SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણધર્મ વિષયક વવજ્ઞાળ/ વવજ્ઞાનની વાચ્છતા Roopa Dose of Your Face on an anna MP propoocoop સંગ્રાહક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. નેમિપ્રેમ) DO 06 ©© OCT 00 0 0 0 0 S PCS ) (૧) કોડોના દાન સહેલા છે, પણ નીતિનો પૈસો અને નામનાની અકામના અઘરા છે. (૨) પર્વતિથિના પચ્ચખાણ સરળ છે, પણ સંપૂર્ણ આજીવનનું બ્રહ્મચર્ય દુષ્કર દુષ્કર છે. (૩) માસક્ષમણની ઘોર તપસ્યા શક્ય છે, પણ અભક્ષ્ય, રાત્રિભોજન કે ટી.વી. વગેરે દૂષણત્યાગ ભારે છે. (૪) સંસારમાં રહી ધર્મ કરવો ગમે છે, તેનો ભાવાર્થ એવો છે કે સંસાર ગમે છે. (૫) કડકડાટ સૂત્રો ગોખવા એ રમત છે, પણ ભાવ-ભાવાર્થ કે દપર્યાર્ચ સુધી પહોંચવું ગહન છે. (૬) કદાચ માનવભવ પણ સુલભ છે, છતાંય જિનાજ્ઞાવાસિત બુદ્ધિ અને પરિણતિ દુર્લભ તત્ત્વ છે. (૭) તે શ્રાવક ખરો છે જે સંયમનો અભિલાષી છે અથવા સંયમીને સેવાદાતા, સહાયક છે. (૮) ચારિત્રાચારના પાલન વિના, સંચમી સંબંધી અભિપ્રાયો કે સંયમ સંબંધી અપલાપો હાસ્યાસ્પદ છે. (૯) મહામંત્ર નવકારનો પ્રથમ શબ્દ નમો=નમસ્કારભાવથી મોહનીયકર્મ જીતવાનો મંત્ર. (૧૦) જિનશાસન સમુદાયવાદ કે સંકુચિતવાદથી નહિ બલ્ક ચાદ્વાદ કે અનેકાંતવાદથી જયવંતુ છે. (૧૧) અગિયાર પ્રતિમાપારી શ્રાવકથી બાર પ્રતિમાધારી શ્રમણ ઉચ્ચસ્થાને બિરાજે છે. (૧૨) જંગમ તીર્થની ઉપેક્ષા કરી સ્થાવર તીર્થની જાત્રાઓ હરવા-ફરવા જેવું બની શકે છે. (૧૩) અનર્થકારી અર્થના જોરે ધર્મીઓ કે સંયમીઓને મૂલવવા મહાઅનર્થ ઉત્પન્ન કરી શકે છે. (૧૪) સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારુપી ચતુર્વિધ શ્રીસંઘને સ્વયં તીર્થકરો નમસ્કાર કરે છે. (૧૫) સૂરિરાજથી લઈ મુનિરાજને સમભાવે વાંદનાર શ્રીકૃષ્ણ કે શ્રેણિકની જેમ તીર્થકર બને છે. (૧૬) શ્રમણોની આંખો શાસ્ત્ર હોવાથી સૂક્ષ્મ અને સંસારીઓ કરતાં દીર્ઘ હોય છે. (૧૦) મતમતાંતરોના અનેક કારણોમાં એક કારણ અતિરેક કે પ્રતિબદ્ધતા પણ હોય છે. (૧૮) જેટલા અંશે જિનાજ્ઞાઓ ગમી, તેટલા અંશે નમો અરિહંત આણંનો જાપ સાચો. (૧૯) આશ્રયસમાધિવાળા જીવો સંયમ પામી જાય, તોય ચારિત્રાચારની ઊંચાઈ ન સ્પર્શી શકે. (૨૦) વિનયથી . તત્ત્વપ્રેમ ઉપજે, અને તેથી વિવેક, તેથી તત્ત્વજ્ઞાતા સત્યગ્રાહી હોય છે સત્યાગ્રહી નહિ. (૨૧) શ્રમણધર્મની સાધનાઓ પુણ્ય કે સુખ માટે નથી, પણ નિર્જરા અને મોક્ષ માટે છે. (૨૨) જનમાંથી જેન બનવા ફક્ત જ્ઞાનધ્યાન તથા તપત્યાગની બે માત્રાઓ ઉમેરવી પડે છે. (૨૩) સંયમથી પત કે પતન તેમના છે જેની પાસે તપ-ત્યાગ અને તિતિક્ષાની ત્રિધારી તલવાર નથી. (૨૪) માન-સન્માન કે અનુકૂળતાઓ વચ્ચે સંયમ સરળ છે, અપમાન કે પ્રતિકૂળતા વચ્ચે કઠીન છે. (૨૫) વર્તમાનના શ્રમણો ચોથા આરાના ઉદાહરણો દર્શાવે, છતાંય ગૃહસ્થો છઠ્ઠા આરાની તૈયારી કરે છે. (૨૬) શ્રાવકોને દુકાન કે મકાનના તેમ શ્રમણોને મંદિરો-ઉપાશ્રયોના મમત્વ મારક બને છે. (૨૦) નમોરૂપી પ્રથમ શબ્દને આરાધી મોક્ષરૂપી શબ્દાતીત મંગલ સાધવું તે નવકાર-સાર છે. : સજન્યઃ શ્રી રાજકુમાર પન્નાલાલજી પોઝરણા તથા શ્રીમતી સુરેખાબહેન અંજતજી પોકરણા : અનુમોદક : ‘નેમિપ્રેમી આરાઘક મંડળ-મુંબઈ-પૂના a 24/2008 FOGO Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy