SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ હતી. તેમણે આ. સિદ્ધસેન દિવાકરની ‘સન્મતિતર્ક' ગ્રંથ પર સંસ્કૃતમાં ૨૫,૦૦૦ શ્લોકપ્રમાણ ‘તત્ત્વબોધિની’/વાદમહાર્ણવ ટીકા (વૃત્તિ) રચી હતી. તેમનો સમય વિ.સં. ૧૦૭૫થી ૧૧૫૦નો માનવામાં આવે છે. IF ‘મલધારી' : આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજ પુષ્કર પાસેના હાંસોટ (હર્ષપુર)માં પ્રશ્નવાહનકુલના શ્રમણો ‘હર્ષપુરીયગચ્છ'થી પ્રસિદ્ધ થયા. તેમાં થયેલા શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય આ. અભયદેવસૂરિથી હર્ષપુરીયગચ્છનું નામ ‘મલધારગચ્છ’ પડ્યું. શ્રી અભયદેવસૂરિ શરીર પ્રત્યે એકદમ નિર્લેપ-ઉદાસબેપરવા હતા. એક દિવસ પાટણમાં રાજવી કર્ણદેવ યુવરાજ જયસિંહ સાથે રાજમહેલ જઈ રહ્યા હતા ત્યારે તેઓએ મેલાં કપડાંવાળા આ.શ્રીને જોયા તેથી પ્રભાવિત બની ‘મલધારી બિરુદ આપ્યું. તેઓ પરમ શાંત, નિસ્પૃહી, મહાન તપસ્વી, જિનાગમ આદિ શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ધરાવતા યોગવિદ્યાના અભ્યાસી હતા. અનેક રાજા-મહારાજાઓ, મંત્રીઓ-શ્રેષ્ઠીઓને જિનશાસનના પરમ ભક્ત બનાવ્યા હતા. વિ.સં. ૧૧૬૮માં સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. E સૈદ્ધાંતિક' : આ. શ્રી નેમિચંદ્રસૂરિજી સૈદ્ધાંતિક' : આ. શ્રી મુનિચંદ્ર (ચંદ્રસૂરિ) મ. ‘નવકલ્પવિહારી’: ‘સૌવીરપાયી' તેઓશ્રી પરમત્યાગી, શ્રુતના સમર્થ જ્ઞાતા, ગ્રંથકાર હતા. યશોભદ્રસૂરિજી પાસે નાનીવયે દીક્ષા લઈને શિષ્ય બન્યા, ઉ. વિનયચંદ્રના વિદ્યાશિષ્ય હતા. જન્મ ડભોઈમાં, વિ.સં. ૧૦૯૪માં સંવેગી સાધુઓને પાટણમાં ઉતારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરાવી. વિક્રમ ૧૧૨૯/૩૯ના ગાળામાં શ્રી નેમિચંદ્રસૂરિને સર્વદેવસૂરિના હસ્તે આચાર્યપદની પદવી મળેલી (શ્રી નેમિચંદ્રસૂરિએ શ્રી મુનિચંદ્રસૂરિને પોતાના ગુરુભાઈ તરીકે દર્શાવેલા છે). એ જ વર્ષમાં તેમને પોતાની પાટે સ્થાપન કર્યા હતા. આ બંને આચાર્યો સૈદ્ધાંતિક' તરીકે પ્રસિદ્ધ હતા. આ. શ્રી મુનિચંદ્રસૂરિજીએ પાછલી વયે ખાવામાં બધાં દ્રવ્યોનો ત્યાગ કરી માત્ર ઓસામણનો જ ઉપયોગ કરતા, તેથી તેમને 'સૌવીરપાયી' કહેવામાં આવ્યા છે. તેમના પરિવારમાં Jain Education Intemational વિશ્વ અજાયબી : ૫૦૦ સાધુઓ અને ઘણાં સાધ્વી મહારાજો હતાં. તેમણે ઘણા ગ્રંથો લખ્યા છે. વિ.સં. ૧૧૭૮માં પાટણમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ. 'વાદીન્દ્ર', 'વાદિદેવસૂરિ', 'કવિ ચક્રવર્તી', ‘સૈદ્ધાંતિક' : આ. શ્રી (વાદિ) દેવસૂરિજી મ. J! : ‘દાદા' : આ. શ્રી જિનદત્તસૂરિજી મહારાજ ખરતરગચ્છ પરંપરાના મહાન જ્યોતિર્ધર પરમ પ્રભાવી આચાર્ય, મહાન પૂજ્યભાવના પ્રતીકરૂપ ‘દાદા' સંબોધનવિશેષણથી જાણીતા પૂ. આ. શ્રી જિનદત્તસૂરિજી મહારાજનો જન્મ વૈશ્યવંશમાં હુમ્બડગોત્રમાં ધવલકપુર (ધોળકા)ના શ્રેષ્ઠી વાસ્ટિંગને ત્યાં વિ.સં. ૧૧૩૨માં થયેલો. માતાનું નામ સંવાહડદેવી; ઉપાધ્યાય ધર્મદેવે તેમને વિ.સં. ૧૧૪૧માં દીક્ષા આપી સોમચંદ્ર નામ આપ્યું. વિ.સં. ૧૧૬૯માં આચાર્યપદ. જૈનદર્શન, મંત્રવિદ્યા, યોગવિદ્યામાં પારંગત. ખરતરગચ્છને મજબૂત બનાવ્યો. પ્રાકૃત-અપભ્રંશના વિદ્વાન. વિ.સં. ૧૨૧૧માં અજમે૨માં સ્વર્ગવાસ, ત્યાં સમાધિસ્તૂપ છે. 蝎 ‘બડા દાદા', ‘મણિધારી' : આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ રાજસ્થાનમાં આબુ પર્વત પાસે મંડાર (મડાહડા) ગામે વિ.સં. ૧૧૪૩માં વીરનાગ શ્રેષ્ઠીને ત્યાં જન્મ. માતા જિનદેવી. સંસારી નામ પૂર્ણચંદ્ર. નાનપણથી જ ચમત્કારી વ્યક્તિત્વ. શ્રી મુનિચંદ્રસૂરિએ તેમને વિ.સં. ૧૧૨૫માં દીક્ષા આપી ‘મુનિ રામચંદ્ર' નામ આપ્યું. વ્યાકરણ-સાહિત્ય-સિદ્ધાંત વ.માં પારંગત બની શાસ્ત્રાર્થ-સામર્થ્ય મેળવ્યું. ગુરુદેવે વિ.સં. ૧૧૭૮માં આચાર્યપદ આપ્યું. આ. શ્રી રત્નપ્રભસૂરિએ પોતાના ગ્રંથમાં ગુરુ શ્રી વાદિદેવસૂરિને સહૃદયી, સૈદ્ધાંતિક, તાર્કિક, વૈયાકરણી, કવિ ચક્રવર્તી જેવાં વિશેષણોથી નવાજ્યા છે. કર્ણાટક નરેશના ગુરુ દિગંબરાચાર્ય વાદી કુમુદચંદ્ર સાથે આ. શ્રી દેવસૂરિને પાટણની રાજસભામાં શાસ્ત્રાર્થ થયો. વિ.સં. ૧૧૮૧માં જીત્યા, તેથી પાટણના રાજાએ ‘વાદીન્દ્ર’નું બિરુદ આપ્યું. પાટણમાં ભવ્ય જિનાલય બંધાવી દીધું, જે ‘રાજવિહાર’ નામે જાણીતું થયું. આ વિજયની સિદ્ધિરૂપે આ. દેવસૂરિ હવે વાદિદેવસૂરિ નામે પ્રસિદ્ધિ પામ્યા. કેટલાયે રાજ્યાધિકારીઓ અને પાંત્રીસ હજાર કુટુંબોએ જૈનધર્મ સ્વીકાર્યો. આપશ્રી કુશળ ગ્રંથકાર પણ હતા. ખરતરગચ્છના શ્રી જિનચંદ્રસૂરિ મહારાજના મસ્તકમાં મણિ હોવાથી ‘મણિધારી' કહેવાયા તેવી જનશ્રુતિ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy