SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૫૩૭ ઉપવાસ અને એકટાણાં, અઠ્ઠમ તપ અને આયંબિલ......આ બધું તો એમના ધર્મમય જીવનના એક ભાગરૂપ હતું. સમય મળે ગુરુવાણીનું શ્રવણ કરવા જવાનું. તા. ૧૯-૪-૧૯૬૧નો એ શુભ દિવસ અને શુભ દિવસની એથી પણ શુભ ક્ષણે રસીલાબહેનની કુક્ષિએ એક પુત્રરત્નનો જન્મ થયો. આજે અનેક પુસ્તકોનું માંગલ્યધર્મી સર્જન કરનાર, ‘ટર્નિંગ પોઇન્ટ’ જેવી પુસ્તક શ્રેણી દ્વારા માનવીગુણોનું ઋજુધર્મી પ્રસારણ કરનાર અને વ્યાખ્યાનની પાટ ઉપર પોતાની માર્મિક વેધક છતાં ધર્મચિંતનથી ભરી ભરી ઓજસભરી વાણી દ્વારા શ્રોતાઓને શ્રેયો માર્ગ બનાવનાર પ્રભાવક પ્રવચનકાર પૂ. આ. શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ. માની મમતા એમને મળી. લાગણીભર્યું માતૃત્વ એમને પ્રાપ્ત થયું. માણસ મોટો જરૂર થાય છે. એને મોટાઈ પણ મળે છે, પણ એ મોટાઈના મૂળમાં પડ્યું હોય છે એનું શૈશવ. મહાન પુરુષોના શૈશવની ચોક્કસ ક્ષણોમાં એમની મહાનતાના ચમકારો વર્તાતા જ હોય છે. - સાધુ વાણીમાં રહેલાં ચિંતન અને તત્ત્વજ્ઞાનનું એને આકર્ષણ. પાટણની શાળામાં ચાર ધોરણ પૂરાં કરી પાંચમામાં હતો ઉમેશ ત્યાં અજબ ઘટના બની ગઈ. પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મહારાજના પરિચયમાં એ આવ્યો. એમની જોશભરી પ્રભાવક વાણીએ ઉમેશના મનમાં અજબ સ્પંદનો જગાડ્યાં. છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો. એ શુભ દિવસે, માતા રસીલાબહેન અને સગાંવહાલાંની સંમતિ સાથે, સકળ સંઘની ઉપસ્થિતિમાં, ધર્મના જયજયકાર વચ્ચે અમદાવાદના સાબરમતી મુકામે માત્ર સાડા દસ વર્ષની વયે ઉમેશને પ્રશાંતમતિ આ. ભ. પૂ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સા. ના શિષ્ય તરીકે આચાર્ય ભગવંત સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજાના વરદ્હસ્તે દીક્ષા આપવામાં આવી. એ દિવસ હતો તા. ૨૧-૧૧-૭૧નો. માગશર મહિનો હતો. અજવાળી ત્રીજનો શુભ દિવસ હતો. ઉમેશ કાળીદાસભાઈ શાહ બન્યા મુનિ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ. ઊજળું સાધુત્વ એમને હાથ લાગ્યું. બાલમુનિ ઉદયકીર્તિસાગર ગુરુની સાથે વિહારના માર્ગો પર ડગલાં માંડી રહ્યા. ગ્રંથોનું વાચન અને અવગાહન. ગ્રંથના એકેએક શબ્દને ઓળખવાનો. એના મર્મને જાણવાનો. દાદાગુરુના ગ્રંથો વંચાતા ગયા. ઊંડું ચિંતન થતું ગયું. ઉજાસ પ્રગટતો ગયો. તપ વધતું ગયું. ધ્યાન અવિરત ચાલુ ને વિજાપુરના શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન મંદિર ખાતે સંવત ૨૦૫ર ફાગણ સુદ-૩ના દિવસે સકળ સંઘની હાજરીમાં મુનિશ્રી ઉદયકીર્તિસાગરને ધામધૂમપૂર્વક પંન્યાસપદવીથી અલંકૃત કરવામાં આવ્યા. ઉમેશમાંથી ઉદયકીર્તિસાગર ને મુનિ ઉદયકીર્તિ સાગરમાંથી પંન્યાસ શ્રી ઉદયકીર્તિસાગર મહારાજ સાહેબ. આજ દિન સુધીમાં પંદરેક પુસ્તકોનું અર્પણ એમણે ગુજરાતી સાહિત્યનાં ચરણે કર્યું છે. આજથી વીસેક વર્ષ પૂર્વે એમણે કલમ ઉપાડી ને શરૂ થઈ ગઈ એમની સર્જનયાત્રા. જૈન ધર્મની જીવનવાચક કથાઓ એમની કલમ દ્વારા કંડારાતી ગઈ અને યુવાનવર્ગમાં આંદોલનો જગાવી ગઈ. વિ.સં. ૨૦૬૫ કારતક વદ-૧૧ તા. ૨૩-૧૧-૦૮ના રોજ તેઓશ્રીએ સકળ શ્રીસંઘની મનવમેદની વચ્ચે વિજાપુર શ્રીમદ્ બુદ્ધિસાગર જૈન સમાધિ મંદિર સંકુલ મધ્યે આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આચાર્ય શ્રી ઉદયકીર્તિસાગરસૂરિજી મહારાજે વર્ણવેલા પ્રસંગો પ્રેરણાના ધોધ સમાન છે. જેને જેટલું જોઈએ એટલું પ્રેરણાજળ લઈ શકે છે, પી શકે છે, સંતૃપ્ત થઈ શકે છે. આવા તો અનેક વિષયો આ ગ્રંથ શ્રેણીમાં આલેખાયા છે, જે વાંચનારના જીવનમાં પરમ ઉદ્યોતુ કરી દે છે! એમની પ્રાસાદિક અને પ્રવાહી વાકુધારા એમનાં વ્યાખ્યાનો સાંભળવાં એ પણ જીવનનો મહામૂલો લહાવો છે. પ્રેરણાત્મક ઘરેલુ ઉદાહરણોને કારણે એમની વાણી સૌનાં હદયને સ્પર્શી જાય છે. એમનો અસ્મલિત વાપ્રવાહ જૈનો જ નહીં જૈનેતરોને પણ સ્પર્શી જાય છે. એમનાં શિષ્યરત્નો : મુનિ શ્રી વિશ્વોદયકીર્તિસાગર અને મુનિ વિદ્યોદય કીર્તિસાગર. આચાર્ય શ્રી ઉદયકીર્તિસાગરસૂરિજી મહારાજ પાસે જગત અને જિવાતા જીવનને જોવાની અને મૂલવવાની આગવી દૃષ્ટિ છે. સૌજન્ય : અ.સૌ. રેશમાબેન કેતનભાઈ શાહ અમદાવાદ તરફથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy