SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ આગમોદ્ધારક પૂજ્યપાદ આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વીતરાગ પ્રભુનું શાસન અમરત્વને પામેલું છે. એ અમરતાને નિત્યસિદ્ધ રાખવા બંને કાળના અરિહંત ભગવંતોએ શાસનના મૂળમાં અમૃતને સીંચીને ઉદાત્ત અને ઉદાર ભાવે શાસનનો પાયો દૃઢ કર્યો છે. અમૃતસભર મૂળને વિકસ્વર બનાવવાની અનુપમ શક્તિ સાધુજનો, મહાપુરુષો અને આત્મશ્રેયસ્કરો જ પામી શકે છે અને જેઓ જન્મધરીને સ્વપરના શ્રેયાર્થે જીવનના અંત સુધી મહાનતાનો ગુણ જાળવી રાખે છે તેમ જ કોઈ મહાન કાર્ય દ્વારા એ સિદ્ધ કરી શકે છે. એવી વિભૂતિઓ વંદનીય બની જાય છે. આગમોદ્ધારક પરમ પૂજ્ય આચાર્યપ્રવર શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એક વંદનીય વિભૂતિ હતા. ગૌરવશાળી ગુજરાત એવો પ્રાપ્ત છે કે જ્યાં જૈનધર્મની જ્યોતને જ્વલંત રાખવામાં આચાર્યશ્રી શીલગુણસૂરિજી, નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, ૫રમાર્હત રાજવી કુમારપાળ મહારાજા આદિનું મહાન યોગદાન રહ્યું છે. એ ગુજરાતના ખેડા જિલ્લામાં, કપડવંજ શહેરમાં, ગાંધી પરિવારમાં, પિતા મગનભાઈના ખાનદાન કુળમાં, માતા યમુનાબહેનની ઉદરવાટિકામાં વીર સંવત ૨૪૦૧, વિ. સં. ૧૯૩૧ના અષાઢી અમાવસ્યા એટલે ‘દિવાસા’ ના મંગલ દિવસે એક પનોતા પુત્રનો જન્મ થયો. પુત્રની મુખકાંતિ પ્રમાણે નામ રાખવામાં આવ્યું. હેમચંદ્ર. સંસ્કારી માતાપિતાએ પાંચ વર્ષની ઉંમરે હેમચંદ્રને અભ્યાસ માટે નિશાળે મૂક્યા. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી.’-એ ન્યાયે બાળપણથી જ હેમચંદ્રમાં જ્ઞાનમાં પંડિતાઈ, બુદ્ધિમાં ચતુરાઈ, વાણીમાં ગંભીરતા, હૃદયમાં મૃદુતા નયનોમાં દયાદ્રતા, અંતરમાં આદ્રતા અને સ્વભાવમાં સાહસિકતા જેવા અનેક ગુણો પાણીદાર ઝવેરાતની જેમ ચળકતા હતા. તે સાથે જ તત્ત્વજ્ઞાન પ્રત્યે વિશેષ જિજ્ઞાસા અને ચિંતનશીલ પ્રકૃતિનો પણ વિકાસ થતો જતો હતો. એટલે જ ૧૨ વર્ષની વયે માણેક નામની કન્યા Jain Education International ૨૮૯ સાથે હેમચંદ્રનું સગપણ થયું ત્યારે સર્વ કુટુંબીજનોના આનંદ વચ્ચે તેઓ તો ઉદાસીન જ રહ્યા હતા. માતાપિતાએ નારાજગીનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે, “મને લગ્નગ્રંથિથી જોડશો નહીં. મારે શાશ્વત સુખની પ્રાપ્તિ અર્થે દીક્ષા લેવી છે.” તેમ છતાં, હેમચંદ્રનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. માણેક વિનયી, વિવેકી, આજ્ઞાંકિત હોવા છતાં હેમચંદ્રને સંસારરસથી ભીંજવી શકી નહીં. તેનું મન વધુ ને વધુ વૈરાગ્યવાસિત ચાલ્યું. એક દિવસ મોટાભાઈ મણિલાલ સાથે અમદાવાદ આવ્યા. બંને ભાઈઓએ દીક્ષા લેવાની ભાવના દર્શાવી. ગુરુદેવે માત્ર મણિલાલને દીક્ષા આપી. આથી હેમુ નિરાશ વદને ઘેર પાછા ફર્યા, પરંતુ તેમનો દૃઢ સંકલ્પ કોઈ કાળે ચલિત થાય તેમ ન હતો. એક અંધારી રાતે ભાગીને હેમુ ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે પહોંચ્યા. ત્યાં ગુરુદેવે દીક્ષા આપી, પણ સંસારી વર્ગને જાણ થતાં સગીર વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયો. આખરે પિતાએ પુત્રનો દૃઢ મનોભાવ જાણી લીધો. પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્રે લીંબડી આવીને ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્રો પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા. કોઈ ભવિતવ્યતાના યોગે પૂજ્યશ્રીના ફક્ત છ માસના દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ ઝવેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ ‘સિદ્ધાંતરનિકા વ્યાકરણ' ત્રણ જ માસમાં કંઠસ્થ કરીને પોતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કોઈ પણ હિસાબે રોજ ૫૦૦ શ્લોકોનું વાચન કરવું એવો તેઓશ્રીનો અટલ નિર્ધાર હતો. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિનો અભ્યાસ કર્યો અને પ્રાંતે આગમોના નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. શાસ્ત્રના યોગોલ્રહન આવશ્યક છે. સં. ૧૯૬૦માં ભાવનગરમાં પૂજ્યશ્રી નેમિવિજયજી મહારાજ અને મુનિશ્રી આનંદસાગરજી મહારાજ યોગોદ્દહન કરતા હતા, ત્યારે અમદાવાદના શ્રીસંઘને મુનિશ્રી આનંદસાગરજી મહારાજને પદવી આપવાના મનોરથ થયા. શ્રી સંઘે વિનંતી કરી. મંગલ મુહૂર્તે પં. નેમિવિજયજી મહારાજે શ્રી ભગવતીજી યોગમાં પ્રવેશ કરાવ્યો. ગણિપદ અને પંન્યાસપદ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy