SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ ચારેય ગતિના ચોરાશીલાખના ચક્કરમાં ભ્રમણ કરતો જીવાત્મા જ્યારે માનવંતો માનવદેહ પામ્યો છે, ત્યારે માનવભવથી મુક્તિઘર સુધી જવા અને મોક્ષમહેલના મોઘેરા મહેમાન બની સુખ-સુખની મહામિજબાની માણવા ફક્ત-ફક્ત મનુષ્યભવને મહાત કરી દેતો માનકષાય મન-વચન અને કાયાથી ઝુકાવવા જાણે ધર્મરાજાએ નમસ્કાર મહામંત્ર આપી દીધો છે. નમસ્કાર નમ્રતા-માર્દવ અને વિનયસભર વર્તનથી વિવેકગુણ સ્વયં ઉદ્દ્ભૂત થઈ જાય છે, અને જ્યાં વિનયોપચાર પછી વિવેકોપચાર પ્રારંભ થઈ જાય ત્યાં ધર્મજનોને હેયઉપાદેય, ત્યાજ્ય અને આવકાર્યના ભેદ શીખવા ક્યાંય જવું નથી પડતું. મહામૂલા મહામંત્ર નવકારની વિવિધક્ષેત્રીય અનુપ્રેક્ષાઓથી બોધ થશે કે નવકાર મુક્તિમાર્ગના મુસાફર માટે વિનયગુણપ્રદાતા છે, તો તે જ મહામંત્રનું વિધાન વિવેકગુણદાતા છે. જ્યાં વિનય-વિવેકનો સાથ મળે ત્યાં કયો મુસાફર મંઝિલે પહોંચ્યા વગર રહે. પ્રસ્તુત છે વિશ્વમંત્ર નમસ્કારની જ્ઞાનવૈભવની વિવિધ વાતો-વાર્તાઓ. (૧) સમાધિદાતા : જીવન કેવું જીવ્યા તેના કરતાં મૃત્યુની પળોની સમાધિ મહત્ત્વની છે તે માટે જન્મ-મૃત્યુના વચગાળાના જીવનપંથમાં નવકારસ્મરણથી સાહજિક સમાધિ ઉત્પન્ન થાય છે, તે માટે જ તો જાપક જેમ જાપને વધારે કરે તેમ તેમ અશુભ કર્મોનો ક્ષયોપશમ થાય અને અભિનવ સમાધિથી જાપ વધે છે. (૨) ત્રિવેણી સંગમ : મહામંત્રમાં પ્રથમ પદથી તીર્થંકરને, પછીના ચાર પદોથી તીર્થસ્વરૂપ પંચપરમેષ્ઠિ પૈકીના ચાર ભગવંતોને અને ચૂલિકાના ચાર પદોથી તીર્થંકર પ્રભુની આજ્ઞારૂપી માર્ગને સ્પર્શી શકાય છે. સંપૂર્ણ નવકાર સ્મરણ જેવી તીર્થયાત્રા બીજી કઈ રીતે ગણી શકાય? (૩) ત્રિપ્રકારી ધર્મ : અહિંસા, સંયમ અને તપના ત્રિપાંખિયા સાધનાબળથી સાધક બનેલા પાંચેય પરમેષ્ઠિઓની સૂક્ષ્મ શક્તિને દેવો પણ અભિનંદે છે, માટે જ પરમાત્માની ઉપાસના ઓછામાં ઓછા એક કરોડ દેવો કરે છે, જ્યારે આચાર્ય-ઉપાધ્યાય-સાધુની સેવા અનેક દેવો કરે તેમાં આશ્ચર્ય નથી. (૪) ચાર ગતિમાં ગતિ-પ્રગતિ : અનાદિકાળના અનંતભવોમાં બધુંય મળવું સુલભ હોઈ શકે પણ મહામોધો મહામંત્ર નવકાર અને તેની આરાધના આત્મસાત્ થવી અતિ Jain Education Intemational વિશ્વ અજાયબી : દુર્લભ છે. જેને તેની સાધના સાંપડી ગઈ તેને પંચમતિ મુક્તિ તરફ જવા મજાનો માર્ગ મળી ગયો. (૫) પંચ નમસ્કારથી પરમપદ : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ તે પાંચેયને કરેલ દ્રવ્ય નમસ્કાર ભૌતિકતાની ભૂતાવળથી ઉગારે છે અને કરેલ ભાવનમસ્કાર આધ્યાત્મિક અનુભવો કરાવી પંચપરમેષ્ઠિ પદથી લઈ અંતિમસિદ્ધિના સોપાન સુધીની સફર કરાવે છે. (૬) ષટ્કાયરક્ષાથી આત્મરક્ષા : આચારાંગસૂત્ર ફરમાવે છે કે છકાય જીવોની રક્ષા તે સ્વયંના આત્માની રક્ષા અને ષટ્કાય હિંસા-વિરાધના પોતાની જ આશાતના તુલ્ય છે, જેને છકાયજીવયોનિમાં ન ભટકવું હોય તેમણે ષટ્કાયપ્રતિપાલક અને અભયદાતા સાધુ-સંતોની સેવા-ઉપાસના કરવી ઘટે. (૭) ભયસપ્તનિવારણ : જ્યાં સુધી ભવભ્રમણનો ભેંકાર ભય નથી લાગ્યો ત્યાં સુધી જ સાત પ્રકારના ભય જીવને ત્રાસ આપશે, બાકી જેને ભ્રમણભીતિ ઉત્પન્ન થઈ ગઈ છે તેને માટે ભયશરણ માત્ર નવકાર છે અને જેના હૈયે શ્રીનવકાર, તેને કરશે શું સંસાર? (૮) આઠ સિદ્ધિઓની અગમપેટી : અણિમા, મહિમા, ગરિમા, સિંધમા, પ્રાપ્તિ, પ્રાકટ્ય, ઈશિત્વ અને વશિત્વ આયરિયાણં, ઉવજ્ઝાયાણં, સવ્વસાહૂણં, પંચનમુક્કારો તથા એ આઠ પ્રકારની સિદ્ધિઓ અનુક્રમે નમો અરિહંતાણં, સિદ્ધાણં, મંગલાણં શબ્દમાં ગર્ભિત છે. (૯) નવનિધિઓનો નિધાનખજાનો મહામંત્રનવકારના નવપદો નવનિધિ આપે છે, ભવોભવનાં દુ:ખો કાપે છે તેવી કાવ્યપંક્તિ દર્શાવે છે કે નવનિધિના અધિપતિ ચક્રવર્તીની પદવી પણ પૂર્વભવમાં કરેલ સંયમસાધનાના પ્રભાવે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy