SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ વિશ્વ અજાયબી : નિગોદ તથા નરકમાં અનંતો કાળ વિતાવી ચૂકેલો જીવાત્મા કોઈક અદ્ભુત પુણ્યોદયે વિકસેન્દ્રિય મટી પંચેન્દ્રિયપણે માનવના ભવને પામ્યો છે, છતાંય આટલી ઉત્તમ ઊંચાઈને આંખનાર તે જ જીવ હજુ પણ અનેક પ્રકારી વિચિત્ર કર્મોની બાધનાના કારણે ભવ-ભ્રમણ વધારી રહ્યો છે. તેને મુક્તિ–કિનારે લાવવા કરુણામૂર્તિ તીર્થકર ભગવંતે બાધના વિરુદ્ધ સાધના માર્ગ દેખાડી મહોપકાર કરી દીધો છે અને નિશ્ચયનયની ભાષામાં તો માનવભવ ફક્ત સંયમ સાધના કરી સમ્યક પ્રકારે ચમ + નિયમમાં વ્યતીત કરવાનો અવતાર છે. તેથી ચારિત્રિક મર્યાદાઓ મંગળકારી બની જાય છે અને આરાધનાનાં બંધનો જ મુકિતનું કારણ બની શકે છે. જેમ એક જ પિતાના ચાર પુત્રો પોતપોતાની રુચિ પ્રમાણે વય વિકાસ સાથે ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર, વકીલ કે વેપારી બની જાય છે તેમ સંયમીને પણ સંયમ પાળવા અનેક અધ્યવસાય સ્થાનકો હોવાથી અસંખ્ય પ્રકારના ધર્મબળે જીવન પ્રગતિ સાધી શકે છે. અત્રે પ્રસ્તુતિ છે વિવિધ પ્રકારી સાધનાઓ અને સાધકોની, જે ફક્ત ભગવાન મહાવીર પરમાત્માની પરંપરાના શ્રમણ-શ્રમણીઓની યશોગાથા ગૂંથવા સંકલિત કરવામાં આવી છે. પરિમિત પરિચયો લેખમાં મૂકાઈ શક્યા છે, જેના આધારે બાકીના સંયમીઓની પણ અનુમોદના મનોમન કરી પુણ્યકમાણી કરી શકાશે. સંયમયાત્રાના સફળ સુકાનીઓના અત્યસત્સંગ મનોભાવન અવશ્ય કરશે. તો ચાલો નિમ્નાંકિત પ્રસંગનો રંગ જાણીએ-પિછાણીએ અને માણીએ. (૧) ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ ગણધર : સંસારી પક્ષે ત્રણ સગા ભાઈઓ હતા. આત્મા, કર્મ અને જીવ તે શરીર કે બીજું કાંઈ તેવી મનમાં શંકાઓ છપાવી રાખેલ પણ પ્રભુ મહાવીર ભગવાન થકી સમાધાન મળી જતા ૫૦૦૪૩ શિષ્યો સાથે આજીવન જીવનસમર્પણ કરી દીધેલ, તેમાંય ગૌતમ ગણધર ૯૨ વરસના દીર્ધાયુ હતા. (૨) સુધમસ્વામી અને પ્રભાસ ગાધર : ૧૧ ગણધરો પૈકી સૌથી લાંબું પૂરાં એકસો વરસનું આયુ ધરાવતા સુધર્માસ્વામીને ગણધરશ્રેષ્ઠ ગૌતમસ્વામીએ પણ ભગવાનની પાટ પરંપરા સોપી, જે આજ સુધી ચાલુ છે અને ફક્ત ૪૦ વરસનું સૌથી નાનું આયુષ્ય ધરાવતા અગિયારમાં ગણધર પ્રભાસ હતા, જેમને ત્રણસો અને સુધર્મા ગણધરને ૫૦૦ શિષ્યો હતા. (૩) વ્યક્ત-મંડિત-મૌર્યપુત્ર ગણધર : અનુક્રમે પંચભૂત છે કે નથી, કર્મ બંધન અને મોક્ષ છે કે નથી તથા દેવ છે કે નથી તેવા પ્રશ્નોની ગૂંચવાળા તે ત્રણેય પંડિતો વૈશાખ સુદ ૧૧ના દિવસે ૫00+૩૫૦+૩૫૦ શિષ્યો સાથે પ્રભુચરણે જઈ ગણધર પદવી પામી ગયા. તેમાં મંડિત ગણધર ૯૫ વરસ સુધી જીવ્યા છે, મૌર્યપુત્ર ૮૩ વરસ અને વ્યક્ત ગણધર ૮૦ વરસ. (૪) અકમ્પિત, અચલભ્રાતા અને મેતાર્ય ગણધર : નરકગતિ, પુણ્ય-પાપ તથા પરલોક છે કે નથી તેના સ્પષ્ટ ખુલાસા મળતાં જ મહાવીર પ્રભુના શરણે ત્રણસોત્રણસો શિષ્યો સાથે બ્રાહ્મણ મટી જૈન શ્રમણ બની યશ ખાટનારા તેઓ મહામેધાવી હતા, ગૌતમસ્વામી અને સુધર્માસ્વામીને છોડી બાકીના ૯ ગણધરો પ્રભુની હાજરીમાં જ મોક્ષે સિધાવી ગયા હતા. (૫) જંબૂસ્વામી અને સ્થૂલભદ્રજી : અંતિમ કેવળી તરીકે સિદ્ધ થનાર જંબૂસ્વામીએ જે રીતે કંચન અને કામિનીઓ ત્યાગી વૈરાગી મટી વીતરાગીપણું પ્રાપ્ત કર્યું છે તે જિનશાસનની જયકારી યશોગાથા છે, કારણ કે તેમના નિમિત્તે પ૨૭ દીક્ષાઓ એક દિવસે જ થઈ. જ્યારે ૮૪ ચોવીસી સુધી બ્રહ્મવ્રતની નિષ્ઠા-પ્રભાવે અમર બની જનાર સ્થૂલભદ્રજી ૯૯ વરસ જીવ્યા. (૬) વીરશાસનના છ શ્રુતકેવળીઓ : કેવળજ્ઞાનીની જેમ જ પોતાના જ્ઞાનબળથી ભૂત-ભાવીની વાતો જાણી શકે તેવા નિકટમોક્ષગામી છ શ્રુતકેવળીઓનાં નામ છે પ્રભવસ્વામી, શäભવસૂરિ, યશોભદ્રસૂરિ, આર્યસંભૂતિવિજય, સ્થવિર ભદ્રબાહુસ્વામી તથા બ્રહ્મચારી સ્થૂલભદ્રજી તેમનાં . જીવનકવનની વાતો અન્ય સ્થાને પ્રસ્તુત હોવાથી અત્રે નથી લેવાણી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy