SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ શ્રી આત્મવલ્લભ જૈનભવન વગેરે જિન-શાસન-પ્રભાવનાનાં કાર્યો કરાવ્યાં. દક્ષિણ ભારત પ્રવાસનાં બે વર્ષો દરમ્યાન પૂ. ગુરુદેવોની યશ-પતાકા લહેરાવવાની સાથે લોક-કલ્યાણ, સાધર્મિક ઉત્કર્ષ, જીવદયા, જિનશાસન અને પરોપકારનાં લગભગ ૧૦૦ કરોડનાં રચનાત્મક કાર્યો કરાવી તેઓ જનજનની શ્રદ્ધાના કેન્દ્ર બની ગયા. ૧૯ વર્ષોથી નિર્માણાધીન શ્રી હિસાર મહાતીર્થનું નિર્માણ એમના પ્રભાવે દ્રુત ગતિએ ફરી શરૂ થયું. એની ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા વખતે લુધિયાણાથી ૮૦૦ યાત્રી સ્પેશ્યલ યાત્રા-ટ્રેન લઈ પહોંચ્યા હતા. આ વિશેષ અવસરે તીર્થ ટ્રસ્ટ દ્વારા એમને ‘શાસન– દિવાકર' પદથી સુશોભિત કરવામાં આવ્યા. આ.ભ. શ્રીમદ્ વિજય જનકચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના આદેશથી તેમણે પંજાબ કેસરી જૈનાચાર્ય. શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી રાષ્ટ્રીય સ્તરે ઉજવવા માટે તત્કાલ દક્ષિણ ભારતથી દિલ્હી પહોંચી મહોત્સવને ઐતિહાસિક રૂપ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. દિલ્હીના વલ્લભ સ્મારકની પુણ્યધરા પર સમુદાયવડીલના આશીર્વાદ અને દેશના લગભગ પ્રત્યેક સંઘ, મહાસભા તથા મહાસંઘની આગ્રહભરી વિનંતીથી એમણે સમુદાયની લગામ હાથમાં લીધી અને શ્રી આત્મવલ્લભ-સમુદ્ર-ઇન્દ્રદિન પટ્ટપરંપરાના તેઓ ક્રમિક પટ્ટધર બન્યા. પછી સમાના ચાતુર્માસમાં ચતુર્વિધ સંઘે એમને ગચ્છાધિપતિ પદથી વિભૂષિત કર્યા. મુનિ હતા ત્યારથી તેઓ વયોવૃદ્ધ મુનિજનો પ્રત્યે વિનય, સેવા અને સમ્માનની ભાવના રાખતા. બચપણમાં શ્રી વલ્લભદત્ત વિજયજી મ.સા. અસ્વસ્થ્ય થયા ત્યારે એમણે અનુપમ સેવા કરી. સાયરામાં પં. પ્રવર શ્રી જયંત વિજયજી મ.સા.ના અભિનંદન સમારોહ તથા ઇડરમાં સમુદાયના વડીલોના ૮૧મા જન્મોત્સવનું ભવ્ય આયોજન કરી એમના કાળધર્મ પામ્યા બાદ મંદિર-નિર્માણ, પ્રતિષ્ઠા વગેરે કાર્યો સંપન્ન કરાવતાં એમનું વ્યક્તિત્વ નીખરી ઊઠ્યું. કચ્છમાં શ્રી પાર્શ્વ-વલ્લભ-ઇન્દ્રધામની અંજનશલાકા પ્રતિષ્ઠા વખતે આ.ભ. શ્રી વિજયવસંત સૂરીજી મ.સા.ને ‘તપ-ચક્રવર્તી’, વયોવૃદ્ધા સાધ્વી જગતશ્રીજી મ.સા.ને ‘શાસનચંદ્રિકા' અલંકરણ પ્રદાન કરીને તથા અમદાવાદમાં સાધ્વીશ્રી સુજ્ઞાન શ્રી મ.સા. તથા સાધ્વી સુબુદ્ધિશ્રીજી મ.સા.ના ૮૧મા જન્મદિન તથા દીર્ધ Jain Education Intemational ૨૫૩ સંયમપર્યાયની અનુમોદનાર્થે મહામહોત્સવ ઊજવી વડીલો પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવ્યું. ઇડરમાં સમુદાય વડીલે શાલ ઓઢાડી વાસક્ષેપ આપી આશીર્વાદ આપ્યા તે અવિસ્મરણીય ઘટના છે. મુનિ શ્રી લક્ષ્મીચંદ્ર વિજયજી મ.સા.ને ‘આદર્શ ગુરુચરણ સેવી', મુનિ શ્રી ધર્મરત્ન વિજયજી મ.સા.ને ‘નિઃસ્પૃહસેવાશીલ' પદથી વિભૂષિત કરવામાં એમનો વાત્સલ્યભાવ પ્રગટ થાય છે. એમના ચાર શિષ્યો તત્ત્વચિંતક મુનિશ્રી ચિદાનંદ વિજયજી મ.સા., મુનિ શ્રી નિજાનંદ વિજયજી મ.સા. તથા મુનિશ્રી મોક્ષાનંદ વિજયજી મ.સા. અને મુનિશ્રી પુણ્યાનંદ વિજયજી મ.સા. એમના આશીર્વાદથી સ્વપર-કલ્યાણમાં તલ્લીન છે. ભક્તોની અડધી વ્યથા તો એમની મધુર વાણીથી જ દૂર થઈ જાય છે. સહવર્તી મુનિઓ, આચાર્યોની તેઓ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. જૈતપુરામાં શ્રી આત્મવલ્લભ સમુદાયના કેન્દ્ર શ્રી વિજયવલ્લભસાધના–કેન્દ્રના નિર્માણની પ્રેરણા આપી પૂર્વવર્તી ગુરુદેવો પ્રત્યે એમણે સમર્પણભાવ પ્રગટ કર્યો છે. લાતુર અને ભૂજના ભૂકંપ, કારગીલ યુદ્ધ, સુનામી વિભિષિકા, બિહાર પૂર વખતે આર્થિક સહયોગની અપીલ દ્વારા તથા સ્વદેશી ખાદી ધારણ કરી રાષ્ટ્રપ્રેમ એમણે વ્યક્ત કર્યો છે. શ્રી વિજયાનંદસૂરિ વિદ્યાપીઠ–નાગૌર, શ્રી આત્મવલ્લભ જૈન કન્યા મહાવિદ્યાલય-શ્રી ગંગાનગર, શ્રી વિજયવલ્લભ સ્કૂલ-જડિયાલા, ગુરુ શ્રી આત્મવલ્લભ જૈન સી.સૈ. સ્કૂલ-સુનામ, જૈનાચાર્ય શ્રી વિજય ઇન્દ્રદિન્નસૂરિ કે.જી. સ્કૂલ-બોડેલી, શ્રી વિજય વલ્લભ વિદ્યાવિહારઅમદાવાદ, નાગાર્જુન યુનિવર્સિટી ગુંટુર, આંધ્ર પ્રદેશકા શ્રી આત્મવલ્લભ જૈન મ્યૂઝિયમ તથા સેન્ટર સાઉથ કમ્પેરેટિવ રિલિજિયસ સેન્ટર વગેરે સંસ્થાઓ દ્વારા એમનો શિક્ષણ–પ્રેમ વ્યક્ત થાય છે. જૈન ધર્મના વિભિન્ન વિષયો પર એમના ૩૫થી વધારે પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. તેઓશ્રીના જીવનનું સુવર્ણજન્મ મહોત્સવ વર્ષ (૫૦મું વર્ષ) શ્રમણ-શ્રમણીઓ તથા પૂજ્ય માતાજી મહારાજની શુભ ભાવનાઓ એમને પ્રાપ્ત થઈ છે. ગુરુ વલ્લભનું સ્વપ્ન જૈન યુનિવર્સિટી' એમનું સાકાર થાય તેવી શુભકામનાઓ સમગ્ર દેશના શ્રી સંધો એમને પાઠવી રહ્યા છે. જૈન યુનિવર્સિટીનો પાયાના પત્થર મૂકવામાં આવ્યો ત્યારે આચાર્યશ્રીએ દ્રવ્ય અને મિઠાઈનો ત્યાગ કર્યો છે. આચાર્યશ્રીનો ખુડાલા ચાતુર્માસ પ્રવેશ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy