SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ (૧૭) ચિલાતીપુત્ર : પૂર્વભવની પત્ની, શેઠાણીની પુત્રી સુષમા બની અને બ્રાહ્મણ યજ્ઞદેવ બન્યો ચિલાતી નામની દાસીનો પુત્ર, પૂર્વભવના વાસનાના સંબંધોથી ચિલાતીએ બાળ સુષમા સાથે અનાચાર કર્યો અને શેઠ દ્વારા ધિક્કાર થતાં જંગલમાં જઈ વસ્યો. વેર વાળવા ધનસાર્થવાહને ત્યાં ધાડ પાડી સુષમાનું અપહરણ કર્યું અને જંગલ મધ્યે હત્યા પણ કરી નાખી. તે પછી એવો પશ્ચાત્તાપ થયો કે ચારણમુનિ પાસેથી ઉપદેશપદો પામી સ્વયં લોહીથી ખરડાયેલ વસ્ત્રોમાં જ યતિ બની ગયો. ચંડકૌશિકની જેમ કીડીઓના ભયાનક ઉપદ્રવને અઢી દિવસ સુધી ઉપશમ વિવેક સંવરથી સહન કરી સ્ત્રીહત્યાનું પાપ ધોયું અને દેવગતિ મેળવી. (૧૮) ઋષભદત્ત મહાત્મા : સ્વયં ભગવાન મહાવીરદેવના સાંસારિક પ્રથમ પિતા ઋષભદત્ત બ્રાહ્મણ હતા, છતાંય કેવળી ભગવંત વિહાર કરી જ્યારે બ્રાહ્મણકુંડ પધાર્યા, ત્યારે જિનવાણીથી ભાવિત થઈ તેઓએ સજોડે સંયમ સ્વીકાર્યો અને સ્થવિર મુનિરાજો પાસેથી દ્વાદશાંગીનો અભ્યાસ કરી તે જ ભવમાં મુક્તિ વરી ગયા છે. અહીં વિશેષતા એ છે કે જન્મદાત્રી ત્રિશલા રાણી અને પિતા સિદ્ધાર્થ રાજા દીક્ષા નથી લઈ શક્યા છતાંય શ્રાવકપણેથી દેવગતિને પામ્યા છે અને નિકટના ભવોમાં તીર્થંકરનાં માતા-પિતા હોવાથી સંસાર નિસ્તાર પામશે. (૧૯) જમાલિ મુનિ : સાંસારિક પક્ષે ભાણેજ, છતાંય પુત્રી પ્રિયદર્શનાનો પતિ હોવાથી ભગવાન મહાવીરનો જમાઈ ગણાતો જમાલિ ક્ષત્રિયકુંડમાં પધારેલ ભગવંતની વાણી સમવસરણથી સાંભળી વૈરાગ્યવાસિત થયેલ અને દીક્ષા લીધી, પાંચસો ક્ષત્રિયો સાથે. ઉગ્ર તપ સાથે તુચ્છ ભોજનનાં પારણાનાં કારણે કાયામાં જે પિત્તજ્વર ઉત્પન્ન થયો, તેમાં સંથારાની વિધિ કરતાં મિથ્યા વિચારે ચડી ભગવાનનો પણ વિરોધી બની ગયો. પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવી સાધ્વી પ્રિયદર્શનાને પણ આવર્જિત કરી નિહવ બનેલ. ઉગ્ર તપ છતાંય ધર્માચાર્ય, ઉપાધ્યાય અને સંઘનો વિરોધ કરી મૃત્યુ પામી છઠ્ઠા દેવલોકનો કિલ્બિષિક દેવતા બન્યો. આલોચના ન થઈ હોવાથી ૧૫ ભવભ્રમણ પછી તેમની મુક્તિ થશે, એવું ભગવંતે ગૌતમ ગણધરને ભાખેલ છે. (૨૦) સાલ અને મહાસાલ મુનિરાજ : પૃષ્ટ ચંપાનગરીના રાજા સાલ અને તેના નાના ભાઈ યુવરાજ મહાસાલે ભગવાન મહાવીરની પ્રથમ દેશનાથી જ પ્રભાવિત Jain Education International વિશ્વ અજાયબી : થઈ સંસાર છોડી દીધેલ. બેઉ ભ્રાતા મુનિવરોને અલ્પસમયમાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ અને ચરમભવી બેઉ આત્માઓ આત્મકલ્યાણ સાધી ગયા હતા. (૨૧) મુનિવર ગાગલી : તેઓ યશોમતી અને પિઠરના પુત્ર તથા સાલ-મહાસાલના ભાણેજ હતા. ભગવાન પાસે દીક્ષા લેતાં પૂર્વે સાલ-મહાસાલે પોતાનું રાજ્ય ભાણેજ ગાગલીને સુપ્રત કરેલ પણ તેમને પણ થોડાં વરસો પછી જ્યારે ગૌતમસ્વામીએ મધુરવાણીથી પ્રતિબોધિત કર્યા ત્યારે રાજ્યત્યાગી દીક્ષા લઈ લીધી અને સરળસ્વભાવી તેઓ પોતાના મામા મુનિરાજો અને ગૌતમસ્વામી સાથે જ્યારે પ્રભુજીને વાંદવા ચંપાપુરી તરફના વિહારમાં હતા ત્યારે તેમનાં દીક્ષિત માતા-પિતા સહિત સાલ-મહાસાલ એમ પાંચેય આત્માઓને ઉચ્ચકોટિની ભાવનાથી ચાલુ વિહારમાં ક્ષપકશ્રેણિએ ચઢતાક્રમે કેવળજ્ઞાન થયેલ, જે અલૌકિક ઘટના હતી. (૨૨) કૌડિન્ય, દત્ત, સેવાલ સાધુઓ : જન્મે અજૈન, જીવનથી તાપસ પણ ગૌતમસ્વામીને સૂર્યના કિરણો ગ્રહી અષ્ટાપદની જાત્રા સુખેથી કરી પાછાં વળતાં દેખી ત્રણેય તાપસો પોતાના ૫૦૦-૫૦૦ શિષ્યો સાથે ચમત્કારને જાણે નમસ્કાર કરતા ગણધર ગૌતમને શરણે આવ્યા. ભાગવતી દીક્ષા લઈ જૈન મુનિઓ બન્યા. ગુરુએ અક્ષીણમહાનસ લબ્ધિથી ખીરનું પારણું તમામ તાપસોને કરાવી તૃપ્ત કર્યા. દીક્ષા આપનાર અને ભિક્ષા લાવી વ૫રાવનાર ગુરુના મહિમાની પ્રશંસા અને અનુમોદના કરતા તથા પરમગુરુ ભગવાન તો વળી કેવા ઉત્તમ હશે તેની વિચારણામાં જ સેવાલાદિને વિહારાદિમાં કેવળજ્ઞાન થઈ ગયેલ. દત્ત વગેરે ૫૦૦ સાધુઓ દૂરથી પ્રભુના પ્રાતિહાર્ય દેખી કેવળી બની ગયા, જ્યારે કૌડિન્સ વગેરે ૫૦૦ સાધુઓ દૂરથી સાક્ષાત્ ભગવાનને દેખી કેવળજ્ઞાની બની ગયા હતા. અજૈન તાપસો ગુરુ પ્રભાવે કેવળી બની જાય અને ગુરુ ગૌતમ ગણધર તેમને આશાતના ટાળવા ખમાવે તે પ્રસંગ કેટલો અનુપમ અને ઉદાત્ત ગણાય! (૨૩) મન:પર્યયજ્ઞાની ધર્મઘોષસૂરિ : શ્રેણિક રાજાને પોતાના માથે સ્વામી તરીકે જાણી વૈરાગી બની જનાર ધનાઢ્ય શાલિભદ્રજીને ચારિત્ર ગ્રહણ કરી જગતના સ્વામી બની જવાનો હિતોપદેશ આપનાર તથા ભોગના કર્દમથી કાઢી ત્યાગના કમળ ઉપર બેસાડનાર આચાર્ય ધર્મઘોષસૂરિજી ચાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy