SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ L Jain Education International શ્રમણદર્શન એ જ જૈનદર્શન પ્રા. નાનકભાઈ કામદાર શ્રમણ શબ્દનો પારિભાષિક અર્થ બૌદ્ધ કે જૈન સાધુ' તેવો થાય છે. આ અર્થમાં જ શ્રમણદર્શન એ જ જૈનદર્શન છે એ સિદ્ધ કરવા અન્ય પ્રમાણોની ખાસ જરૂર રહેતી નથી. ભારતમાં વૈદિક યુગના પ્રવેશ પહેલાંથી તેની પ્રતિસ્પર્ધી પરંપરારૂપે તેની અનેક શાખાઓ, ઉપશાખાઓ હતી. વેદો અપૌરુષેય હતા, જ્યારે શ્રમણો વેદના અપૌરુષેય અને ઈશ્વરરચિત સ્વરૂપના વિરોધી હતા. જૈન સાહિત્યના પ્રાદુર્ભાવને ઈ.સ. પૂ. ૩૦૦ અથવા શ્રમણ પરંપરાના ઉગમ પછી બસો વર્ષથી પહેલાં મૂકી શકાય તેમ નથી, છતાં સવાલ એ રહે છે કે ભગવાન મહાવીર પહેલાં ભગવાન પાર્શ્વનાથની શ્રુત સંપત્તિ શું હતી? શાસ્ત્રો સ્પષ્ટ કરે છે કે આચારાંગ વગેરે અગિયાર અંગોની રચના મહાવીરના અનુગામી ગણધરોએ કરી, પરંતુ પૂર્વ શ્રુત અર્થ સ્પષ્ટ કરે છે કે ભગવાન પાર્શ્વનાથ પરંપરાથી ચાલ્યો આવતો પ્રકાશપુંજ ભગવાન મહાવીરને પ્રાપ્ત થયો. સૂચિત લેખમાળાનું સર્જન પ્રા. શ્રી નાનકભાઈ કામદારના હાથે થયું. શ્રી નાનકભાઈ ભાવનગરની શામળદાસ આર્ટ્સ કૉલેજમાં અભ્યાસ પૂરો કરી એ જ કોલેજમાં લગભગ ૩૦ વર્ષ સુધી અધ્યાપક તરીકે સુંદર સેવા આપી (૧૯૭૫ થી ૨૦૦૫) જે પૈકી બાર વર્ષ સુધી તત્ત્વજ્ઞાન અને ધર્મ, દર્શન તેમજ બાકીનાં વર્ષોમાં મનોવિજ્ઞાન વિષય શીખવતા હતા. ૧૯૮૬માં મનોવિજ્ઞાનમાં પીએચ.ડી. કર્યા બાદ આ વિષયમાં અનુસ્નાતક અને પીએચ.ડીના માર્ગદર્શક તરીકે સેવા બજાવી. ૧૯ વિદ્યાર્થીઓને પીએચ.ડી. કક્ષાનું સફળ માર્ગદર્શન પૂરું પાડી હાલમાં નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા છે, છતાં ઘણા સંશોધકમિત્રોને પ્રસંગોપાત પ્રેરણા અને પ્રોત્સાહન આપતા રહ્યા છે. એ એમનું જામાપાસુ રહ્યું છે. ઘણા જ નમ્ર, પ્રેમાળ અને સાહિત્યરસિક શ્રી નાનકભાઈ કામદારની શિક્ષણજગતમાં એક પ્રતિભાશાળી વ્યક્તિત્વની સુંદર છાપ આજ સુધી અણનમ રહી છે. શ્રી નાનકભાઈને ધન્યવાદ. —સંપાદક For Private & Personal Use Only ૨૮૧ I www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy