SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 787 સફલીકરણ આદિ પૂર્વસેવાવિધિ કરીને જાપમાં બેસી ગયા. સૂરિમંત્રની પાંચમી પીઠની બીજી માળા પૂર્ણ થતાં સામે પડેલ શ્રીફળ એકાએક ફાટયું. કાચલી ઉપર ચીરચીરા દેખાવા લાગ્યા. નાના મુનિઓ બધા જાપમાંથી જોવા માટે ઊભા થઈ ગયા. જોતજોતામાં તિરાડો મોટી થવા લાગી. રોકડો રૂપિયો અંદર જઈ શકે એવી ફાટો પડવા લાગી. સંકેત પ્રમાણે દેવે આ ચમત્કાર દર્શાવ્યો હતો. હજુ અમારે ચાર કલાકનો જાપ બાકી હતો. એ ડોળાઈ ન જાય એટલે કોઈને પણ જાણ કર્યા વિના અમે જાપ પરિપૂર્ણ કરી દીધો. પછી બીજા મુનિઓ-શ્રાવકો વગેરેને જાણ કરી. સહુએ આ ચમત્કારને પોતા નજરે નિહાળ્યો. અમદાવાદ ઍલર્ટ યંગ ગ્રૂપના યુવાનોને સમાચાર મળતાં ઘણી મોટી સંખ્યામાં આવીને તે લોકો પણ નજરે નિહાળી ગયા. ત્યાર બાદ શ્રીફળને અમદાવાદ લઈ જવામાં આવ્યું હતું. ત્યાં અનેક સાધુ-સાધ્વીજી તથા શ્રાવક-શ્રાવિકાઓએ દર્શનનો લાભ લીધો હતો. આ હળાહળ કલિયુગમાં દેવો પ્રત્યક્ષ થતા નથી, પણ સંકેત દ્વારા આજે પણ ચમત્કારો દર્શાવે છે અને ધર્મ જીવાત્માઓને મોક્ષમાર્ગની આરાધનામાં અચૂક સહાયક બને છે. આપની શ્રદ્ધાને મજબૂત બનાવીને દેવાધિદેવ શ્રી જિનેટ પર પરમાત્માના ચરણકમળમાં આપણા ચિત્તને સ્થિર કરીએ તો દેવાત્માઓ પરચો પૂર્યા વિના રહેતા નથી. -લિ. આચાર્ય વિજયહેમરત્નસૂરિના ધર્મલાભ. તા. ૬-૧-૯૭. ["પ્રેરણાપત્ર, માંથી સાભાર"] રાંદેર (સુરત) ગામના શ્રી માણિભદ્રવીરનો ચમત્કાર... –મુનિ પ્રશાંતવલ્લભવિજયજી મ.સા. પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન, વર્ધમાન તપની ૧૦૦ ઓળી શીધ્ર પરિપૂર્ણ કરવાના મનોરથ સેવનાર અને ૮૯ ઓળી પરિપૂર્ણ કરનાર સ્વર્ગસ્થ સહજાનંદી સૂરિમંત્રારાધક આચાર્યદેવ શ્રીમદ્ વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ સાહેબનું વિ.સં.૨૦૪૨નું ચાતુર્માસ શાંતિનગર (અમદાવાદ) સોસાયટીમાં હતું. તે વખતે પૂ. આ. ભ.ને ૮૮મી ઓળી ચાલી રહી હતી... સાથે રોજનો સેંકડો નવકારમંત્રનો અજપાજાપ તો ચાલુ જ હતો. એકવાર પ્રાત:કાળે દૈનિક સમય કરતાં વહેલા ઊઠીને શ્રી નવકારમંત્રના જાપમાં બેસી ગયા. સવારે પોતાના પ્રશિયને બોલાવીને જણાવ્યું કે આજે મને એક સુંદર સ્વપ્ન આવ્યું, તે જોઈને મને અનહદ આનંદ થયો છે. તેઓશ્રીને સ્વપ્નમાં અવારનવાર જિનબિંબનાં દર્શન તો થતાં જ હતાં. પણ આજે એક ભિન્ન પ્રકારના જ સ્વપ્નનો અનુભવ થયો. સ્વપ્નમાં તેઓશ્રીએ જોયું કે- શ્રી માણિભદ્રવીર ઘોડેસ્વારની જેમ હાથીના હોદ્દે બેસીને પોતાની સન્મુખ આવી રહ્યા છે. પૂ. આ. ભ.ને જોતાં જ અત્યંત ખુશ થઈ ગયા અને પોતે હાથી પર બેઠા બેઠા જ નાચવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy