SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તથા બાળદીક્ષિત તેથી આબાલબ્રહ્મચારી છતાંય શ્રુતગામી ગીતાર્થ પુરુષ છે. સ્વાધ્યાયના પાંચેય પ્રકારો તેમના જીવનમાં વણાયેલ જોવા મળે છે. જ્ઞાની-સંયમીઓ અને તપસ્વીત્યાગીઓ પ્રતિ વિશેષ કૃપાળુ છે, તેઓ મુખ્યતયા મૌનસાધના દ્વારા જ ગચ્છનો ભાર વહન કરે છે. (૪) પદવીના વ્યામોહથી મુક્ત : પૂર્વભવોની સાધનાથી ઉચ્ચ ખાનદાનમાં જન્મી, વિલાસી મહાનગરીથી દીક્ષિત બની પુણ્યપ્રભાવે અનેકવિધ શાસનપ્રભાવના સ્વયં કરતા અને શિષ્ય પરિવાર દ્વારા કરાવતા તેઓ આચાર્યની પદવી લેવા ધરાર ઇન્કાર કરે છે. પદવીદાતા ગુરુદેવોની ઉદારતા છતાંય પદ માટેની પોતાની અયોગ્યતા જણાવતાં તેમની આંખોમાં અનેક વાર આંસુ છલકાય છે. (૪) જ્ઞાનોપાસક અને સત્યગવેષક : સારામાં સારી લેખકીય શક્તિ બચપણથી ધરાવતા આ મહાત્મા વર્તમાનમાં પણ પુસ્તકપ્રકાશનકાર્ય સ્વેચ્છાથી હાથમાં લેતા નથી. કંકોત્રીઓ કે પત્રિકાઓ દ્વારા આત્મપ્રશસ્તિ કરાવવામાં માનતા નથી. શક્ય તેટલો જ્ઞાનપ્રચાર પ્રવચનના કે પરિચિતોની જિજ્ઞાસા સંતોષ પ્રવૃત્તિ દ્વારા કરી સાવ સાચી જ્ઞાનોપાસના કરી રહ્યા છે. | (૬) વિશેષણોને વ્યથા માનનારા : આચાર્ય પદ સુધી પહોંચ્યા પછી પણ ફક્ત પોતાના નામ સિવાય બીજ–ત્રીજાં કોઈ પણ વિશેષણોને ન ઇચ્છતા, તથા શિષ્યપ્રશિષ્યો પાસે પણ તે બાબત પ્રચાર ન કરાવતા બધે જાહેર વાચનામાં પણ તેવાં વિશેષણોનો પોતાના માટે પ્રતિકાર કરતાં તે મહાપુરુષ જાણે અનામી સાધના કરતાં નામી મહાપુરુષ બની દેવલોક સિધાવ્યા છે. () તિતિક્ષાના સ્વામી જાણે પૂર્વભવની અધૂરી સાધના આગળ વધારવા જન્મ થયો હોય તેમ નિકટનાં વરસોમાં જ ત્રણ હજારથી વધુ ઉપવાસનું તપ કરનાર, ભાવિ ચોવીશીના ક્ષેત્ર ગિરનાર મુકામે પરમાત્માભક્તિના આકર્ષણ સ્વરૂપ સમવસરણ દહેરાસર ખડું કરાવનાર તેઓશ્રી જીવંતાવસ્થામાં સાદગીના ધામ હતા. નિઃસૃહિતા-ક્રિયારુચિ વગેરે આંખે વળગે તેવા ગુણવાન હતા. () જાહેરાત વિનાનાં પારણાં : વર્ધમાન તપની પુરી સો ઓળી સુધી પહોંચી જનાર આ મહાત્માએ હાલમાં જ જ્યારે . ઉકા તપનું પારણું કર્યું ત્યારે ન કોઈ કંકોત્રીઓ છપાવી, ન જાહેરાતો કરી કે ન પોતાના ગુરુદેવને વિશ્વ અજાયબી : પણ સોમી ઓળીની પૂર્ણાહુતિની જાણ કરી, બલકે પોતાનાં સુકૃતોને પૂર્વકાળના મહાત્માની જેમ સાવ સુગુપ્ત રાખી તપ અને પુણ્ય વધાર્યું છે. ૯) મહામંત્ર નવકારના પ્રભાવક : જીવનમાં નવકારના ચમત્કારના અનુભવકર્તા જૂજ સાધુઓ પૈકી જેમનું નામ ખ્યાતનામ છે, અને કોને નવકાર જાપમાં ગુરુકૃપાએ જોડ્યાં છે, સ્વયં પણ સ્વયંની સાધના પૂરતો જ ઉપદેશનો અભિગમ રાખે છે તેવા અણગારી તેમની અનેક ખૂબીઓને જેઓ અંતર્મુખતામાં વાળી રહ્યા છે તેવા સાધકો વર્તમાનમાં પણ છે. (૧૦) ઉગ્રવિહારી આગમવિશારદ ; વર્તમાનકાળની આધુનિકતાનો ઉપયોગ શાસ્ત્રપાઠ-સંશોધન માટે કરનાર, વિદેશી અનેક ભાષાઓના જાણકાર, અજૈન લેખકોને પણ જૈનધર્મથી પ્રભાવિત કરનાર તે મહાત્મા બહુશ્રુત જેવા છતાંય વિનમ્ર અને પદ-પદવીની સ્પૃહાથી મુક્ત ફક્ત મુનિરાજ પદે છે, છતાંય નેવું જેટલી ઉચ્ચ ઉંમરે પણ ડોળીવડીલચેર વગર પાદાચારી છે. (૧૧) વિશિષ્ટ ક્રિયારુચિ સાધકાભા : જીવનમાં નવકારના ૬૮ ઉપવાસને તથા વિવિધ પ્રકારનાં તપો તપનાર, ભિક્ષાચર્યામાં નિર્દોષ ગોચરીની અપેક્ષાવાળા, જૈફ વયે પણ અપ્રમત્ત સાધના કરનારા તેઓ ખાખી–વૈરાગી છે. ઉપધાન-યોગક્રિયાઓ કે દીક્ષા-દાનાદિની ક્રિયાઓ માટે જેઓનો બુલંદ અવાજ વખણાય છે તથા વિશુદ્ધ સંયમાચારી છે. (૧૨) પ્રવચન પ્રભાવક : અનેકવિધ શક્તિઓના માલિક છતાંય વર્ધમાન તપની ૧૦૮ ઓળી પૂર્ણ કરનાર, સમુદાયના સફળ સુકાની તે આચાર્ય ભગવંત નિકટમાં કાળધર્મ પામ્યા પણ ક્યારેય પ્રવચનો માટે માઇક કે લાઇટનો ઉપયોગ ન કર્યો, બધે જીવનાંત સુધી સાહિત્યસર્જનમાં પણ ચાંદનીના નિર્દોષ પ્રકાશનો ઉપયોગ કર્યો હતો. (૧૩) અવગ્રહધારી શાસનપ્રભાવના : મુંબઈથી પૂના સુધીના વિસ્તારમાં નાનાં-મોટાં ગામડાં–નગર વગેરેની અપેક્ષા-ઉપેક્ષાથી પર રહી વિવિધ સ્થાને જિનાલયો અને ઉપાશ્રયો માટે પ્રેરણા કરી અનેકોને મંદિરમાર્ગી સામાચારી દ્વારા જાગૃત કરનાર તે મહાત્મા એક છતાંય અનેક જેવાં કાર્યો કુશળતાથી પાર પાડે છે. અનેક જિનાલયોની પ્રતિષ્ઠા જેમના હસ્તે થવા પામી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy