SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ બૌદ્ધધર્મ ગ્રંથો બતાવે છે કે, અશોકે મરણ સમયે પોતાનુ રાજ્ય બૌદ્ધ સંઘને દાનમાં આપી દીધું. અશોકનો પુત્ર સંપદી હતો. તેણે ચાર કરોડ સોનામહોરો વડે આ રાજ્ય ખરીદી લીધું અને પછી તે સંપદી પૃથ્વીનો રાજા બન્યો. (‘દિવ્યાદાન અવદાન' ૨૯ તથા ‘બોધિસત્ત્વાયદાન કલ્પલતા') તારાનાથજી લખે છે કે, કુણાલને વિગતાશોક નામનો પુત્ર હતો. તિબેટના ગ્રંથોમાં લખ્યું છે કે બાદશાહ સંપ્રતિ સમ્રાટ સં. ૨૩૫માં ગાદીએ આવ્યો. (‘ઇન્ડિયન એન્ટીક્વેરી' પૃ. ૩૨, પૃ ૨૩૦) પ્રો. રા.ગો. ભાંડારકર લખે છે કે સંપ્રતિને માત્ર ૧૦ દિવસનો હતો ત્યારે ગાદીએ બેસાડ્યો. (‘ભાંડારકર રિપોર્ટ’ ઈ.સ. ૧૮૯૩, પૃ. ૧૩૫) પ્રો. પિશલ સાહેબ માને છે કે રૂપનાથ, સાસરામ અને વૈરાટના શિલાલેખો સંપ્રતિએ ખોદાવ્યા છે. (પ્રો. રોજડેવિસ સાહેબ પણ એને સહમત છે.) (‘ઇન્ડિયન એન્ટીક્વેરી' પુ. ૬, પુ. ૧૪૯) સ્મીથ સાહેબ જણાવે છે કે -Almost all ancient Jain Education International વિશ્વ અજાયબી : jain temple or monuments of unknown origin are ascribed by the voice to samprate, who is in fact regarded as a Jain Ashoka. (Smith, `Early History of India,' P.P. 202) વિશાળ ભારત ક્ર. ૨૭૫ સંપ્રતિના સિક્કામાં એક બાજુ ઉપર-નીચે સમ્પ અને દી શબ્દો લખેલા છે, બીજી બાજુ ઉપર–નીચે અને ચિહ્નો છે. કોઈ સિક્કામાં ....... ની નીચે (સ્વસ્તિક) પણ મળે છે. આ સિક્કો તેના રાજ્યશાસન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. સામાન્ય રીતે મૌર્ય સિક્કાઓમાં એક બાજુ ઉપર નીચે મૌ અને ૌ શબ્દો છે, બીજી બાજુ ઉપર નીચે . અને ચિહ્નો છે. જૈનો હંમેશા દેરાસરમાં પ્રભુની સામે ચોખાની આવી નિશાનીઓ કરે છે. (‘મોર્ડન રીવ્યુ’ સને ૧૯૩૪ જુનનો અંક, પૃ. ૬૪૭) ‘હિમવંત સ્થવિરાવલી'ના ઉલ્લેખ પ્રમાણે સમ્રાટ સંપ્રતિ વીર સં. ૨૯૩માં જૈનધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયેલ છે. તેને કોઈ સંતાન ન હતું. આર્ય સુહસ્તિસૂરિજી સંસ્થાપિત અવંતિ પાર્શ્વનાથ તીર્થ આર્ય સુહસ્તિસૂરિજીના પવિત્ર હાથે ઉજ્જૈનમાં અવંતિપાર્શ્વનાથની સ્થાપના થઈ છે, જેનો ઇતિહાસ નીચે મુજબ છે : For Private & Personal Use Only (૧) શસ્યંભવ બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે, ત્યાં જૈન સાધુઓ આવી બોલે છે, અહીં કર્ણ—અહીં કષ્ટ; તત્ત્વ ન જ્ઞાયતે પરમ્' (૨) સત્ત્વશાળી, તત્ત્વપ્રિય શચ્ચભવ બ્રાહ્મણ યજ્ઞના ગોરને સત્ય જણાવવા જોસપૂર્વક જણાવે છે. www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy