SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 3c વિશ્વ અજાયબી : આજસુધીમાં ૪૫00 જેટલા ઉપવાસ કરી ચૂક્યા છે. જેમના માટે વિશેષણો વામણા લાગે, અલંકારો ઓછા પડે એવા ઘણા સાધ્વી ભગવંતોની તપસાધના પાસે મસ્તક ઝૂકી પડે છે. માતર તીર્થમાં સુમતિનાથ પ્રભુના વિશાળ જિનાલયમાં મહત્તરા પદ્મશ્રી સાધ્વીજીની પ્રતિમા આજે વિદ્યમાન છે. જેની કથા સામાન્ય માનવીને રોમાંચિત કરી જાય છે. એક સાધ્વીજી મહારાજે ૧૯ વર્ષમાં ૧૯ જેટલા વર્ષીતપ કર્યા એવી સંખ્યાબંધ વિગતો આ ગ્રંથમાં સમાવવામાં આવી છે. ધર્મધજા ફરકતી રાખવા માટે સંયમી જીવોની તપસ્યાઓ કેટકેટલી ઉપકારક બની રહેતી હોય છે. આવું પ્રેરણાદાયી સાહિત્ય માત્ર જૈનધર્મને જ નહીં પણ પ્રત્યેક માણસને પથદર્શક બની રહેતું હોય છે અને જીવનને ધન્યતાનો અનુભવ કરાવતું હોય છે. (લબ્ધિઓનો મધપુડો : ગૌતમ શ્રમણ ) ૧૪૫ર ગણધરોમાં એક અનોખી વિભૂતિ એટલે પ્રભુવીરના પ્રથમ ગણધર. ગૌતમની ગરિમા આપણને કદાચ તેમના પ્રથમ ગણધરપણામાં દેખાય, કદાચ તેમની અનંત લબ્ધિઓમાં દેખાય કે કદાચ પચાસ હજાર કેવલીના ગુરુપણામાં દેખાય પણ આ ગૌતમ શ્રમણને મન તેમની ગરિમા હતી પ્રભુવીરના શિષ્યત્વમાં. ક્યાં અહંકારના હાથી ઉપર આરૂઢ થઈને પ્રભુવીરના સમવસરણ તરફ ધમપછાડા કરતા દોડી રહેલા ગર્વીષ્ઠ ઇન્દ્રભૂતિ અને ક્યાં પ્રભુવીરના વચનામૃતને નતમસ્તકે પી રહેલા વિનયમૂર્તિ ગૌતમસ્વામીએ પચાસ હજારને રમતરમતમાં કેવળજ્ઞાન આપી દીધું પણ પોતે કેવળજ્ઞાન વિનાના સાવ કોરા તેમાં જ તેમના, વિનયગુણની પરાકાષ્ટાના દર્શન થાય છે. નિર્મળ અવધિજ્ઞાન અને મન:પર્યયજ્ઞાન હોવા છતાં પ્રભુની હાજરીમાં તેનો ઉપયોગ ક્યારેય મૂક્યો નહોતો. જે કેવળજ્ઞાન માટે ખુદ તેમના ગુરુવર્યને સાડાબાર વર્ષ જીવલેણ ઉપસર્ગો સહન કરવાપૂર્વકની ઘોર સાધના કરવી પડી. જે કેવળજ્ઞાન માટે મેતાર્ય મુનિવર તડકે શેકાયા, જે કેવળજ્ઞાન માટે બંધક મુનિવર ચામડે ચીરાયા, ગજસુકુમાલ મહામુનિ અંગારે તપ્યા એ કેવળજ્ઞાન પચાસ હજારને આપી દીધું પણ પોતાની પાસે નહીં–એ ગૌતમ શ્રમણને અનુપમ દાનેશ્વરી જ સમજવાને? લબ્ધિઓ આવી આવીને ગૌતમને ચોંટતી અને તેથી જ ગૌતમ શ્રમણ લબ્ધિઓનો મધપૂડો કહેવાયા. વેપારીવર્ગ નવા વર્ષના ચોપડામાં ગૌતમસ્વામીની લબ્ધિ હજો! એવું ખાસ લખે છે. ગૌતમશ્રમણને લાખ લાખ વંદનાઓ. (જ્યોતિર્ધર શ્રમણોનું યુગદર્શન ) છેલ્લા બે દાયકામાં જૈનોની પ્રબળ ધર્મભાવનાએ જોર પકડ્યું છે. તેનાથી જૈન ધર્મ પ્રત્યે સૌની આશા, શ્રદ્ધા ઓર વધી જાય છે. આમ થવાનું કારણ પૂ. આચાર્ય ભગવંતોના આચારવિચારનો પ્રભાવ જણાય છે. મહાન વિભૂતિ હેમચન્દ્રાચાર્યને વિદેહ થયાને નવસો વર્ષ થયાં છતાં કવિતા અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કોશ અને ન્યાય, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપસ્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકારણ અને લોકકલ્યાણ એવાં વિવિધ ક્ષેત્રોને આવરી લેનારું છ સાત શતક જેટલા દીર્ધકાળ સુધીનું ચિરંજીવ કાર્ય ભાગ્યે જ બીજી કોઈ વ્યક્તિએ કર્યું હશે. તેના પ્રતાપે જ સારસ્વતયુગનાં અત્રે પગરણ મંડાયાં. પાટણમાં રાજલક્ષ્મી, સરસ્વતી અને ધર્મનો ત્રિવેણી સંગમ રચનાર આ વિદ્યાનિધિએ એ સમયનાં આંદોલનો ઝીલ્યાં અને કતિઓમાં વહાવ્યાં. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy