SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ 'ઇચ્છાને ખમાસમણો!વંદઉં જાણિક નિશીહિએ, વિશ્વ અજાયબી : ઉચ્ચતમ સ્થિતિ જાણવી. જિનાજ્ઞા અને ગુર્વાજ્ઞાને માથે રાખી સવિશુદ્ધ ચારિત્રજીવનની માત્ર અપેક્ષાવાળાં શ્રમણશ્રમણીઓ કદાચ પ્રવચન ન આપે, શાસનપ્રભાવક પ્રવૃત્તિઓ ઓછી પણ કરે, ગૃહસ્થોનો પરિચય પણ અત્યલ્પ રાખે કે દહેરાસરો કે ઉપાશ્રયોનાં બાંધકામપ્રાણપ્રતિષ્ઠા અનેક ગતિવિધિને ગૌણ કરી ફક્ત સુવિશુદ્ધ આત્મસાધના કરે તોય તેથી પ્રજાલોકનું ભલું જ થવાનું, કારણ કે સાધુ-સંસ્થાનો સફેદ પહેરવેશ એ જ સાદગી-સચ્ચાઈ અને સુંદરતાનો ભૂક સંદેશ આપે છે. તેમની જીવનચર્યા જ અનેક પ્રાણીઓનાં હિતની રક્ષા કરે છે. તેમનો આંતરબોધ તે જ અન્યના કર્મમળને ધોવા ધોધ બને છે અને શ્રમણોનાં દર્શન માત્ર પણ પુણ્યબંધનું કારણ બને છે. વિશ્વ સમગ્રને ધર્મધારાથી પ્લાવિત કરતાં પૂર્વે જે ધર્મજાગરણથી પોતાનું માનવજીવન ધર્મથી ધબકતું જીવે છે તેના કાળધર્મ પછી પણ તેના પાળેલા આચારો નવી પેઢીને માર્ગદર્શક બને છે. તેવા શ્રમણશ્રમણીઓનો સ્મૃતિપટ કે ફોટો પણ અનાચારથી બચાવે છે અને અંતે એટલું જ જણાવવાનું કે એક શ્રમણ જ્યારે કાળ અને ભાવપ્રભાવે અંતિમ ભવ પૂરો કરી મોક્ષે સિધાવે છે ત્યારે તેના એક જ આત્માના વિસ્તાર સાથે એક જીવ અવ્યવહારરાશિમાંથી છૂટી વ્યવહારરાશિમાં પ્રવેશ કરી પ્રગતિ સાધતો, માનવભવ પામતો, સાધકથી સિદ્ધ બની જાય છે. જિનશાસનનાં શ્રમણશ્રમણીઓથી જેન જયતિ શાસનમ'નો નાદ વગર પ્રયત્ન ગુંજી રહ્યો છે, માટે જ દેવતાઓ પણ ચાઅિને ઝંખે છે. મથએણે વંદid. —અસ્તુ. Jain Education Intemational cātion Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy