SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૨૩ શ્રમણ શબ્દના પયયવાથી અર્થો ઉદ્દભવ અને વિકાસ –ડૉ. મણિભાઈ ઈ. પ્રજાપતિ શ્રમણ” શબ્દ “સમ” કે “શમ'માંથી બન્યો છે. “સમતા'ના ઉપસકો ‘શ્રમણ' કહેવાયા. ‘શ્રમણ'ની ણિગુંથ, સક્ક, તાવસ, ગેય અને આજીવિય જેવી શાખાઓને આધારે એના અનેક પર્યાયવાચી અર્થો કરી શકાય. આ શાખાઓના પરિશીલનથી સમજાય છે કે “સમણ'માં રાગદ્વેષરહિતતા કે સામ્યભાવના મહત્ત્વપૂર્ણ ગુણ છે. આ લેખમાં શ્રમણ-ધર્મનાં મૂળભૂત તત્ત્વોને સમજવા એની પાંચેય શાખાઓનું સ્વરૂપ જૈનાગમોને આધારે સ્પષ્ટ કરાયું છે. આ પરંપરાના ઋષિઓ વાતરશના કે વાત્ય તરીકે પણ ઓળખાતા. શ્રમણ-પરંપરાના પ્રવર્તક પહેલા તીર્થકર ઋષભદેવ છે. મહાવીર સ્વામીના સમયમાં આ પરંપરા “અત’ અને ‘નિગ્રંથ' નામે ઓળખાવવા લાગી. એના પ્રવર્તકો મહાવીર સ્વામીના પુરોગામી નેમિનાથ અને પાર્શ્વનાથ ગણાય છે. પાછળથી જૈનશાસનરૂપે ખ્યાત થયેલી શ્રમણ-પરંપરા ઇસ્વીસન્ પૂર્વેથી ચાલી આવતી અતિ પ્રાચીન ધર્મ-પરંપરા સિદ્ધ થાય છે. આ લેખમાળાના લેખકશ્રી ડૉ. મણિભાઈ પ્રજાપતિનો જન્મ ૧૮-૩-૧૯૩૮ના રોજ મણુંદ (જિ. પાટણ)માં, ગુજરાત યુનિવર્સિટીની સંસ્કૃત વિષયમાં એમ.એ., પીએચ.ડી.ની પદવી મેળવી. આરંભમાં વતનની હાઇસ્કૂલમાં શિક્ષક અને તે પછી ક્રમશઃ મહેસાણાની કૉલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા, દ્વારકાની સંસ્કૃત એકેડેમી એન્ડ ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર અને નિયામક અને અંતે થરા (બનાસકાંઠા)ની કોલેજમાં પ્રિન્સિપાલ એમ કુલ ૪૦ વર્ષની અધ્યાપકીય કારકિર્દી. નિવૃત્ત થયા પછી હાલ એલ.ડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદમાં માનદ્ પ્રાધ્યાપક તરીકે સેવા આપે છે. તેમનાં ‘તત્ત્વવિચાર-સૌરભ', “સ્વાધ્યાય સમિધા', “સ્વાધ્યાય મંજૂષા’, ‘શિવતત્ત્વ-પંચામૃત', “નાટ્યદર્પણ” વગેરે કુલ ૧૫ પસ્તકો પ્રકાશિત થયાં છે. તેમણે પાંચેક સંશોધન-પ્રકલ્પ પૂર્ણ કર્યા છે. ષષ્ટિપૂર્તિ સમ્માન નિમિત્તે તેમનો અભિનંદન-ગ્રંથ Contribution of Gujarat to Sanskrit Literature' નામે પ્રસિદ્ધ થયેલો અને તામ્રપત્ર-એવોર્ડ અર્પણ થયેલ. ગુજરાત રાજ્યની સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગંધીનગર તરફથી સંસ્કૃત સાહિત્યકાર તરીકેનો વર્ષ ૨૦૦૨-૦૩નો “ગૌરવ પુરસ્કાર એવોર્ડ. ભારત સરકારના રાષ્ટ્રીય સંસ્કત સંસ્થાન, દિલ્હી દ્વારા “શાસ્ત્રચૂડામણિ વિદ્વાન' તરીકેનો એવોર્ડ વગેરે તેમને એનાયત થયા છે. રાજ્ય, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિસંવાદો, અધિવેશનો વગેરેમાં ઉપસ્થિત રહી તેમણે ૭૦ જેટલા સંશોધન-લેખ પ્રસ્તુત કર્યા છે. વિવિધ સામયિકોમાં તેમના સ્વાધ્યાય-લેખ પ્રગટ થતા રહે છે. તેમના ૧૦૦ જેટલા રેડિયો-વાર્તાલાપો પ્રસારિત થયા છે. તેમના માર્ગદર્શન નીચે કુલ ૧૫ વિદ્યાર્થીઓ પીએચ.ડી. થયા છે. તેઓ અનેક સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંલગ્ન રહ્યા છે. ધન્યવાદ ---સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy