SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ અને એક સાધ્વી ભગવંત તો ૧૦૮ માસક્ષમણની આરાધના કરતાં ૪૫ માસક્ષમણ કરી ચૂક્યાં છે. (૮૧) પરમાત્મા ભક્તિના રાગી : દરેક ગામનગર અને તીર્થોમાં પહોંચી પ્રત્યેક પ્રતિમાજીની સમક્ષ ભાવથી સામુદાયિક ચૈત્યવંદન કરવાની પરંપરા કરનાર સાધ્વીસમુદાય વર્તમાનમાં પણ વિચરે છે. લગભગ ૪૫થી વધુ સંખ્યામાં એક જ પરિવારમાંથી દીક્ષિત સૌ પરમાત્મભક્તિ દ્વારા લખલૂટ પુણ્ય ઉપાર્જે છે. : (૮૨) ધ્યાનયોગ અને એકાંતપ્રેમી સમુદાયમાં પણ એકાંતપૂર્વક ધ્યાનયોગ અને ભક્તિ દ્વારા આત્મસાધના કરનારાં તથા મુખ્યતયા મૌનને પસંદ કરનારાં અનેક સાધ્વી ભગવંતો જોવા મળશે. તેમાંય ધ્યાનયોગથી પ્રબુદ્ધ બની ફક્ત તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક પ્રવચનો પ્રદાન કરનારાં પણ જૂજ સંયમીઓ છે. (૮૩) વૈયાવચ્ચના ખપી : ગમે ત્યારે ગમે તે પ્રકારની સેવા પ્રદાન કરતાં તેમાંય બાળ, ગ્લાન અને તપસ્વી તથા વૃદ્ધોને સવિશેષ સાચવતાં સાધ્વી ભગવંતોથી અનેક સમુદાયોમાં શિષ્યા-પ્રશિષ્યા વૃદ્ધિ પામી રહી છે. અપ્રતિપાતી ગુણ સાધુ સમુદાય કરતાંય સાધ્વીસમુદાયમાં સવિશેષ વિકાસ પામેલો જોવા મળે છે. (૮૪) જ્ઞાનગર્ભિત વૈરાગી : દીક્ષા લેવા માટે ૩-૩ વાર ઘર છોડી નીકળી ગયેલ અને સાધ્વી વેશ છોડાવી ઘરે પાછાં લાવનાર નાસ્તિક લોકોની ઉપરવટ જઈ ચોથી વાર ફરી મક્કમપણે ગૃહત્યાગી દીક્ષિત થનાર અને તપ–જપની વિશિષ્ટ આરાધનાઓ જીવનમાં કરી જનાર સાધ્વીજી હાલ પણ અણગારી આલમમાં શોભાયમાન છે. (૮૫) સાંસારિક ઉચ્ચાભ્યાસ પછી દીક્ષિત : C.A., M.Com. કે B.Com. જેટલો અભ્યાસ ઉપરાંત ડોક્ટર બન્યા પછી પણ ચારિત્રમાર્ગે વળનાર શિક્ષિત અને પીઢજ્ઞાની વર્ગ ખૂબ ઓછો છતાંય તેવાં સાધુ-સાધ્વી ભગવંતો આજેય પણ વિચરી રહ્યાં છે, જેઓએ સંયમ જીવનમાં પણ દસ-પંદર લાખ શ્લોક પ્રમાણ સંસ્કૃત અભ્યાસ કર્યો છે. (૮૬) આજીવન છ વિગઈ ત્યાગી : સંયમ જીવનના પ્રારંભથી આજીવન માટે છએ છ વિગઈનો મૂળથી ત્યાગ, ઉપરાંત ફળ–મેવા-મીઠાઈનો ત્યાગ રાખી સંયમજીવનને વહનાર તે સાધ્વી ઉગ્ર તપસ્વિની છે. લગભગ Jain Education International ૧૮૯ ૫૨ જેટલાં વરસીતપ કરી નાખ્યાં છે તથા વિવિધ અભિગ્રહપૂર્વક પારણાં કરનારાં અન્ય સંપ્રદાયમાં એક સાધ્વીજી છે. (૮૭) શિષ્યા બનાવવા નિઃસ્પૃહી : જેમના જીવનનાં વૈરાગ્ય અને પ્રજ્ઞાથી આકર્ષિત થઈ તેમની પાસે દીક્ષા લેવા આવતા અનેકને પોતાનાં ગુરુણી અથવા ગુરુબહેન પાસે દીક્ષિત થવાની ભલામણ કરતાં, અધ્યાત્મલક્ષી એક સાધ્વીજી આજેય જોવા મળે છે. તેમણે સ્વેચ્છાએ દીર્ધ પર્યાય છતાંય એકે શિષ્યા બનાવી નથી. (૮૮) સ્વયંનો લોચ સ્વયં કરી લેતાં : પરમાત્માની જેમ પોતાના હાથે જ પોતાના મસ્તકનો લોચ કરનારાં, ચાલુ માસક્ષમણના તપમાં પણ અધવચ્ચે લોચ કરાવનારાં ઉપરાંત લોચ માટે અન્યની સેવા કદીય ન વાંછનારાં સાધ્વીજીઓ ઓછાં પણ વર્તમાનમાં જરૂરથી જોવા મળે છે, જેઓ અન્યને પણ લોચ કરી આપે છે. (૮૯) ડોળીના વિહારમાં સહાયિકા : જંઘાબળ ક્ષીણ થયા પછી સ્થિરવાસના સ્થાને ડોળીમાં પણ વિહાર કરી સંયમશુદ્ધિ જાળવનારાં એક વયોવૃદ્ધ સાધ્વીજીની ડોળી તેમની શિષ્યા જ સ્વેચ્છાએ ઉપાડે તેવાં પુણ્યશાળી સાધ્વી માતૃહૃદયા ઓળખાતાં હતાં. હાલમાં જ કાળધર્મ પામ્યાં છે. વૈયાવચ્ચ ગુણની પરાકાષ્ઠા આજેય પણ છે. (૯૦) દીર્ઘ દીક્ષાપર્યાય : સાધ્વી સમુદાયમાં એક બાલદીક્ષિત સાધ્વી ભગવંતની દીક્ષાપર્યાય વર્તમાન કાળમાં ૯૦ વરસનો થવા આવ્યો જે સત્ય હકીકત સાંભળી એવું લાગે કે ફક્ત સંયમ લેવા માટે જ આ ભવ મળ્યો હોય તેવી તેમની પૂર્વભવની ચારિત્રિક સાધના કહી શકાય. ધન્ય છે તેવી પવિત્રતામૂર્તિને. (૯૧) પ્રમાદવિજેતા : રાત્રિના સમયે ફક્ત ત્રણ ચાર કલાકની જ નિદ્રા લઈ આહાર અને નિદ્રા ઉપર સવિશેષ કાબૂ મેળવી લેનાર એક આચાર્ય ભગવંત હાલમાં જ થઈ ગયા અને બે–ત્રણ મહાત્માઓ તથા પાંચથી વધુ સાધ્વી ભગવંતો નિકટના પરિચયમાં આવેલ છે, જેઓ સવિશેષ સંયમલક્ષી જણાય છે. (૯૨) વિશેષ અભિગમધારી : કાયિક શક્તિ ઓછી છતાંય શક્ય અન્યની સેવા કરતાં પણ સ્વયં કોઈનીય ગોચરી–પાણીથી લઈ પડિલેહણ સુધીની કોઈ પણ સેવા ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy