરે પણ ગૌણ બનવા લાગે છે. (૭૮) જય પાપવિનાશક : જપની વ્યાખ્યા કરતાં शास्त्र हे छे जकारो जन्मविच्छेदः पकारो पापनाशकः । तस्माज्जप કૃતિ પ્રોવતો ગપ પાપવિનાશઃ ।। કહેવાનું તાત્પર્ય જન્મ છે તો પાપની પરંપરા છે, તેથી મૃત્યુ જ જપ દ્વારા નવા જન્મનો નાશ કરવાનો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy