SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 799 સૌની સમક્ષ પોતાની લીલાઓ દેખાડતા હતા. આગમગ્રંથોએ આવા અનેક પ્રસંગોની નોંધ લીધી છે, જે જાણતાં જ શંકા-કુશંકાઓનાં વાદળાંઓ વિલાઈ જાય, અને અનુભવીઓની આગમવાણી અવશ્ય હૈયામાં હરખ સાથે વસી જાય. વિશ્વાસ છે. ધર શ્વાસ હેઠો બેસી જાય અને માકડું મન માનતું થઈ જ જાય કે દેવોની પણ એક દિવ્ય દુનિયા હોય છે અને તે દેવો થકી ભૂતમાં ચમત્કારો થયા, આજે થાય છે ને ભાવિમાં પણ થનારા છે. - જો કે સુખ-સવલતોના સંગાથી દેવાત્માઓને મૃત્યુલોકની દુર્ગધીનો ભયંકર ત્રાસ હોય છે, ઉપરાંત પોતાના વિલાસી વાતાવરણ વચ્ચે પરોપકારની બુદ્ધિ પણ ભાગ્યે જ જાગે છે; છતાંય અનેક અગમ્ય કારણોથી જ્યોતિષ, વ્યંતર, ભુવનપતિ તથા વૈમાનિક દેવો પણ પૃથ્વીને પાવન કરે છે. તે વિવિધ કારણો પૈકી મુખ્ય ચાર કારણો શાસ્ત્રકથિત આ પ્રમાણે છે.... (૧) અતિરાગવશ (૨) અતિ કેષવશ (૩) પૂર્વસંકેત પૂર્વક (૪) પરમાત્મભક્તિ તથા શાસનસેવાનાં કારણોથી.... તો ચાલો, આપણે પણ અવલોકન કરીએ કે શાસનદેવોથી લઈ સામાન્ય સૌ દેવ-દેવેન્દ્રો, ચારેય દેવનિકાય થકી ચારેય કારણોથી કઈ કઈ રીતે અહીં અવતરણ કરી આવે છે. તેવા અનેક પ્રસંગો પૈકી અતિ જૂજ ઘટનાઓ પણ અતિ સંક્ષેપમાં અત્રે રજૂ કરેલ છે, જે સ્વયં નાની-નાની કથા-વાર્તા જેવી પણ સત્યકથાઓ છે, જે દ્વારા અતિ દૂરના કાળથી લઈ અત્યાર સુધીના સમયકાળને સ્પર્શવા એક નાનો ને નવલો અખતરો કરેલ છે. ૧- પ્રથમ તીર્થપતિ ઋષભદેવ જ્યારે સાવ નાના બાળ હતા ત્યારે દેવના ઈંદ્ર જેઓ સ્વયં તેમના પુણ્ય થકી ત્યાં આવેલ તેમના હાથમાંથી શેરડીનો સાંઠો ખેંચી લીધેલ, જેથી ઇન્દ્ર ઈક્વાકુ કુળ તથા કાશ્યપ ગોત્ર સ્થાપ્યું. આ ઉપરાંત પણ રાજા ભરતને સાધર્મિક ભક્તિની પ્રીતિ શિખવાડવા, યુદ્ધ નિહાળવા વગેરે પ્રસંગે દેવતાઓ આવેલ. ૨– ત્રીજા પ્રભુ સંભવનાથ પાસે દીક્ષા લઈ ઓઘો લઈ નાચતો બાળ તે જ વખતે કાળધર્મ પામ્યો ને દેવ બન્યો, તરત જ પોતાના પિતાના દુઃખને દૂર કરવા દેવ રૂપે દીક્ષાસ્થળે જ આવી સૌ સમક્ષ દર્શન દીધાં. ૩- પાંચ પાંડવ જયારે સરોવરમાં ફસાણા ત્યારે તેમને બચાવવા અબળા એવી કુંતી અને દ્રૌપદીએ તરત કાઉસગ્ગ કરી સૂક્ષ્મ બળ પેદા કર્યું, જેથી સવારે સૌધર્મેન્દ્રનું વિચરતું વિમાન ખલના પામ્યું, તેઓ પૃથ્વી ઉપર આવ્યા ને સતીઓના શીલ-પ્રભાવે પાંડવો મુક્ત થયા. ૪– ધનમિત્ર વણિકની દીક્ષા ધનશર્મા પુત્ર સાથે થઈ. ઉનાળાના તાપમાં તૃષાતુર પુત્રે પિતામુનિના આગ્રહ છતાંય સચિંત પાણી ન પી પ્રાણ ગુમાવ્યા ને શુભ ભાવના પ્રભાવે દેવ બન્યો. પોતાના જ કલેવરમાં પ્રવેશ કરી ગોકુલો વિકર્થી ને પિતાની વીંટીઓ ગુમ કરી દેવતાઈ માયાથી પિતાને પ્રતિબોધ્યા. પ- રાજા મેઘરથને છેતરવા બે દેવો આવ્યા ને તેમાંથી કબૂતર બનેલા દેવના પ્રાણ બાજપક્ષી રૂપી દેવથી બચાવવા રાજવીએ પોતાની જાંઘનું માંસ કાઢી આપ્યું ને જીવદયા માટે પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy