SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ : ઓઘો : આ છે ઓઘો, જે છે બહુ મોંઘો, એને માટે સોંઘો, જે ન રહે બોધો. ઓઘાનું બીજું નામ છે * ધર્મધ્વજ. દૂર કરે જે કર્મરજ, એવો આ છે : ધર્મધ્વજ. જેમ પ્રાણ વિનાના જીવની કલ્પના ન કરાય, પ્રકાશ વિનાના દિવસની કલ્પના ન થઈ શકે, એમ ઓઘા વિનાના સાધુની પણ કલ્પના ન થઈ શકે, એટલો બધો અભેદ સંબંધ ઓધા અને અણગાર વચ્ચે રહેલો છે. રજને દૂર કરતો ઓઘો મુખ્યત્વે તો કર્મરજને દૂર કરવાનું સાધન છે. જયણા એનો ઉપદેશ છે. જીવમૈત્રી એનો સંદેશ છે. અભયદાન એનું ગાન છે. એથી જ જૈન' તરીકે ઓળખાતા તમામ સાધુઓ ‘ચારિત્ર'ની સ્થાપના સમા ઓઘાને જરાય આઘો મૂકતા નથી અને જીવની જેમ એનું જતન કરવામાં કલ્યાણ સમજે છે. ઓઘાનું જતન એટલે જીવોનું જતન! આ ઓધો મેળવવો જેટલો મોંઘો છે, એથી ય એના આદેશો પાળવા વધુ મોંઘા છે, પણ જે વિરાગપૂર્વક સંસારનો ત્યાગી બની જાય છે, એના માટે આ ઓઘો બહુ સોંઘો બની જાય છે. જો ધારણ કરી જાણતાં આવડે, તો આ ઓઘો જહાજ બનીને ભવસાગરના સામા કિનારે ઉતારી શકે છે અને વિમાન બનીને મુક્તિના મિનારે પહોંચાડી શકે છે. ઊનથી બનેલો ઓઘો કહે છે કે, સુખમાં લીન તો બનતા જ નહિ! અને દુઃખ આવે ત્યારે દીન પણ ન જ બનતા! તો જ ધર્મમાં લયલીન રહીને અંતે મોક્ષના મિનારા મેળવી શકશો. આપણી ભીતરમાં જ અનંત-ઐશ્વર્યનો ખજાનો ભરેલો પડ્યો છે. આ ઓઘો, આ ચારિત્ર ચાવી બનીને એને ખોલવામાં સહાયક બની શકે છે. ઓઘો આમ તો ચારિત્રનાં અન્ય ઉપકરણોની જેમ એક ઉપકરણ જ છે, પણ જીવરક્ષાનું મહત્ત્વનું અંગ હોવાથી ઓઘાને એટલી બધી પ્રધાનતા વરી છે કે, સાધુ અને ઓઘો જાણે એક બીજાના પર્યાય જ હોય, એમ જોઈ શકાય છે. આ સંસારમાં જેને સુખ જ ગમતું હોય, દુઃખનાં દર્શને Jain Education International વિશ્વ અજાયબી : જેનું મોં બગડી જતું હોય, એ બોઘો ગણાય. સંસારનું સુખ દુર્ગતિનું કારણ હોવાથી જેને ન ગમે, દુઃખ આત્માની સફાઈ કરનારું હોવાથી જેને ખૂબ ગમે, એ બોધો ન ગણાય. આવાને માટે મોંઘો એવો પણ આ ઓઘો ખૂબ જ સોંઘો બની જાય છે, કેમકે આવી માન્યતા ધરાવનારો જ ઓઘાને વફાદાર રહી શકે છે. : εisì: આ છે કાષ્ઠ કેરો દંડ, મુનિને રક્ષે જે અખંડ. દાંડો એ કંઈ સિપાઈની સોટી નથી, જે ઘણાની કસોટી કરતી હોય! દાંડો તો છે, મુનિને માટે ચારિત્ર-રક્ષાનું સાધન! સાધુનો દાંડો અને સિપાઈનો દંડો ઃ આ બંને વચ્ચે તો આભ-ગાભ જેટલું અંતર છે. સાધુનો દાંડો અપરાધીને પણ અભય આપનારો છે, જ્યારે સિપાઈનો દંડો અપરાધી-નિરપરાધીનો ભેદ ભાળવામાં ઝાઝું સમજતો નથી! દાંડો જોઈને સાધુને હેરાન કરવા આવતાં કૂતરાં આદિ પ્રાણીઓ દૂર રહી જાય, એ અલગ વાત છે, પણ સાધુના હાથમાં આ દાંડો એટલા માટે નથી આપવામાં આવતો કે, અપરાધીને અધમૂવો કરવા આનો હિથયાર તરીકે ઉપયોગ કરી શકાય. હા. એક અપવાદ છે : જ્યારે દાંડાનેય દંડો બનાવવાની આજ્ઞા છે. જાત પર નહિ, જૈનશાસન પર જ્યારે આક્રમણ આવ્યું હોય, ત્યારે આપદ્ધર્મ તરીકે આ દાંડાને દંડો બનાવી દઈને અપરાધી-આતતાઈને ભગાડી મૂકવાનો સંદેશ પણ સમતાવ્રતી સાધુને શાસ્ત્ર આપ્યો છે. ચારિત્ર-રક્ષામાં આ દાંડો અનેક રીતે સહાયક બનતો હોઈ, મુનિને ઉપાશ્રયથી ૧૦૦ પગલાં પણ દૂર જવાનું થાય, ત્યારે દાંડા સાથે જ જવાનું વિધાન છે. ગોચરી વખતે ભિક્ષાપાત્રથી નમી જતા હાથને આલંબન-આધાર પૂરો પાડનાર આ દાંડો છે, વિહારમાં નદી-નાળાં આવે, તો એનાં પાણીની ઊંડાઈ માપી લાવનાર ભાઈનું કર્તવ્ય આ દાંડો અદા કરે છે. વૃદ્ધ વયવાળા સાધુઓને હસ્તાવલંબન આપીને, લપસણી કે ઉતરાણવાળી ભૂમિ પર સ્વસ્થ રાખનાર પણ આ દાંડો જ છે. આ દાંડો છે તો કાષ્ઠનો, એથી એની ગણના નિર્જીવ તરીકે થાય છે, છતાં સાધુને ડગલે-પગલે સજીવની જેમ સહારો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy