SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 777 મફત અને ફરજિયાત બનાવ્યું હતું. મેં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ પાદરાની સરકારી નિશાળમાં કર્યો હતો. અમારા વખતમાં પહેલા ધોરણને લોકો એકયુિં' કહેતા. પછી બીજી ચોપડી', 'ત્રીજી ચોપડી' અને ચોથી ચોપડી' એમ ધોરણનાં નામ બોલાતાં. અમારે એકડિયામાં વર્ગશિક્ષક તરીકે બહેચરભાઈ માસ્તર હતા. બીજી ચોપડીમાં વાઘજીભાઈ માસ્તર, ત્રીજી ચોપડીમાં મોહનભાઈ માસ્તર હતા. (બધા એમને ચકલી જેવું નાક હોવાને કારણે ' ચકલી માસ્તર' કહેતા. તેઓ પોતે પણ પોતાને માટે 'ચકલી માસ્તર' તરીકે ઉલ્લેખ કરતા.) ચોથી ચોપડીમાં વિષ્ણુભાઈ માસ્તર હતા. ત્રીજી ચોપડી સુધી ટાવરવાળી શાળામાં છોકરાઓ ભણતા. ચોથી ચોપડીમાં ઝંડા બજારમાં આવેલી સરકારી શાળાના મકાનમાં ભણવા જવાનું રહેતું. શાળામાં ભણવામાં એકંદરે હું વર્ગમાં સારું ધ્યાન રાખતો હોઈશ એમ લાગે છે, કારણ કે પહેલાં ત્રણ ધોરણની દરેક પરીક્ષામાં મારો ત્રીજો નંબર આવ્યો હતો. શાળામાંથી છૂટયા પછી ઘરે ક્યારેય ભણવાનું રહેતું નહિ. ત્યારે નાનાં છોકરાંઓ માટે ઘરે ભણવાનો કોઈ રિવાજ નહોતો. ફાજલ સમયમાં છોકરાઓ ફળિયામાં રમતા, વાડીઓમાં જતા કે આમતેમ રખડતા. માત્ર સૂતાં પહેલાં આંક બોલી જવાની પદ્ધતિ હતી. અમારા વર્ગના ચાલીસેક વિદ્યાર્થીઓમાં દર વર્ષે પહેલા નંબરે અમારી જ્ઞાતિનો શરદ નામનો વિદ્યાર્થી રહેતો. તે હોશિયાર તો હતો જ, પણ એના કાકા શાળામાં શિક્ષક હતા એટલે તેનો પહેલો નંબર જ આવતો. બીજે નંબરે મૂળચંદ નાનાલાલ નામનો વિદ્યાર્થી આવતો. મારો નંબર ત્રીજો રહેતો. મને તેનાથી સંતોષ હતો એમ કહેવા કરતાં નંબર વિષેની એવી કોઈ સભાનતા મારા બાળસહજ મનમાં આવી નહોતી. એકંદરે તો ભણવા કરતાં રમવામાં અને રખડવામાં મને વધુ રસ પડતો. અમારાં માતાપિતા અમારા અભ્યાસ માટે બહુ કાળજી રાખતાં. શાળામાં મારો ત્રીજો નંબર આવતો એથી અમારી માતા રેવાબહેન (રેવાબા)ને બહુ સંતોષ નહોતો. તે કહેતી કે મારે પહેલો નંબર લાવવો જ જોઈએ. ત્રીજા ધોરણમાં મારો ત્રીજો નંબર આવ્યો ત્યારે એણે મને કહ્યું, " કેમ પાછો ફરીથી ત્રીજો નંબર આવ્યો? પહેલો નંબર આવવો જોઈએ.’ 'પણ પરીક્ષામાં બધું આવડે તો ને?' 'કેમ ના આવડે ? બધું બરાબર આવડે. માણિભદ્રવીરને રોજ દીવો કરવાની માનતા માને તો બધું જ આવડે અને પહેલો નંબર આવે જ. અમારા કુટુંબને અને તેમાં પણ મારી માતાને શ્રી માણિભદ્રવીરમાં ઘણી શ્રદ્ધા હતી. એણે મને કહ્યું, અને મેં માનતા રાખવાનું સ્વીકાર્યું. એણે મને કહ્યું, 'રોજ સવારે શાળાએ જતાં પહેલાં, નાહી ધોઈ, સ્વચ્છ કપડાં પહેરી, દીવાની વાટ તૈયાર કરી સ્થાનકમાં લઈ જવી. ત્યાં દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની.' બીજે દિવસે સવારે માતાએ દીવાની વાટ તૈયાર કરી વાટકીમાં આપી. હું સ્થાનકે જઈ માનતા માની આવ્યો. ઘરે આવ્યો એટલે માતાએ પૂછ્યું, ' દીવો કરી આવ્યો ?' (- , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy