SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્યકથા નં.-૧૬ -- પૂર્વભવની સાધુ આશાતના જાણી વિરાગ રાવણ જેવા પરાક્રમીનો પ્રતિકાર કરનાર હું રથનૂપુરનો રાજા ઈન્દ્ર. રાવણ સાથેના યુદ્ધમાં મોટો ઘોર પરાજય થયો. મને કેદથી મુક્ત કરાવવા મારા પિતા વચ્ચે પડ્યા ત્યારે રાવણે નગર સફાઈ કરવાના અને ચૌરાહા વગેરેને સજાવવાના વગેરે કાર્યો મને કરવાની આજ્ઞા આપી બંઘનમુક્ત કર્યો. રાજા છતાંય પ્રજા કરતાંય હલકા કામનો અભિયોગ થતાં મારું સન્માન ઘવાયું, તે કારણથી ઘણા દિવસો સંતાપમાં વીત્યા પછી મને નિર્વાણસંગમ નામના જ્ઞાની મુનિ ભગવંત પાસેથી જાણવા મળ્યું કે મેં પૂર્વભવમાં આનંદમાળી નામના મહાત્માને સાંસારિકપણાના વેરથી તાડિત કર્યા, પ્રહાર કરી કદર્થના કરેલ, તે વખતે તેમના સહવર્તી મુનિએ આવેશમાં આવી મારા ઉપર તેજોલેશ્યા છોડી પણ મારી પત્ની સત્યશ્રીની ભાવભરી વિનંતીથી તજોલેશ્યા પાછી ખેંચી લેતાં હું બચી ગયો, તે ભવમાં હું સૂર્યાવર્ત નામના નગરનો સ્વામી તડિપ્રભ નામે હતો. અભિમાનથી મેં મહાત્માને પરેશાન કર્યા તેના કારણે ભવભ્રમણમાં દુઃખો પામ્યો અને ફરી પુણ્યોદય થતાં આ ભવમાં સહસ્ત્રારનો પુત્ર ઇન્દ્ર નામે રાજા બન્યો. મુનિ ભગવંતની આશાતનાનું ફળ ઉદયમાં આવ્યું જેથી આ ભવમા સવણે મારી ફજેતી કરી કિંકર જેવું કાર્ય કરાવ્યું. તે ઘટના સુણતાં મને પૂર્વભવીય પાપ ઉપર ધિક્કાર છૂટી ગયો અને પાપનો પશ્ચાત્તાપ થતાં વિરક્તિ ઉભરાણી. અંતે રાવણના ત્રાસ, પરાભવ અને અપમાનથી વૈરાગી બની પુત્ર દત્તવીર્યને રાજ્ય ભળાવી ચારિત્ર સ્વીકાર કરેલ. સાધુ-સંતોની આશાતનાઓ ન કરવી, તેવો ઉપદેશ-સંદેશ મારા કારણથી જાણવો. (સાક્ષી–ઇન્દ્ર રાજા) વૈરાગ્યકથા નં.-૧૮ ------માતાની કુટિલતા બન્યું મારા વૈરાગ્યનું કારણ સૂર્યવંશના રાજા મારા પિતા કીર્તિધરે મારી બાલ્યાવસ્થામાં જ મારો રાજ્યાભિષેક કરી નાખી વિજયસેન મુનિરાજ પાસે સંયમ લીધું. ઉગ્ર તપસ્વી રાજર્ષિ પિતા એકદા ઉગ્ર તપના પારણા પ્રસંગે અયોધ્યા નગરીમાં પધાર્યા ત્યારે સંસારસુખની લાલચે તથા મારા ઉપરના મોહથી મારી માતા સહદેવી રાણીએ પોતાના માણસો સાથે મંત્રણા કરી મારા પિતા મુનિને કાવાદાવા કરી નગરની બહાર કઢાવ્યા, તે પ્રસંગની વ્યથા જાણી મારી ધાત્રી માતા ધ્રુસકે રડવા લાગી. મને મારી માતાના વિષયસુખનો અંદાજ આવી ગયો અને પિતા મુનિની આશાતના ન સહન થતાં માતા સાથે પણ બોલાચાલી કર્યા વગર ગર્ભિણી ચિત્રમાળા પત્નીનો પણ ત્યાગ કરી પિતા મુનિરાજ પાસે જ દીક્ષા લઈ લીધી. મારું નામ સુકોશલ મુનિ રખાયું, પણ સંસારકુશળ હું રાજર્ષિ પિતાના વૈરાગ્ય સંસ્કારથી સંયમકુશળ બનવા અસંસારી ! બની ગયો હતો. સગા જ જ્યાં દગા દે ત્યાં કોને વૈરાગ્ય ન થાય, તે મારી ઘટનાથી સમજવા જેવું છે. | (સાક્ષી-સુકોશલ રાજા) i Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy