SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 753 હાલાર તીર્થ – આરાધના ધામ. ભરતી ઓટથી ધમધમાટ કરતા અરબી સમુદ્રના કાંઠે.. હાલારની અદ્ભુત હૈસિયત ધરાવતી ધરા ઉપર સિંહણ નદીના કિનારે ડેમના લહેરાતા... જળના તરંગોના ઓથારે અત્યંત લીલીછમ વનરાજી અને હરિયાળીથી સૌના મનને મોહી લેતા વિવિધ ફળોના બગીચાઓની વચ્ચોવચ્ચ ભવ્ય ઉત્તુંગ જિનાલય... તેમાં છે.... આંખોમાં અમી ઊભરાતી નયનરમ્ય, મનમોહક, શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમા....! હાં... કે જેના દર્શનથી આંખોને ઠંડક મળે છે. હૈયાને હાશકારો મળે છે; ચિત્ત આનંદના પૂરથી ઊભરાઈ જાય છે. આવા આ તીર્થસ્થાનમાં, તીર્થયાત્રા જુહારતાં... જુહારતાં.....થશે કે ખરેખર....! આ ૨૧મી સદીનું તીર્થસ્થાન જે 9 k રે આ તીર્થસ્થાન પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાની પુન્ય સ્મૃતિમાં પરમપૂજ્ય મુનિરાજ શ્રી મહાસેનવિજયજી મહારાજના સદુપદેશથી પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજય પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી મ. સાહેબજીના પાવનીય માર્ગદર્શનપૂર્વક.......... મહામાનવ, શ્રેષ્ઠિવર્યશ્રી વાઘજીભાઈ નાગપાર શાહનાં પુન્ય પુરુષાર્થ દ્વારા હાલારી વિશા–ઓશવાળોનાં તથા સકળસંઘોના સહકારથી અસ્તિત્વને પામેલું છે..... અહીં ધર્મશાળા, ભોજનશાળા વગેરે ખુબ જ ભવ્ય છે..... અનાથ અબોલ જીવોના આશ્રય રૂ૫ પાંજરાપોળ પણ છે. તથા અહીંથી અનેક પુચકાર્યો પણ થાય છે.... જેમ કે...... ૧. હાલારનાં ગામોમાં રહેલાં દેરાસરોમાં ત્યાંની જરૂરિયાતોને પૂરી કરાય છે. બાવન ગામોમાં સામાન્ય શક્તિવાળા જેન–અર્જનોને રોકડ-અનાજ-કાપડ વગેરે સહાય. પક્ષીઓને ચણ વિતરણ. બાળકોને ભણવા માટેની આવશ્યક વસ્તુઓ–પેન-નોટબુક-ફૂટપટ્ટી–લંચબોક્ષ- વગેરેનું વિતરણ. નાનાં-નાનાં બાળકોની આવતી ટ્રિપ, તે બાળકોને અવસરે ચોકલેટની પ્રભાવના...: ૬. સર્વરોગ નિદાન કૅમ્પ. પશુરોગ નિદાન કૅમ્પ. ગામ કે શહેરમાં કોઈપણ મહોત્સવ પ્રસંગ હોય તો તેમાં શણગાર માટેની સામગ્રી અપાય છે.... હાલાર તીર્થની આસપાસ જામનગર એટલે અર્ધશત્રુંજયની ઉપમાને વરેલું તીર્થધામ. ત્યાં ૨૨-૨૨ જિનમંદિરો છે. ત્યાં ધર્મશાળા-ભોજનશાળાની વ્યવસ્થા છે.... જામખંભાળિયામાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાનું સ્મૃતિમંદિર છે. ત્યાં શ્રી આદિનાથ ભગવાનનું ખૂબ જ મનોહર જિનાલય છે. જામનગર શ્રી રાસંગપરાના પાટિયાથી મોડપર તીર્થ પાકી સડક છે, ત્યાં પ્રાચીન શ્રી સુપાશ્ર્વનાથ ભગવાન છે. અહીંથી પોરબંદર ૮૧ કિ.મી. છે. ત્યાં પ્રાચીન ત્રણ જિનાલય છે. અને ત્યાંથી ૪૫ કિ.મી.ના અંતરે વેરાવળ રોડ ઉપર શ્રી બળેજ તીર્થ આવેલ છે. ખૂબ જ ચમત્કારિક પ્રાચીન ભવ્ય પ્રતિમાજી છે. જિનાલય પણ ખૂબ જ વિશાળ અને ભવ્ય છે. તેનું જીર્ણોદ્ધાર ટૂંક સમયમાં જ થયેલ છે. છે : (ku Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy