SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ કણેની માહિતીથી તો વાકેફ હતા. તે માટે તન-મન અને સમયનો પૂરો ભોગ આપ્યો. આ તેઓના જીવનની સૌબાગ્યદાયક સુવર્ણ પળ હતી. મહારાજ'ના હી સહુ કોઈના લાડકવાયા પૂ આ. કંચનસાગરસૂરીશ્વરજી મ.સા. પૂ. “કાકા હુલામણા નામથી ઓળખાતા હતા. સહુ એ નામથી જ સંબોધતા હતા. એક અદ્ભુત કાર્ય તો તેઓએ તે કર્યું જે ખૂબ કઠીન ને ગહન હતું. દુઃસાહ્ય હતું. એ કામ હતું શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર બિરાજમાન દરેક પ્રતિમાજી ઉપરના શિલાલેખને વાંચી લખવાનું. રોજ સવારે આઠ વાગે એ પાવન ધરાની શ્રેણીને સ્પર્શી પરમાત્માના દર્શન કરી પાવન બની શીલાલેખને વાંચવાના લખવાના ને સિદ્ધગિરિ ભેટ્યાના આનંદને વાગોળતા પાંચવાગે ઉતરવાનું કહેશો હવે કે આ કાર્ય કેવું ?? આ પંક્તિ લખતાં આશ્ચર્ય થાય છે કે તેઓશ્રીએ માસક્ષમણ કર્યું હશે? માસક્ષમણ તો ઘણાં કરે. મૌનપણે પણ ઘણાં કરે છે પણ આ પૂજ્યશ્રીએ તો કાંઈ ઓર જ ધૂણી ધખાવી હતી. તન-મન-વચન બધું જ સમર્પણ પ્રભુના ચરણે જ્ઞાનનાં શરણે. આગમગ્રંથના વાંચન સાથે એક આદર્શનું દર્શન કરાવ્યું હતું. દિવાળી પર્વના દિવસોમાં ૨૧-૨૧ દિવસના મૌન સાથે કાગળની પાવાપુરીનો તાદૃશ્ય ચીતાર સાથે ભવ્ય પ્રદર્શન ગોઠવતા તે પણ પરમ ઉપકારી પરમાત્માના અંતરથી નામ સ્મરણ સાથે....જે ભવ્યાત્મા જીવોનું આકર્ષણ બની જતું હતું. તેઓની આગવી કલાનું એ પ્રતિક હતું. વિશેષમાં પૂ. સાગરજી મ.ના રચેલ ગ્રંથોનું પરિલેખન કરી હસ્તલેખનનું કાર્ય કર્યું. તેમાં પણ તેઓએ અલ્પપરિચીત સૈદ્ધાન્તિક શબ્દકોષને પાંચ ભાગમાં પ્રસિદ્ધ કરી સંઘના ચરણે આગમ વાંચન કરનાર જિજ્ઞાસુવર્ગને સરલ બને એ હતુને લક્ષ્યમાં રાખી આ દૃષ્ટાંતો તેઓના જીવનની સાધના-જ્ઞાન, જિજ્ઞાસા ને સેવાના આદર્શો છે. પરોપકારિતા, સરલતા, ભક્તિ, સદાચારી હતાં એટલા જ સત્યનાં આગ્રહી ને સ્પષ્ટ વક્તા હતા. વિહાર માએટ જ્યારે અસામર્થ્ય અનુભવ્યું ત્યારે અમદાવાદ મુકામે સાબરમતીની વરસોડાની ચાલમાં આવેલાં શ્રી આનંદ-ચંદ્રોદય જિનેન્દ્ર જ્ઞાનમંદિરનું કાર્ય સેવાભાવથી સ્વીકારી ખરી પડતી એક ભવ્ય ઇમારતને જીવંત બનાવી શ્રી શત્રુંજય ગિરિરાજ ખડો કર્યો. જેનો પ્રભાવ પ્રસિદ્ધ થતાં ભાવુકો નવ્વાણું યાત્રા કરે છે. કા.સુદી Jain Education International ૧૫૩ પૂર્ણિમાંએ ભાથુ આપવામાં આવે છે. આ તેઓની પરોપકારવૃત્તિનો પૂરક છે. ટ્રસ્ટીગણ પણ આદરપૂર્વક સંઘની ભક્તિ કરે છે. આજે પૂ. આ. શ્રી પ્રમોદસાગરસૂરીશ્વરજી મ.સા. તે સ્થાનને પૂજ્યશ્રીની ભાવનાને અનુરૂપ ખૂબ અલૌકિક બનાવી રહ્યા છે. ઉપધાન, ઓચ્છવ આદિ શાસન પ્રભાવના સાથે આ અદ્ભૂત કાર્યોથી સ્વપર કલ્યાણકારી કાર્યોથી જેની જીવનગાથા ઉજ્વલ છે તેવા પૂ. કંચનસાગરજી મ.સા. અનુક્રમે ગણિપદ, પંન્યાસપદ ને આચાર્યપદથી શોભતા અંત સમયને નજીક જામી કહે છે કે હવે હું ૧૦ મિનીટ છું. આરાધના કરાવે કહી સ્વયં બધુ વોસિરાવી નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતા કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીનું વિહારક્ષેત્ર, ગુજરાત, કાઠીયાવાડ, મહારાષ્ટ્ર, માળવા, મારવાડ અને દક્ષિણક્ષેત્ર હતું. અનેકનું પ્રેરણાબળ હતું તેઓના કુટુંબમાં લગભગ ૩૦ થી બત્રીસ સભ્યો દિક્ષીત બની કલ્યાણ સાધી રહ્યાં છે ને સાધી ગયાં છે. એ પુનિત સંયમશ્વરસૂરીજીનાં ચરણકમલમાં કોટી કોટી વંદન. ૫. પૂ. આગમોદ્ધારકશ્રી હસ્ત દીક્ષિત શિષ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ વડલાસાય ઘેઘૂર પૂ. આ.શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ. જન્મ : ફા. સુ. ૧૨, ૧૯૮૦ ૪ ગણિ : મા. સુ. ૬, ૨૦૨૫ × દીક્ષા : અ. સુ. ૫, ૧૯૮૭ * ઉપાધ્યાય : અ. સુ. ૭, ૨૦૩૮ * પંન્યાસ : મહા સુ. ૩, ૨૦૨૮ * ગચ્છાધિપતિ : મા. સુ. ૨, ૨૦૫૦ × આચાર્ય : આ. વ. ૮, ૨૦૩૯. વડલાની ઓળખ ૬ વર્ષની વયે સંયમસ્વીકાર–પિતા-માતા-બહેન સાથે પરિવારમાંથી ૨૨ દીક્ષા * ગુજરાત-કપડવંજનું ગૌરવ * આગમોદ્ધારકશ્રીના હસ્તદીક્ષિત લઘુવય અંતિમ શિષ્ય * વ્યાકરણ-સાહિત્યઆગમ-કર્મગ્રંથના પ્રખર અભ્યાસુ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy