SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ 792 તપાગચ્છાધિષ્ઠાયક ''ચમકારાઓ અને ચમત્કારો પ્રસ્તુતકર્તા – ગચ્છાધિપતિ શ્રી જયધોષસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્ય પૂ. મુનિશ્રી જયદર્શન વિ. મ. ચમત્કારો આજે પણ થતા જ રહ્યા છે, જે ફક્ત આગમ પુરાણ કે પોથીની કથાવાર્તા કે પરીકથા જેવી હકીકત-અહકીકતના સંભ્રમ કરાવે તેવા નથી હોતા; પણ જેણે જેણે જીવનમાં જે જે ચમત્કારો અનુભવ્યા હોય તેઓ તે તે અનુભવોને લખી જણાવે તે ખરેખર તો યોગ્ય જ છે. માણસ ધર્મમય જીવન પૂર્ણ રીતે જીવે એટલે એને એવા અનુભવો સ્વાભાવિક થતા જ રહે છે. જે અનુભવથી માનવી આત્માનો અંદરનો વિલક્ષણ વિકાસ પામે, અધ્યાત્મજ્ઞાનની ખોજનો અદમ્ય તરવરાટ જાગે, એ બધા આમ તો ધર્માનુભવો જ ગણી શકાય. ધર્મ અને સાહિત્યમાં જેમની ચિંતનધારાએ હું વિશેષ આકર્ષાયો એવા પંડિતવર્ય પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ અમારી વિનંતીનો સ્વીકાર કરી વિલંબથી પણ છેલ્લે જે એક મહત્ત્વનો લેખ પાઠવ્યો તેમાં સ્વાનુભવ ઉપરાંત વિવિધ જૈનાગમો, કથાસાહિત્યના અવલોકન-સંશોધન વગેરેનો શ્રમ લઈ એક નહિ પણ એકાવન દષ્ટાંતો સાથે દેવતાઈ ચમત્કારોની જૂની ઘટનાઓ અત્રે સંક્ષેપમાં ઉદ્ઘાટિત કરી છે. વિવિધ પ્રસંગોનું આ સુંદર સંકલન છે. પ્રસ્તુત લેખના લેખક સ્વયં સિદ્ધહસ્ત કલમના કસબી છે. અનેક સામયિકોમાં તેઓશ્રી પોતાના કથાલેખો, ચિંતનાત્મક લેખો કે જિનાલય આધારિત લેખો પાઠવે છે. અમારા આ અગાઉના ગૌતમસ્વામી ગ્રંથમાં પણ તેમના વિશિષ્ટ લેખો અગ્રસ્થાને રહ્યા છે. આ મહામૂલા ગ્રંથમાં પણ પાંચ લેખો રચી આપી અમને લાભાન્વિત કર્યા છે જે બદલ અરિહંત પ્રકાશન વતી અમારે આભાર અભિવ્યક્ત કરવો જ ઘટે. વર્તમાન શ્રમણ સંસ્થાના ઘણા સંતો અને સાક્ષરોનો મારી જીવનવિકાસયાત્રામાં ઘણો મોટો ઉપકાર રહ્યો છે. તેમાં પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીનો પણ અત્યંત કૃતજ્ઞતાપૂર્વક આનંદ વ્યક્ત કરી આભાર માનું છું. – સંપાદક અગાઉ પણ અનેક ગ્રંથોના સર્જક સફળ સાહિત્યપ્રેમી શ્રી નંદલાલભાઈ દેવલુકનું પ્રસ્તુત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy