SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ 146 તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્રદાદાનું દિવ્ય સ્વરૂપ – ડો. અરુણોદયન. જાની યક્ષેન્દ્ર માણિભદ્રજી તપાગચ્છના અધિષ્ઠાયક દેવ છે. આ દેવની સાધનાઉપાસના તમામ પ્રકારના ઉપસર્ગોને દૂર કરે છે તેવી વાતો જૈન મુનિવર્યો પાસેથી સતતપણે જાણવા માણવા મળે છે. માણિભદ્રજીના દિવ્ય સ્વરૂપનું સુરેખ વર્ણન તથા તેમની ઉપાસના-હવનના મંત્રો આ લેખમાં રજૂ થયા છે. આ લેખના લેખક શ્રી જાની સાહેબ સંસ્કૃત વિષયમાં સાક્ષર ગણાયા છે.૧૯૮૭માં તે વખતના ભારતના રાષ્ટ્રપતિના હાથે તેમને નૅશનલ ઍવૉર્ડથી સન્માનિત કરાયા છે. વડોદરા યુનિવર્સિટીમાં સંસ્કૃત-પ્રાકૃત અને પાલી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ તથા ઓરિયેન્ટલ ઇન્સ્ટીટયુટના ડાયરેકટર તરીકે તેમની સેવાઓ જાણીતી છે. ક્યા, વ્યાખ્યાન, વાંચન અને સંગીત તે એમના શોખના વિષયો રહ્યા છે. – સંપાદક જૈન ધર્મમાં કાલક્રમે અનેક ર્ભિન્ન ભિન્ન મતો અને સમાચારીઓ અસ્તિત્વમાં આવ્યા, તે ગચ્છના નામે ઓળખાય છે. દરેક ગચ્છ પોતાના રક્ષણ અને કલ્યાણ માટે પોતાના ઇષ્ટદેવની સ્થાપના કરી છે. તે દેવ તે ગચ્છનો અધિષ્ઠાયક દેવ કહેવાય છે, જેમ કે ખરતરગચ્છના અધિષ્ઠાયક દેવ કાળભૈરવ છે, અંચલગચ્છના અધિષ્ઠાયક મહાકાલી માતા છે. તેવી રીતે તપાગચ્છના અધિષ્ઠાયક દેવ યક્ષેન્દ્ર શ્રી માણિભદ્ર દાદા છે. આ માણિભદ્ર દેવની ઉત્પત્તિ વિષે દંતકથા જ પ્રચલિત હતી; પરંતુ પાટણના એક જૈન ભંડારમાંથી મળી આવેલી એક પ્રાચીન હસ્તપ્રત ઉપરથી મુનિ શ્રી ચારિત્રવિજયજી મહારાજે સોનગઢ (સૌરાષ્ટ્ર)થી ઈ. સ. ૧૯૪રમાં શ્રી માણિભદ્ર ચરિત્ર પ્રગટ કરી પ્રામાણિક વૃત્તાન્ત આપવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. (આ ગ્રંથમાં જે પ્રગટ કરેલ છે.) ઉજ્જૈનના માણેકચંદ શેઠ તપાગચ્છના અનુયાયી હતા. ખૂબ ધનાઢય હોવા છતાં ધાર્મિક પણ ખૂબ હતા. તેમની હવેલીમાં જિનમંદિર તેમ જ પૌષધશાળા પણ હતી. તેઓ પ્રતિમા–પૂજનમાં શ્રદ્ધાવાળા હોવાથી પ્રતિદિન દેરાસરમાં જઈદેવાધિદેવની પૂજા-ભક્તિ, આંગી અર્ચાદિ કરતા હતા. ' પરંતુ એક વખત લોકાગચ્છના શ્રી પદ્મનાભસૂરિનું પ્રવચન સાંભળી મૂર્તિપૂજા પ્રત્યે તેમને નફરત થઈ અને દેરાસરમાં જવાનું બંધ કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy