SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણા ૪૭૧ આશીર્વાદથી દક્ષિણ ગુજરાતની ધરતીને પાવન કરતું પ્રસિદ્ધ મહાતીર્થ ભીલાડ સ્ટેશન નજીક નંદિગામે સાકાર થવા પામ્યું છે. આ ઓસિયાજી મહાતીર્થનું નિર્માણ પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શનને કારણે શક્ય બન્યું છે. આ ભવ્યાતિભવ્ય મહાતીર્થ જિનશાસનને જગતમાં જયવંતું કરનાર બની રહ્યું છે. શ્રી સીમંધર સ્વામીનું આ તીર્થ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર હોઈ ને સતત દર્શનાર્થીઓથી ધમધમે છે. એક તીર્થ રાજ–પથ પર, બીજુ તીર્થ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર. જાણે બંને તીર્થ પ્રભુ ભક્તોને સંયમ મા–મોક્ષ માર્ગે, મુક્તિ માર્ગે ચાલવાની પ્રેરણા આપી રહ્યા હોય તેમ જણાય છે! પૂજ્યશ્રીના શુભ હાથો વડે જે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન્ન બન્યાં તે પર સહેજ નજર કરીએ. ૧૨૬ અટ્ટમના આરાધક શ્રી વરધીલાલ ગાંધી પરિવાર ૪૬૨ વર્ષના પ્રાચીન બલોલથી આવેલ પ્રભુજી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા અમદાવાદ પ્રગતિનગર ખાતે ૨૦૪૬માં મહા સુદ-૧૪ના શુભ દિને કરાવી. ૨૦૪૯, પોષ વદિ-૯ રાધનપુરથી પાલિતાણા ૨૭ દિવસનો છ'રીપાલિત સંઘ કુટુંબના વડીલ કાનજીભાઈ જેચંદભાઈ ગાંધી પરિવારના નામે નીકળ્યો, જેમાં ૫૦૦ યાત્રિકો, ૧૫00 અન્ય ગામોના મહેમાનો અને છેલ્લે સંઘમાળ વખતે ૧૫૩ બસોનું આવાગમન, જેમાં દેવદ્રવ્યની સોળ લાખની માળારોપણની ઊપજ થઈ. આ સિવાય (અનુકંપાદાન-કૂતરાઓને રોટલા વગેરે) ઘણી પ્રેરણા કરી. ૨૦૫૭માં મહા સુદી–૧૪, સુરતમાં અડાજન રોડ, દીપા કોપ્લેક્ષમાં મૂળનાયક વિમલનાથ પરમાત્માની શુભ પ્રતિષ્ઠા કરાવી. તેમ જ વંશવારસોને ધજા, દંડ-ધજારોપણ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ સિવાય નારણપુરા, ગોદાવરી, વિજય-નગર બોરીજ, રાંતેજ, સૂરત, આદિ રાજનગરનાં મહત્ત્વનાં જિનાલયોમાં શાસનરક્ષક દેવદેવીઓની પ્રતિષ્ઠા પૂજ્યશ્રીનાં કરકમલો દ્વારા થઈ. શ્રી મીરામ્બિકા જૈન સંઘમાં તપાગચ્છના અધિષ્ઠાયક શ્રી માણિભદ્ર-દેવ તથા સૂરિમંત્રની અધિષ્ઠાત્રી શ્રી મહાલક્ષ્મીજીની દેવકુલિકા નિર્માણ કરાવી પ્રતિષ્ઠા દ્વારા શ્રી સંઘને મોટી આવક કરાવવામાં પૂજ્યશ્રી નિમિત્ત બન્યા, જેના પ્રભાવે શ્રી સંઘની આરાધના ભવન બનાવવાની ભાવના પરિપૂર્ણ થઈ. સમગ્ર જિનશાસનની યશોગાથારૂપ મહાતીર્થ સ્વરૂપ જિનમંદિર, પ્રભુભક્તિ કરીને પૂજ્યશ્રીએ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જે કદાચ તીર્થકર નામ-કર્મ બંધાવે......મોટી શાંતિ સાંભળીને પાટણના એક ઝવેરી એટલા બધા સુપ્રસન્ન થઈ ગયા હતા કે બીજે દિવસે નવગ્રહની માળામણિઓનો ડબો લઈને આવ્યા અને પૂજ્યશ્રીને કહ્યું કે “આમાંથી જે કાંઈ ખપ હોય તે લઈ લ્યો!' પૂજ્યશ્રીએ તે શ્રાવકને એટલી જ પ્રસન્નતાથી “ના” પાડી. શાસ્ત્રસિદ્ધાંતના નીતિનિયમોમાં સતત જાગ્રત અને ગુરુપ્રેરિત કાર્યોમાં સતત કાર્યરત પૂજ્ય આચાર્યદેવ દીર્ઘકાળ સુધી શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના...! હાલ ઉંમર વર્ષ : ૮૫, ૧૯૬૫નું ચાતુર્માસ રાજસ્થાન જૈન સંઘ, મલાડ, મુંબઈ સૌજન્ય : શ્રીમતી રમિલાબહેન ઝવેરચંદ ગુગળીયા પરિવાર, મલાડ, મુંબઈના તરફથી હસ્તે રમેશભાઈ તથા ગૌરવભાઈ ગુગળીયા. શ્રી સૂરિમંત્ર સમારાધક સ્તવના પૂ. આ. શ્રી શ્રેયાંસપ્રભસૂરિજી મ.સા. આરાધનાનું સમુત્થાન અને પૂજ્યશ્રી રાધનપુરના વતની દોશી ભૂદરભાઈ સૂરજમલ પરિવારના ચંદ્રકાંતભાઈ અને સુશીલાબહેનના પ્રથમ સંતાનરૂપે જન્મેલા શ્રીકાંત નામને ધરનારા પૂજ્યશ્રી બાલ્યવયથી જ વૈરાગી બની ૧૬ વર્ષની કુમળી વયે સંયમ પામ્યા અને પોતાનાં બા મહારાજ સા. શ્રી સદ્ગણાશ્રીજી મ.સા.ના પગલે પગલું મૂકી પૂ. મુ. શ્રી મુક્તિપ્રભવિજયજી મ.સા. (હાલ આ.ભ.)ના શિષ્ય પૂ. મુ. શ્રી શ્રેયાંસપ્રભવિજયજી મ.સા. તરીકે જાહેર થયા. ગુરુ નિશ્રાએ જ્ઞાન-ધ્યાન અને તપત્યાગમાં આગળ વધી, ગુરુદેવો અને “સૂરિરામ' આદિ વડીલોના અનન્ય કૃપાપાત્ર બન્યા અને તેથી જ લઘુવયમાં ગણિ-પંન્યાસ-ઉપાધ્યાય પદ પામી સૂરિ પદને પણ પામ્યા. કરમાર 5 uvexanddo પિક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy