SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ (૬) ગુર્વાજ્ઞાની મહત્તા : સંસાર આખોય કાવાદાવા, પ્રપંચો અને ઠગાઈની સગાઈથી કલંકિત છે, જ્યારે જૈન સાધુને માથે પરમગુરુ પરમાત્મા, દીક્ષાદાતા, જ્ઞાનદાતા અથવા નિશ્રાદાતા ગુરુ હોવાથી તેનું જીવન આજ્ઞા અને પ્રજ્ઞાપ્રધાન બને છે. (૭) નિર્ભયતા : સાતેય પ્રકારના ભય સંસારીઓને સદાય સતાવે છે, જ્યારે અભયદાનદાતા એક સંયમીને કોઈનોય ભય નથી હોતો. કારણ કે સંસાર આખોય સંજ્ઞા અને હિંસાપ્રધાન જીવન જીવે છે, જ્યારે શ્રમણનું જીવન જયણાપ્રધાન હોય છે. (૮) મદ-માન મુક્ત : શાસ્ત્રકથિત આઠેય પ્રકારના અભિમાનના કારણે સંસારીઓમાં સંઘર્ષવૃત્તિ સતેજ હોય છે, તેથી જેની લાઠી તેની ભેંસ' જેવો ન્યાય વર્તે છે, જ્યારે જૈનમુનિપણું જ્ઞાન, તપ, રૂપ, ઋદ્ધિ વગેરેના અભિમાનથી રહિતપણે દીપે છે. (૯) નવકાર-નિષ્ઠ આત્મા : જૈન શ્રમણ એટલે સાધુપદથી સિદ્ધપદ સુધીના પંચપરમેષ્ઠિ પૈકીનો એક સાધક અથવા સિદ્ધાત્મા, જગતમાં તે પાંચેયથી પૂજ્ય કોઈ નહીં, માટે જ જગત નવકારથી બહાર છે, જ્યારે જગતપૂજ્ય નવકારનિષ્ઠ છે. (૧૦) દસ યતિધર્મ : ક્ષમા, માર્દવ, આવ, મુક્તિ, તપ, સંવર, સત્ય, શૌચ, આકિચન્ય અને બ્રહ્મચર્યની નવ વાડો વચ્ચે સંયમી આત્મા સુરક્ષિત હોવાથી સંસારથી લેપાતો નથી, બલ્કે સંસારમાં રહેવા છતાંય સંસારીઓથી પર હોય છે. (૧૧) વિનય-વિવેકની પરાકાષ્ઠા ઃ એક તરફ દેવ-ગુરુ-ધર્મ પ્રતિ ઉત્કૃષ્ટ વિનય અને બીજી તરફ હેય-ઉપાદેય અને જ્ઞેય તત્ત્વોના વિવેકથી શોભતું સંયમજીવન વિનયની પાંખ અને વિવેકની આંખથી મુક્તિ સફર કરનારું હોય છે. (૧૨) બાર ભાવનાઓ : રૂપિયા, પૈસા અને ભાવ-તાલથી ચાલતા સંસારમાં લગભગ કૃષ્ણ, નીલ અને કાપોત લેશ્યાઓ વ્યાપે છે, જ્યારે સંયમીનું જીવન બાર પ્રશસ્ત ભાવનાઓથી ભરપૂર હોવાથી તેજો-પદ્મ અને શુક્લ લેશ્યાથી વીતે છે. (૧૩) પળે પળે નિર્જરા : તેર કાઠિયાઓના નડતરથી સંસારી જીવ પ્રતિપળ વિવિધકર્મબંધથી લેપાય છે, જ્યારે જૈન સંયત ખાતાં-પીતાં-સૂતાં ઊઠતાં કે બોલતાં-ચાલતાં પણ અપ્રમત્તતાના કારણે નિર્જરા કરી ઉજ્જ્વળ બને છે. Jain Education International ૨૬૧ (૧૪) વિશ્વવ્યવસ્થાની અજાયબી : ચૌદ રાજલોકના વિશાળ ક્ષેત્રફળમાં પૃથ્વી ઉપર સૂર્ય-ગ્રહ કે દેવિમાનો ભટકાતાં નથી કે પૃથ્વી નીચે નરક તરફ ઊતરી જતી નથી અથવા સમુદ્ર માઝા મૂકતો નથી, તેમાં કારણ છે સંયમીની સચોટ સાધના. (૧૫) સાધનાથી સિદ્ધિના સાધકો : સંસારની સેવના ભવભ્રમણા અને દુઃખ-દોષ જ વધારે છે, જ્યારે સંયમ લેનાર ઉપકરણ દ્વારા અંતઃકરણને વિશુદ્ધ બનાવી સાધનો વિના સાધના દ્વારા જ ઉપાસના કરતાં પંદર પ્રકારથી સિદ્ધિ ગતિ પામે છે. (૧૬) મૈત્રી આદિ ચાર ભાવનાઓ : સર્વ જીવો પ્રતિ મિત્રતાભાવ, ગુણવાન પ્રતિ પ્રમોદ, દોષવાન પ્રતિ કરુણા અને મિથ્યાત્વી પ્રતિ માધ્યસ્થભાવ તેને જ ઊપજી શકે છે, જે સંયમી બાર + ઉપરોક્ત ચાર = ૧૬ ભાવનાઓથી ભરપૂર છે. (૧૭) સંયમના ૧૭ પ્રકાર : પાંચ આસવનિરોધ, ૫ ઇન્દ્રિયનિગ્રહ, ૪ કષાય જય અને ત્રણ દંડ વિરતિ એમ ૧૭ પ્રકારથી સંયમ અને સંયમી શોભે છે, જ્યારે સંસારનું પર્યાયવાચી નામ છે અસંયમ, આસક્તિ, આડંબર અને અથડામણો. : (૧૮) અઢાર હજાર શીલાંગરથધારક યતિધર્મ ૧૦×૧૦ પ્રકારના સમારંભ ત્યાગી × ૫ ઇન્દ્રિયો વશ કરનારા × ૪ સંજ્ઞાના વિજેતા × ૩ મન-વચન-કાયાથી વિરત× ૩ કરવા-કરાવવા અનુમોદનાથી રહિત સાધુ ૧૮૦૦૦ પ્રકારે શીલવ્રત પાળનારાં હોય છે. (૧૯) સતત વિહારી : ક્યાં ગાડી-ઘોડાની પરાધીનતાવાળું ગૃહસ્થજીવન અને ક્યાં સતત પાદાચારી બની આર્યક્ષેત્રમાં સર્વત્ર વિચરણ કરી ધર્મભાવના જગાડતું, આત્મ અને પરના ઉપકાર કરતું સંયમજીવન! (૨૦) વિહરમાન ૨૦ તીર્થંકરો : સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ વગેરે ચોવીશ તીર્થપતિઓનું જીવંત શાસન વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રે અમર તપે છે, જેના પ્રભાવે અનેક સંસારીઓ સંસારત્યાગી બની, કેવળી બની મુક્તિ પણ પામી ગયાં છે. (૨૧) ક્ષમાશ્રમણનું બિરુદ : સંસાર આખોય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy