SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ વિશ્વ અજાયબી : ઉપાશ્રય-વ્યાખ્યાનખંડ : ભાવનગર, પાલેજ, આદીશ્વરજી-પાયધુની, મોરચૂપણા, શિહોર, સાબરમતી પાલિતાણા-કેશરિયાજી નગર, બોટાદ, દોલતનગર (મુંબઈ). પૂજ્યપાદશ્રીના વરદ હસ્તે અનેક પુણ્યાત્માઓની દીક્ષા, વડી દીક્ષા તથા સ્વ–પર સમુદાયના પૂજયોને ગણિ પદ, પંન્યાસ પદ, ઉપાધ્યાય પદ, આચાર્ય પદ-પ્રદાન. શ્રીસંઘોને દેવદ્રવ્યમાંથી મુક્તિ, આયંબિલ ખાતાઓનું નવનિર્માણ. પુનરુદ્ધાર, નિભાવફંડ આદિ શાસનપ્રભાવના. ભગવંતો પૈકીના તૃતીયપદે–આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અને કરાવેલ પ્રતિજ્ઞાના કારણે વડવા- ભાવનગરમાં “એકીસાથે સળંગ પંચ-પ્રસ્થાન'ની ભવ્ય અને મંગલમય આરાધના થઈ. પૂજયશ્રી જેવા ધીરગંભીર, તેજસ્વી, પ્રભાવી, દીર્ઘ દૃષ્ટા, નીડર, સ્પષ્ટવક્તા, પરોપકારી, શાસનપ્રભાવક આચાર્યશ્રીની નિશ્રામાં, તેમના વરદ હસ્તે સુવર્ણાક્ષરે અંકિત થાય તેવાં સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે. જેની યત્કિંચિત રૂપરેખા નીચે મુજબ છે : અંજનશલાકા-પ્રતિષ્ઠા : (૧) શ્રી આદીશ્વરજીપાયધુની–મુંબઈ, જે વિક્રમરૂપ શાસનપ્રભાવના થયેલ અને દીક્ષા કલ્યાણક વરઘોડો, બૃહદ્ મુંબઈની નવકારશી, પ્રતિષ્ઠા સમયની હાજરી ઇત્યાદિ પ્રશંસનીય થયેલ. (૨) દોલતનગરબોરીવલી–મુંબઈ જિનાલયના ઉપર વર્તમાન ચોવીશી તથા શાશ્વતાજિન. (૩) શાસ્ત્રીનગર-ભાવનગર. (૪) ઓઢવઅમદાવાદ, (૫) શ્રી સોસાયટી-વડોદરા, (૬) વિદ્યાનગરભાવનગર. (૭) શિહોર–શ્રી મારુદેવા પ્રાસાદ ગગનોતુંગ ચૌમુખ ભવ્ય અને વિશાળ જિનાલય. (૮) તળાજા-શ્રી સુમતિનાથ જિનાલયની ૧૯ દેરીઓ. પ્રતિષ્ઠા : કળાપરા (રાજસ્થાન), સ્વરૂપગંજ (રાજસ્થાન), ભાનપરા (મેવાડ), કોલાબા (મુંબઈ), શિહોર, ભાવનગર, સાબરમતી (ચૌમુખજી), વરતેજ, અગિયાળી, વરલ, વલ્લભીપુર (ચૌમુખજી) શ્રીનગર (ગોરેગામ-મુંબઈ), દોલતનગર (બોરીવલી), જૈન મરચન્ટ (વડોદરા) આદિ. ઉદ્યાપન : દોલતનગર, સાબરમતી, શિહોર, ભાવનગર, મહુવા, અમદાવાદ. ઉપધાન તપ : સાબરમતી, વાંકલી, ઘાટકોપર, પાલેજ, પાલિતાણા (ત્રણવાર), દોલતનગર (ચાર વાર), શિહોર, છ'રીપાલિત સંઘ : થાણા તીર્થ, અગાશી તીર્થ, શેરીસા તીર્થ, ઘોઘા તીર્થ, પાલિતાણા તીર્થ, (લીંબડી તથા પાંજરાપોળ- અમદાવાદથી), ઝઘડિયા તીર્થ, રાણકપુર આદિ પંચતીર્થ, કાપરડાજી તીર્થ આદિ. શાશ્વતી નવપદ ઓળીની આરાધનાઓ : પૂજ્યશ્રીની નિશ્રામાં છેલ્લાં દશેક વર્ષથી ચૈત્રી ઓળીની સામુદાયિક આરાધના જુદાં જુદાં શહેરો અને તીર્થસ્થાનોમાં થઈ છે. તેમાં વિ. સં. ૨૦૪૮માં પણ ભાવનગર શહેરમાં ઓળીની સામુદાયિક આરાધના અદ્ભુત શાસનપ્રભાવનાપૂર્વક સુસમ્પન્ન થયેલ. પ. પૂ.આ.શ્રી ઇન્દ્રસેનસૂરિજી મ.સા., પ.પૂ.આ.શ્રી સિંહસેનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી શાંતિનગર જૈન સંઘ-ઉસ્માનપુરા, - અમદાવાદના સૌજન્યથી પરમ શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ. . તપોનિધિ આચાર્ય શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્નો પણ પોતપોતાની આગવી વિશિષ્ટતાઓથી શાસનને પોતાનું વિશિષ્ટ પ્રદાન કરનારા રહ્યા છે. આ સહુમાં આગળ તરી આવતું નામ એટલે બાંધવબેલડી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ અને ૫. આ. શ્રી વિજયસુબોધ-સૂરીશ્વજી મહારાજ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ પૂજ્યશ્રીના સંસારીપણે નાનાભાઈ છે, તેઓશ્રી સમુદાયના ગચ્છાધિપતિ છે, પરંતુ રાજ્યનો સર્વ કાર્યભાર પ્રધાન ચલાવે તેમ, સમુદાયનું સઘળું કામકાજ પૂ. આ. શ્રી વિજયસુબોધ-સૂરીશ્વરજી મહારાજ જ ચલાવતા. બંને બાંધવો રામ-લક્ષ્મણની જોડી ગણાય. એકબીજાના પરિપૂરક બનીને ગમે તેવાં વિશાળ અને વિરાટ કાર્યો પણ સરળતાથી પાર પડે. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૨ના વૈશાખ સુદ ૭ના દિવસે થયો હતો. તેમનું જન્મનામ શેષમલ હતું. માતાપિતા રાજસ્થાનમાંથી મહેસાણા આવીને રહ્યાં અને ત્યાં શેષમલને અભ્યાસ માટે શાળાએ બેસાડ્યા. તેમને ધર્મ પ્રત્યે પણ ખૂબ લગની હતી. તેમનામાં પરોપકારવૃત્તિ પણ ખૂબ હતી. ‘ગાંવમા મદુ ત મોવો’ અને ‘તેન ત્યજોન મુંગિયાઃ' જેવાં સૂક્તો પૂજ્યશ્રીના જીવનમાં પહેલેથી જ ચરિતાર્થ થયાં હતાં. પૂ. ગુરુદેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજની સૂયગડાંગ સૂત્રની અમૃતદેશના સાંભળીને સંસાર પ્રત્યે તીવ્ર અરુચિ જન્મી અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy