SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૧૨૭ શ્રમણ જીવનની અજાયબી-ધ્યાયોગ પ્રસ્તુતકર્તા : પ.પૂ. જયદર્શનવિજયજી મ.સા. જ્યારે શ્રમણજીવનને સમજાવતા નૂતન ગ્રંથનું કાર્ય આદર્યું ત્યારે શ્રમણો તરફથી સુંદર આવકાર મળશે તેવી અપેક્ષાઓ હતી, જેનો આકાર આજે આધેડ વયમાં સાકાર થતો દેખી સ્વાભાવિક આનંદની અનુભૂતિઓ થાય, જે સાહજિક છે. અનેક વિદ્વાનો તરફથી સુંદર લેખ સામગ્રીઓ પ્રાપ્ત થયા પછી શ્રમણજીવનની અજાયબી જેવી અજબ-ગજબની ધ્યાન સાધના ઉપર અમારી દ્રષ્ટિ પહોંચી, જે શ્રેષ્ઠ સાધના અને સાધકોની પીછાણ કરવા જરૂરી હતી. કારણ કે અવારનવાર ગુરુભગવંતોના શ્રીમુખથી માંગલિકોમાં એક પંક્તિ સાંભળવા મળતી કે : ॐकार बिन्दु संयुक्तं, नित्यं ध्यायन्ति योगिनः તે પંક્તિ ઉપરથી ફુરણા થાય કે યોગિઓ કોને કહેવાય? તેમનું ધ્યાન કેવું હોય વગેરે. ગ્રંથ પ્રકાશનના છેલ્લા દિવસોમાં તે બાબતનું ચિંતન અમે ખાસ નવકાર ચમત્કાર અનુભવકર્તા અને ધ્યાનયોગમાં અનેક સંઘોને જોડનારા પ.પૂ. જયદર્શન વિજયજી પાસેથી મંગાવ્યું અને તેઓએ તરત પોતાની સ્વાધ્યાય નોંધની પરાવર્તન કરી ત્રણ-ચાર દિવસમાં જ ધ્યાનયોગી શ્રમણો વિશે નૂતન લેખની રચના કરી નાખી. શ્રમણ જીવનની અજાયબી ધ્યાનયોગ નામનો તે લેખ સાક્ષરી ભાષામાં પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક કથાઓ–પ્રમાણો અને તત્ત્વજ્ઞાન સાથે સર્જાયેલો છે, જે અનેક જડ માન્યતાઓને ભાંગી શકે છે. ધ્યાનપ્રેમીઓ ચાર-પાંચ વાર લેખ વાંચન કરશે તો વિશેષ લાભનું કારણ બનશે તેવો લેખકશ્રીનો અભિપ્રાય છે. કારણ કે આ વર્તમાનમાં દેશ-વિદેશમાં ચાલતી Advertisement પ્રણાલિકાથી ભલભલા ગ્રાહકો વસ્તુની ગુણવત્તા સમજવામાં ઘોખો ખાય છે, તેમ ધર્મક્ષેત્રમાં પણ જરૂરતથી વધુ જાહેરાતો, પ્રચારો, પ્રચાર-સાધનોથી બાળજીવો દિશાભ્રમ પામી જાય છે કે સાચો ધર્મ ક્યો? આડંબરો વચ્ચે પણ નિરાડંબર દશાભોગી યોગીપુરુષોને ઓળખવા, નિવૃત્તિને જ શુદ્ધ ધર્મપ્રવૃત્તિ રીતે સ્વીકારવા અને સંયમસાધનાના સુખરસાસ્વાદને સ્વયં પામવા અનેક રોગોમાં પ્રશસ્ત અને શ્રેષ્ઠ જે ધ્યાનયોગ છે તેવા અગિયારમાં ધ્યાનતપની વાતોને ઠીક અગિયાર મુદ્દાઓ દ્વારા રચી મોકલવા બદલ અમે લેખક મહોદયના સદાય ભણી રહીશું. પ્રસ્તુત ગ્રંથ સર્જનમાં સિંહફાળો નોંધાવવા બદલ અમે પૂજ્યશ્રીના આભારી છીએ. પ્રાંતે લખવાનું કે લૌકિક વ્યવહારમાં Quantityના બળને મહત્ત્વ અપાય છે, જ્યારે લોકોત્તર ધાર્મિક વ્યવહારમાં Qualityના ધોરણ ગુણસ્થાનકની ઊંચાઈને નવાજાય છે, તેવા લોકોત્તર જેન શાસનના ધ્યાન સાધકોને અમારી ભાવવંદનાઓ. વિશ્વના અનેક ધર્મોમાં શ્રેષ્ઠ જૈન ધર્મ, છતાંય તેના પાલનકર્તા અલ્પ જનસંખ્યામાં અને તેમાંય ધ્યાનયોગરૂપી અધ્યાત્મને વરેલા સાધકો તો અત્ય૫ થયા ને થવાના. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy