SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ અને સ્વર્ગવાસ સં. ૧૯૮૩માં જલાલપુર-નવસારીમાં થયેલ. મૈં ‘સકલાગમ રહસ્યવેદી', ‘જ્યોતિષમા' : પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ આપશ્રી ઝીંઝુવાડાના વતની હતા. બાવીસ વર્ષની વયે પૂ. ઉપાધ્યાયજી વીરવિજય મહારાજના શિષ્ય બનેલા. જ્યોતિષના અજોડ અભ્યાસને કારણે જ્યોતિષમાર્તંડ' કહેવાયા. બધા આગમોના રહસ્યના જ્ઞાતા હોવાથી સકલાગમ રહસ્યવેદી' તરીકે પંકાયા. આચાર્યપદ સં. ૧૯૮૧માં છાણીમાં મળેલું. સ્વર્ગવાસ સં. ૧૯૯૨માં પાટડીમાં થયેલ. 'નવયુગપ્રવર્તક', 'શાસ્ત્રવિશારદ' : પૂ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) મહારાજ પદ્મ ‘વાગડ-ઉદ્ધારક' : પૂજ્ય શ્રી જીતવિજયજી ειει સૌરાષ્ટ્ર કાશ્મીર સમા મહુવામાં જૈન ધર્મી ખાનદાન પરિવારમાં રામચંદ્ર શેઠ અને કમળા શેઠાણીને ત્યાં બાળ ‘મૂળચંદ’રૂપે જન્મ. નાનપણથી જ પ્રબળ વૈરાગ્યવૃત્તિ, તેથી પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈ મુનિ ધર્મવિજયજી બન્યા. જૈનશાસનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની વૃત્તિ. બહુ ટૂંકા ગાળામાં ન્યાય—વ્યાકરણ-સાહિત્ય-કોષ અને આગમના અઠંગ અભ્યાસી બન્યા. બનારસ (કાશીમાં) ‘શ્રી યશોવિજયજી મહારાજ'ના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી. જૈન ગ્રંથોનું પ્રકાશન કરી દેશ-વિદેશમાં નિઃશુલ્ક મોકલાવ્યા. શાસ્ત્રોની ચર્ચા-વિચારણા, વાદ-વિવાદ, નૂતન અર્થઘટનોમાં પણ પારંગત. વક્તવ્ય-કૌશલ્યથી માંસાહારવિરોધી ચળવળમાં સફળ. અહિંસક વસ્ત્રો તરીકે ખાદી અપનાવી. જૈનશાસનમાં નવી હવા ઊભી કરી. વિવિધ પ્રાંતોમાં ફરી જૈનધર્મ પ્રત્યે વિધર્મીઓના તેમનો જન્મ સં. ૧૯૪૬માં માંડલમાં. પિતા છગનલાલ, માતા દિવાળીબહેનનું એક માત્ર સંતાન. મૂળ નામ નરસિંહ. માતા-પિતાનાં અવસાન બાદ બનારસ અને પછી બંગાળ પહોંચી દીક્ષા લીધી ને મુનિ શ્રી ન્યાયવિજયજી નામ પામ્યા. ન્યાયશાસ્ત્રોનું ગહન અધ્યયન કરીને ‘ન્યાયતીર્થ’ અને ‘ન્યાયવિશારદ' પદવી પામ્યા. સંસ્કૃત-પ્રાકૃતમાં કલમ ચલાવી. અજ્ઞાન-ગેરસમજને દૂર કર્યાં. સં. ૨૦૭૩માં શિવપુરી મુકામે નાગપુર અને ઉજ્જયિનીના બ્રાહ્મણોએ પંડિતરાજ અશ્વઘોષ સ્વર્ગવાસ. અને કવિરાજ કાલિદાસ એવાં પ્રશસ્તિવચનો સાથે માનપત્ર અર્પણ કર્યાં. તેમણે ‘જૈનદર્શન’ નામનો અજોડગ્રંથ લખ્યો. જૈન શ્રમણો માટે રાષ્ટ્રભાવનાનાં દ્વાર ખોલ્યાં હતાં. તેમનો જન્મ કચ્છની ખમીરવંતી ધરતીના મનફરા ગામ (તા. ભચાઉ)માં. મૂળ નામ જયમલ્લ, પિતા ઉકા શેઠ. માતા અવલબાઈ. ૧૨ વર્ષની ઉંમરે થયેલ આંખોનો દુઃખાવો ચાર વર્ષ ચાલ્યો. પ્રતિજ્ઞા કરી કે“જો આ દુ:ખ મટી જશે તો મારું જીવન સાધુપણામાં વિતાવીશ.” તેમને પરણાવવાની ઇચ્છા માતા-પિતાના મનમાં વધતી જતી હતી ત્યારે જયમલ્લના અંતરમાં દીક્ષા લેવાની અધીરાઈ વધતી હતી છેવટે પુત્ર જીત્યો! વિશ્વ અજાયબી : સં. ૧૯૨૫ના અક્ષયતૃતીયાએ પૂ. મુનિપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજે દીક્ષા આપી ત્યારે મુનિશ્રી જીતવિજયજી નામ પડ્યું. દીક્ષામહોત્સવમાં બે ચમત્કાર થયા. જે કૂવાના પાણીથી જયમલ્લે છેલ્લું સ્નાન કર્યું તે કૂવાનું પાણી મીઠું થયું! જે જીર્ણ રાયણના વૃક્ષ નીચે દીક્ષાક્રિયા થઈ તેને પુનઃ ફળ આવ્યાં!! સં. ૧૯૩૮ના વૈશાખમાં કચ્છમાં પલાંસવા ગામે ગુરુ મહારાજનો સ્વર્ગવાસ થતાં મુનિ જીતવિજયજીને આંચકો લાગ્યો પણ થોડા જ સમયમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી પુનઃ શાસનસેવામાં લાગી ગયા. Jain Education Intemational ‘વાગડ' જેવા પછાત પ્રદેશમાં ધર્મસંસ્કાર કેમ વધે? તેની સુંદર ભાવના સાથે ૫૫ વર્ષના દીક્ષાપર્યાયમાં ૩૦ જેટલાં ચોમાસાં તો કચ્છ-વાગડમાં જ ગાળ્યાં ને ઊધ્ધિકરણના અર્થમાં ‘વાગડના ઉદ્ધારક’ બન્યા! તેમનાં આજ્ઞાવર્તી સાધુ-સાધ્વીઓની પરંપરા હજી પણ ‘વાગડવાળા' નામે જાણીતી છે. સંવત ૧૯૮૦માં પલાંસવા ગામે સ્વર્ગવાસ થયો. એ પહેલાં નાદુરસ્તીને કારણે પાંચ ચોમાસાં અહીં જ ગાળેલાં. તેથી તે ગામ ગૌરવશાળી ગુરુતીર્થ બની ગયું! 'ન્યાયતીર્થ', ‘ન્યાયવિશારદ' : પૂ. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ જૈન જ્ઞાન ભંડારોના ઉદ્ધારક : પૂ. મુનિપ્રવર શ્રી ચતુરવિજયજી સં. ૧૯૨૬માં છાણી-વડોદરા મુકામે ધાર્મિક કુટુંબમાં જન્મેલા શ્રી ચતુરવિજયજી મહારાજ જૈન જ્ઞાનભંડારોના ઉદ્ધારક, પ્રાચીન જૈન ગ્રંથોના મહાન સંપાદક-સંશોધક અને ટોચના વિદ્વાન હતા. મૂળ નામ ચૂનીલાલજી, પૂ. શ્રી કાંતિવિજયજી મહારાજ પાસે ડભોઈ મુકામે સં. ૧૯૪૬માં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy