SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ વિશ્વ અજાયબી : શામળાની પોળ, ૨૦૩૫ દિવાળી શિબિર, પુસ્તક પ્રકાશનધાર્મિક શિક્ષણ શિબિર તથા તીર્થયાત્રામાં વિશેષ રસ. ૩૬ વર્ષથી સળંગ બેઆસણાં ચાલુ છે. દીક્ષા મુંબઈ-ગણિ પદ-બોરસદ, ૨૦૩૪ પન્યાસ પદવલસાડ ૨૦૩૯ થયેલ છે. પ્રતિષ્ઠા-બુરહાનપુરવિમલનાથપ્રભુની તથા શાંતિનાથ વાડી તથા પાઠશાળા અને બહેનોના ઉપાશ્રયનું ઉદ્ઘાટન આ બધા કાર્યક્રમ તેઓશ્રીની નિશ્રામાં બુરહાનપુર મધ્યપ્રદેશમાં થયેલ છે. સૌજન્ય : શ્રી જૈન નેમિનાથ છે. મૂ. તપગચ્છ જૈન સંઘ, ડોબીવલી (ઈસ્ટ) મુંબઈના સૌજન્યથી . પ્રસિદ્ધ પ્રવચનકાર, સંસિદ્ધ સાહિત્યકાર, પંચ મહારાજ' તરીકે પ્રસિદ્ધ સંગઠનપ્રેમી પૂ. આ.શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મ. “વીર-સેનાના સૈનિક' શ્રી વીરસેનસૂરીશ્વરજી મહારાજ પણ છાણી ગામની ચિંતામણિ ખાણમાંના જ એક રત્ન છે. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૯૯ના ભાદરવા સુદ પાંચમે થયો હતો. નગર અને કુટુંબના ધર્મમય વાતાવરણમાં ઊછરેલા પૂજ્યશ્રીને શૈશવકાળમાં જ વૈરાગ્યનો રંગ લાગ્યો હતો. સં. ૨૦૧૪ના વૈશાખ વદ ૬ ને મંગળ દિને છાણીમાં જ પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજના પટ્ટદીપક તરીકે પ્રવ્રયા અંગીકાર કરી મુનિશ્રી વીરસેનવિજયજી બન્યા. પૂજ્યશ્રીનાં બે બહેનો અને લઘુબંધુ પણ સંયમમાર્ગના સહપંથી બન્યાં છે. સંયમ સ્વીકારીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં અનેકવિધ આરાધના કરી છે. ૧૧ અઠ્ઠાઈ, ૧૬ ઉપવાસ, વર્ષીતપ આદિ આરાધના કરી છે. ગુરુભક્તિ અને સંયમસાધના સાથે સંગઠનપ્રેમ એ તેઓશ્રીની વિશેષતા છે. સંઘમાંનાં કુસંપ અને વૈમનસ્યોને કુશળતાથી દૂર કરવામાં પૂજ્યશ્રીની આવડત અજોડ છે. દક્ષિણ ભારતના રમણિયા, વેદાના, અરસીકેરે, કર્નલ આદિ સંઘોમાંના વૈમનસ્યો મિટાવી જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યો છે. તેથી તો ઘણા તેઓશ્રીને “પંચ મહારાજ' તરીકે ઓળખે છે. પૂ. ગુરુદેવશ્રીનો સંસ્કૃતના સુપ્રસિદ્ધ વિદ્વાન હોવાનો વારસો પૂજ્યશ્રીએ પણ જાળવી રાખ્યો છે. “છાણીશતક', ભદ્રંકર ભક્તામર', “સંઘશતક' આદિ સંસ્કૃત રચનાઓ કરી છે. ૨૦૦ જેટલાં હિન્દી મુક્તકો રચી “ગાઓ ઔર પાઓ’ નામનો સુંદર સંગ્રહ પ્રકાશિત કર્યો છે. ગુજરાતી હોવાને લીધે ગુજરાતી ગીતો અને મુક્તકોની રચનાઓ કરી છે, એ નવાઈ પમાડે તેવી વાત નથી, પરંતુ તેઓશ્રીનું મરાઠી અને તેલુગુ ભાષામાં સાહિત્યસર્જન આશ્ચર્ય જન્માવે તેવું છે. પૂજ્યશ્રીએ પ્રભુ મહાવીરડું' નામની તેલુગુ ભાષામાં પુસ્તિકા રચી છે. પઢો ઔર બઢો', વૈરાગ્યરસમંજરી’, ‘દિલનું દીપ’, ‘પ્રેરણા', ‘પ્રવચનમાધુરી' આદિ મરાઠી રચનાઓ પણ જે તે પ્રદેશોમાં અત્યંત આદર પામી છે. છેલ્લાં નવ વર્ષથી “લબ્ધિકૃપા' માસિકનું સંપાદન કરી રહ્યા છે. આમ, પૂજ્યશ્રી એક સમર્થ સાહિત્યકાર તરીકે જનજીવનના સંસ્કારને સમાર્જિત-સંવર્ધિત કરીને જિનપ્રભુનો જયજયકાર પ્રવર્તાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બહરાઈય જિલ્લામાં આવેલા શ્રાવસ્તિતીર્થના ઉદ્ધાર માટે પૂ. ગુરુદેવશ્રી સાથે રહીને માર્ગદર્શન-પ્રેરણા આપી મહાન યોગદાન આપેલ છે અને એ જ તીર્થસ્થળે સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ને શુભ દિને પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ તેઓશ્રીને આચાર્યપદે આરૂઢ કર્યા. અનેક શાસનપ્રભાવના કરતા શ્રી કારતીર્થ (વડોદરા)નું નિર્માણ સ્વપ્નના સાકાર કરવાની તમન્ના અપૂર્વ હતી. સંયમ આરાધના કરતા વિ.સં. ૨૦૪૯ આસો વદ-૧૦ના પાવન દિને શ્રી લબ્ધિસૂરીશ્વરજી જ્ઞાનમંદિરદાદર-મુંબઈ મુકામે કાલધર્મ સસમાધિ. એવા એ સંગઠનપ્રેમી, પ્રસિદ્ધ પ્રવચનકાર, મહાન સાહિત્યસર્જક આચાર્ય શ્રી વિજયવીરસેનસૂરીશ્વરજી મહારાજને શતશઃ વંદના! સૌજન્ય : પૂ. ગણિવર્યશ્રી વિક્રમસેનવિજયજી મ.ની પ્રેરણાથી શ્રાવકભક્તોનાના સૌજન્યથી ધીર-ગંભીર અને મેઘાવી ચિંતક, પ્રભાવી પ્રવચનકાર, પ. પૂજ્ય આચાર્યશ્રી વિજયપ્રધુમ્નસૂરિજી મહારાજ જૈનધર્મનાં સાતેય ક્ષેત્રોનાં પાતળાં પડેલાં વહેણોને પુનઃ ખળખળ વહેતા ઝરણારૂપે પરિવર્તિત કરનાર, વીસમી સદીના શાસન-પ્રભાવક આચાર્ય ભગવંતોમાં મૂર્ધન્ય સમા અને જૈન સંઘમાં ‘શાસનસમ્રાટ’ ગણાયેલા મહાન આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં આચાર્યશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના સંસારી લઘુબંધુ અને શિષ્ય આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ પોતાના વિદ્વત્તા, શાસ્ત્રાધ્યયન અને પ્રભાવક પ્રવચનશક્તિના યોગે શુક્રતારકની જેમ ચમકી રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy