SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સેવના કરવાનો ભેખ લીધો. આજપર્યંત નવાં ૬ આગમમંદિર માટે ૪૫ મૂળ આગમોની બે નકલ પોતાની નિશ્રામાં તૈયાર કરાવી. ‘આગમરત્નમંજૂષા' નું પુનર્મુદ્રણ કરાવી, એકાગ્રતાપૂર્વક શ્રુતભક્તિ કરતાં કરતાં ‘જિનાગમસેવી’ નું હુલામણું નામ પ્રાપ્ત કર્યું! સં. ૨૦૪૩માં પૂ. ગુરુદેવશ્રીની ઇચ્છા આચાર્ય પદ અર્પણ કરવાની થઈ. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં, પૂ. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી, અમદાવાદ-નારણપુરામાં વૈશાખ સુદ ૬-ને દિવસે પ્રથમ ઉપાધ્યાય પદે સ્થાપ્યા. ત્યાર પછી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિનો પૂજ્યશ્રીને બહુ અલ્પ સમય લાભ મળ્યો. સં. ૨૦૪૩ના અષાઢ સુદ ૬-ના દિવસે અમદાવાદ– આંબાવાડી મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વર્ગવાસ થતાં અસહ્ય આઘાત થયો. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના દિવસે ગુરુમંદિરની પ્રતિષ્ઠાવિધિ બાદ, પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળા, પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ તત્કાલીન પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ ચિદાનંદસાગરસૂરીશ્વરજી મહારાજા આદિની શુભ નિશ્રામાં અને શ્રમણશ્રમણીવૃંદની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પરમ આનંદ શ્વે. મૂ. જૈન સંઘ-પાલડી (અમદાવાદ)ના આંગણે મહામહોત્સવપૂર્વક પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામા આવ્યા. આજે આયુષ્યના નવમા દશકને પૂર્ણ કરતા પૂજ્યશ્રી અવિરામ પુરુષાર્થથી આગમકાર્યોમાં જ પ્રવૃત્ત રહે છે. કોઈ એમના આ શ્રમ વિશે પૂછે તો હસતા મુખે ઉત્તર આપતા હોય છે કે, “આગમની સેવા તો મારે મન એક કલ્પવૃક્ષ છે. સતત એમાં વ્યસ્ત રહેવાને કારણે આંતર-મન અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે!” પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રભુશાસનમાં બીજી આગમવાચનાની ઐતિહાસિક નગરી ઉજ્જૈયણીનગરીમાં જ્યાં શ્રીપાલ મહારાજા, શ્રી મયણાસુંદરીએ શાશ્વતા નવપદજીની આરાધના કરી હતી તે પ્રાચીન સ્થળનો જીર્ણોદ્ધાર કરાવનાર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા દ્વારા સંસ્થાપિત શ્રી સિદ્ધચક્રારાધનતીર્થે તામ્રપત્ર સટીક આગમમંદિરની રચના થઈ. પોતાના જન્મસ્થાન જેતપુર (મહેસાણા) મુકામે ૩ચાતુર્માસ કરી ગ્રામવાસીઓને સેંકડોની સંખ્યામાં જૈન બનાવ્યા. તેઓની સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવંતનું ભવ્ય શિખરબદ્ધ જિનાલય બનાવરાવ્યું અને Jain Education International વિશ્વ અજાયબી : અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાનો શાનદાર પ્રસંગ ઉજવાયો. પરમાત્મા મહાવીરદેવના સમયે વિદ્યુઝ્માલી દેવ દ્વારા ગૃહસ્થજીવનમાં કાર્યોત્સર્ગમુદ્રામાં ધ્યાનારૂઢ રહેલા પ્રભુની પ્રતિમાજી બનાવી હતી જેની ઉદય રાજર્ષિ દ્વારા નિત્ય પૂજા થતી હતી. કાળક્રમે તે પ્રતિમાજી ઉપલબ્ધ ન રહી તેના જેવા જ મહાવીરની સપ્રમાણ કાયાયુક્ત પંચધાતુમય બે પ્રતિમાજી નિર્માણ કરાવ્યા. પ્રથમ પ્રતિમાજી પાલિતાણા જંબૂદ્રીપ મધ્યે મૂળ જિનાલયની ભમતીની પાછળ નૂતન શિખરબદ્ધ જિનાલયમાં સ્થાપન કરાવ્યા. તેમજ બીજી પ્રતિમાજી પૂનાકાત્રજ શ્રી વર્ધમાન જૈન આગમતીર્થે સ્થાપિત કર્યા. ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ નિર્માણ પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થપૂનાના સુવર્ણ આગમમંદિરને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના વિકાસ પાછળ કંઈક સોનેરી સ્વપ્નાં અવગાહી રહ્યા છે ! તેઓશ્રીની આ મનોભાવના જિનશાસનમાં ઉત્તરોત્તર આગળ વધી સાકાર બની રહેશે એમાં શંકાને સ્થાન નથી. ધન્ય છે એ સૂરિવરને! ધન્ય છે પૂજ્યશ્રીની આગમસેવાને! સૌજન્ય : પૂ.આ.શ્રી નંદીવર્ધનસાગરસૂરિ મ.સા. તથા પૂ. આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સાગર પરિવાર તરફથી ગુર્વાશાના અજોડ ધારક, બારડોલીના પનોતાપુત્ર, ખમતીધર સાહિત્યસર્જક પૂ. આચાર્ય ભગવંત શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા. ગુજરાતના સપૂત સરદાર પટેલને યાદ કરો એટલે બારડોલી યાદ આવે. બારડોલી નજર સમક્ષ ખડું થઈ જાય. બારડોલીનો આખોય નકશો આંખ સમક્ષ રમી રહે. બારડોલીની સડકો અને પહોળા પહોળા માર્ગો આંખ આગળ ઊંચકાય. બારડોલીનાં કતારબંધ મકાનો, વાણિયાવાસની મેડીઓ અને પાટીદારોનાં ટ્રેક્ટરો નજર સમક્ષ રચાઈ જાય. સરદાર પટેલવાળા પેલા બારડોલીના સત્યાગ્રહની પૃષ્ઠભૂમિ તે જ આ નગરી. પણ સમયના વહેણ સાથે સંદર્ભો પણ બદલાતા હોય છે. સરદારવાળું બારડોલી ક્યારે કોઈ દિવ્યાત્માના નામ સાથે પણ સંકળાઈ જાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy