SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૫૦૧ મોક્ષમાર્ગ શ્રમણધર્મો ભાવવંદનાઓ (શ્રમણ-સંસ્થા વિષે સમજવા જેવુ) ચિંતક : પ.પૂ. જયદર્શન વિ. મ.સા. (નેમિપ્રેમી) અહોભાવ, આશ્ચર્ય અને અનુપમ ધર્મભાવનાઓ ઉત્પન્ન કરનાર જિનશાસન શું છે તે સમજવા-જાણવા જૈન શ્રમણોને ઓળખવા પડે. હકીકતમાં જિનેશ્વર મહાવીર ભગવાનને તેમની જીવંત હાજરીમાં પણ અનેક લોકો પિછાણી નહોતાં શક્યાં, તેથી પરમાત્માની સવિશુદ્ધ પ્રરૂપણાના વિરોધીઓ ૩૬૩ પાખંડીઓ ભગવાનની પણ ભૂલો શોધવા ફરતા હતા, અનાદિકાળની દોષદૃષ્ટિ અને દૃષ્ટિદોષથી દૂષિતાત્માઓને પોતાનામાં ગુણો દેખાય જ્યારે ગુણવાનોમાં દોષનાં દર્શન થાય છે. તેથી વિપરીત જેમને સંયમીઓમાં વૈરાગ્ય, ગુણવિકાસ અને જિનાજ્ઞાપ્રતિબદ્ધતા દેખાય તે સ્વયં ધર્મી બની જાય. પ્રસ્તુત લેખ દ્વારા લેખક મહોદયે ફક્ત બાળજીવોના બોધ હેતુ શ્રમણ સંઘ અને સંસ્થા વિષે તત્ત્વજ્ઞાનની ભાષામાં લખાણ ખેડ્યું છે. કદાચ તેથી નિકટમાં વિચરતા સાધુ-સાધ્વી વિષે સમજવા-જાણવા મળે, તેમના જીવનની ઉચ્ચતા, આચારોની ઉગ્રતા અને ગુણોની ઉત્તમતાનો બોધ થાય. બાકી શ્રમણધર્મ અતિ ગહન, ગંભીર, ગૌરવવંતો છે, જે નિર્વિવાદ સત્ય છે. સંયમના સ્વીકાર વગર તેનો ખ્યાલ કે અંદાજ આવી ન શકે. લેખકશ્રી પણ સ્વયં ગુરુદેવોની કૃપાથી વિશિષ્ટ સંયમી મહાત્મા છે અને નાના-મોટા અતિચારોની પણ ઉપેક્ષા ન કરતાં આત્મશુદ્ધિની અપેક્ષા સાથે સંયમ-સાધનામાં રત- વ્યસ્ત છે. અનેકવિધ સ્વપરહિતકારી પ્રવૃત્તિઓમાંથી અમૂલ્ય સમય ફાળવી નાના-મોટા વિધ-વિધ વિષયો ઉપર પ્રકાશ પાથરવા લેખો રચી અમને ઋણાન્વિત કર્યા છે. હજુ પણ તેમની કલમ અવનવા વિષયોને સ્પર્શતી અનેકોને ધર્મબોધ આપે તેવી શુભાપેક્ષા સાથે તેઓશ્રીની જ્ઞાનોપાસનાની પ્રગતિ માટે શાસનદેવને પણ પ્રાર્થના કરીએ છીએ. અમારા અનેક મહાગ્રંથોને મહામૂલાં લખાણોથી સંવારવા બદલ પ્રવચનકાર-ચિંતક તથા લેખકશ્રીની ધર્મભાવનાને ભાવવંદના. લાખો-કરોડોનાં દાન આપવાં, ઉગ્ર તપ કરવો કે શાસનસેવા-પ્રભાવનાઓ કરવી સહેલી છે, પણ સંયમમાર્ગે સંચરવું, સાધનાઓ કરવી અને સિદ્ધ થવું અઘરું છે, તે હકીકતો જણાવતો આ નાનો લેખ મેં વાંચે અને વિચારે. -સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy